રાજકારણ:અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનનો એશિયા પ્રવાસ, ચીનની વધુ ઘેરાબંદી કરાશે

સિયોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઈવાન અને ઉ.કોરિયા પર નજર રહેશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન તેમના પ્રથમ એશિયા પ્રવાસે શુક્રવારે સિઓલ પહોંચ્યા હતા. તે જાપાનની પણ મુલાકાત લેશે. યુક્રેન યુદ્ધ વચ્ચે અમુક ક્ષેત્રો પર આ મુલાકાતની અસર જોવા મળી રહી છે. દક્ષિણ ચીન સાગર : 33 લાખ ચો. કિ.મી.નો આ વિસ્તાર અમેરિકા-ચીન વચ્ચે તણાવનું કારણ છે. આશિયાન દેશોના સહયોગથી અમેરિકા અહીં લીડ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે.

તાઈવાન : ચીનના કિનારાથી ફક્ત 177 કિ.મી. દૂર તાઇવાન ઊર્જાના દૃષ્ટિકોણથી જાપાન જેવા અનેક દેશો માટે મહત્ત્વપૂર્ણ છે. બાઈડેન તેમના આશ્વાસન સાથે આ પ્રવાસ પર અેશિયાઈ દેશો તથા તાઇવાનને ચીનથી બચાવવાનો પ્રયાસ કરશે.

ઉ.કોરિયા : 2017થી રેકોર્ડ પરમાણુ પરીક્ષણ અને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાતચીતના પ્રયાસ નિષ્ફળ રહ્યા. બાઈડેનથી આશા છે કે તે ઉ.કોરિયાના સંકટને દ.કોરિયા અને જાપાનની મદદથી ઘટાશે.

અન્ય સમાચારો પણ છે...