અમેરિકામાં ફરી એક અશ્વેતની ક્રૂર હત્યા:US પોલીસે ટેઝર ગનથી કરંટ આપ્યો, 30 સેકન્ડ સુધી ગળું દબાવી રાખ્યું; હોસ્પિટલમાં મોતને ભેટ્યો

લોસ એન્જલસ13 દિવસ પહેલા
આ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીના બોડી-કેમેરાના ફૂટેજ છે.

અમેરિકામાં પોલીસે જ્યોર્જ ફ્લોયડ જેમ વધુ એક અશ્વેત માણસની હત્યા કરી છે. અહીં લોસ એન્જલસ પોલીસ અકસ્માત બાદ અશ્વેત કીનન એન્ડરસનની ધરપકડ કરવા પહોંચી હતી. ધરપકડના વિરોધમાં પોલીસે તેના પર ટેઝર ગન (કરંટ આપતી ગન)થી હુમલો કર્યો. જેના થોડા સમય બાદ તેને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો હતો.

પોલીસે કીનન સાથે બરાબર એ રીતે જ કર્યું જે જ્યોર્જ ફ્લોયડ સાથે 25 મે, 2020ના રોજ કરવામાં આવ્યું હતું. પોલીસે પહેલા કીનનને ઘેરી લીધો અને તેને જમીન પર પછાડી દીધો અને પછી કોણી વડે તેની ગરદન 30 સેકન્ડ સુધી દબાવી રાખી. આ પછી ટેઝર ગનથી કરંટ આપ્યો હતો. તે બેભાન થઈ ગયો. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીં 4.5 કલાક પછી તેને હાર્ટ એટેક આવ્યો હતો.

આ ઘટના 3 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કીનન એન્ડરસન પેટ્રિસ કલર્સના પિતરાઈ ભાઈ હતા, જેમણે 'બ્લેક લાઈવ્સ મેટર' અભિયાન ચલાવ્યું હતું. પેટ્રિસે કહ્યું, પોલીસે મારા ભાઈને મારી નાખ્યો છે. તે મદદ માંગતો હતો પરંતુ તેને મદદ મળી ન હતી.

આ તસવીર પોલીસકર્મીના બોડી-કેમેરા ફૂટેજમાંથી લેવામાં આવી છે. જેમાં પોલીસકર્મી કીનન પર ટેઝર ગનથી ફાયરિંગ કરતો જોઈ શકાય છે.
આ તસવીર પોલીસકર્મીના બોડી-કેમેરા ફૂટેજમાંથી લેવામાં આવી છે. જેમાં પોલીસકર્મી કીનન પર ટેઝર ગનથી ફાયરિંગ કરતો જોઈ શકાય છે.

સતત 30 સેક્ન્ડ સુધી વીજ કરંટ આપ્યો
ઘટનાસ્થળ પર હાજર પોલીસકર્મીના બોડી કેમેરાના ફુટેજ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં અનેક પોલીસકર્મી કીનનને બળપુર્વક રસ્તા પર પટકવાના પ્રયાસ કરી રહેલ જોઈ શકાય છે. કીનનના વિરોધ કરતા એર પોલીસકર્મીએ પહેલા તો 30 સેકન્ડ સુધી તેની ગરદન દબાવી અને પછી 30 સેકન્ડ સુધી અન્ય એક પોલીસકર્મીએ ટેઝર ગનથી વીજકરંટ આપ્યો હતો. થોડા સમય પછી ફરીથી લગભગ 5 સેકન્ડ માટે કરંટ આપ્યો હતો. આ દરમિયાન કીનન સતત મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 4.5 કલાક પછી હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું.

કીનન એન્ડરસન વ્યવસાયે શિક્ષક હતા. તે બાળકોને અંગ્રેજી શીખવતો હતો.
કીનન એન્ડરસન વ્યવસાયે શિક્ષક હતા. તે બાળકોને અંગ્રેજી શીખવતો હતો.

મારી સાથે જ્યોર્જ ફ્લોયડ જેવું કરવા માંગતી હતી પોલીસ : કીનન
પોલીસમેનના બોડી-કેમેરા ફૂટેજમાં કીનનને 'પોલીસ મારી સાથે જ્યોર્જ ફ્લોયડ જેવું વર્તન કરી રહી છે' એમ કહેતા સાંભળવામાં આવ્યો હતો. મિનેપોલિસની પોલીસ ટીમ દ્વારા જ્યોર્જ ફ્લોયડની હત્યા કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ તેની ગરદન 8 મિનિટ સુધી દબાવી રાખી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. જ્યોર્જની હત્યાએ વિશ્વના સૌથી શક્તિશાળી દેશનો પાયો હચમચાવી નાંખ્યો હતો. વ્હાઇટ હાઉસ હોય કે કેપિટોલ હિલ, દરેક જગ્યાએ હિંસા હતી. શ્વેત અને અશ્વેત, બધા લોકો રસ્તા પર આવી ગયા હતા. આ ઘટના પછી 'બ્લેક લાઈવ્સ મેટર' ઝુંબેશને વેગ મળ્યો હતો. તેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો હતો.

આ તસવીરમાં એક પોલીસ અધિકારી જ્યોર્જ ફ્લોયડના ગળાને ઘૂંટણ વડે દબાવી રાખેલ જોવા મળે છે. દોષિત પોલીસ કર્મચારી ડેરેક ચૌવિનને 22 વર્ષ અને 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
આ તસવીરમાં એક પોલીસ અધિકારી જ્યોર્જ ફ્લોયડના ગળાને ઘૂંટણ વડે દબાવી રાખેલ જોવા મળે છે. દોષિત પોલીસ કર્મચારી ડેરેક ચૌવિનને 22 વર્ષ અને 6 મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

પોલીસે હીટ એન્ડ રનનો આરોપ લગાવ્યો
લોસ એન્જલસ પોલીસ ચીફ મિશેલ મૂરે જણાવ્યું - કીનન રસ્તા પર કોઈને ટક્કર માર્યા બાદ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે પોલીસે તેમને પકડ્યો તો તે બૂમો પાડવા લાગ્યો હતો. પોલીસે તેને ઘણી વખત શાંત થવા અને ધરપકડનો વિરોધ ન કરવા કહ્યું હતું. કીનને ન માન્યા પછી જ ટેઝર ગન ફાયર કરવામાં આવી હતી. આ પછી જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

લોસ એન્જલસ પોલીસ ચીફ મિશેલ મૂરે જણાવ્યું છે કે કિનન અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી રહ્યો હતો.
લોસ એન્જલસ પોલીસ ચીફ મિશેલ મૂરે જણાવ્યું છે કે કિનન અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ભાગી રહ્યો હતો.

સ્ટન ગનને કારણે 1 હજાર લોકોએ જીવ ગુમાવ્યા
ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, 2010 થી 2018 ની વચ્ચે ટેઝર ગનને કારણે 1 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કાનૂની એજન્સીઓ માને છે કે ટેઝર ગનથી પોલીસ હિંસામાં ઘટાડો થયો છે. પરંતુ અમેરિકામાં જ કરવામાં આવેલા ઘણા અભ્યાસમાં એ વાત સામે આવી છે કે પોલીસ જ્યારે જરૂર ન હોય ત્યારે પણ ટેઝર ગનનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચાર પણ વાંચો...

8 મિનિટ 46 સેકન્ડની ક્રૂરતા: જ્યારે અમેરિકન પોલીસે અશ્વેત જ્યોર્જ ફ્લોયડને તડપાવી તડપાવીને મારી નાંખ્યો

અમેરિકામાં પોલીસ દ્વારા અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડની હત્યા કરવામાં આવી હતી. એક પોલીસકર્મી ચૌવેન જ્યોર્જની ગરદનને 8 મિનિટ 46 સેકન્ડ સુધી ઘૂંટણ વડે દબાવી રાખી હતી. ફ્લોયડે શ્વાસ લેવાનું બંધ કર્યા પછી પણ ચૌવિને ગરદન પરથી પોતાનો ઘૂંટણ દૂર કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...