કોરોના મહામારી / અમેરિકામાં 24 કલાકમાં 18 હજાર નવા કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 969 લોકોનાં મોત; અત્યાર સુધીમાં 51 ડોક્ટર્સે જીવ ગુમાવ્યો,

ઇટાલીની એક હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી રહેલ ડોક્ટર.
ઇટાલીની એક હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી રહેલ ડોક્ટર.
બોરિસ જોનસને ટ્વિટ કરી પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી
બોરિસ જોનસને ટ્વિટ કરી પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી
આ તસવીર ઓસ્ટ્રેલિયાની છે.
આ તસવીર ઓસ્ટ્રેલિયાની છે.
US overtakes China over corona virus case
ઈટાલીમાં કોફિન લઈ જતા આરોગ્ય કર્મચારીઓ
ઈટાલીમાં કોફિન લઈ જતા આરોગ્ય કર્મચારીઓ
અમેરિકામાં કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલ બહાર લોકોએ લાઈનો લગાવી હતી.
અમેરિકામાં કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલ બહાર લોકોએ લાઈનો લગાવી હતી.
X
ઇટાલીની એક હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી રહેલ ડોક્ટર.ઇટાલીની એક હોસ્પિટલમાં દર્દીની સારવાર કરી રહેલ ડોક્ટર.
બોરિસ જોનસને ટ્વિટ કરી પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતીબોરિસ જોનસને ટ્વિટ કરી પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની માહિતી આપી હતી
આ તસવીર ઓસ્ટ્રેલિયાની છે.આ તસવીર ઓસ્ટ્રેલિયાની છે.
US overtakes China over corona virus case
ઈટાલીમાં કોફિન લઈ જતા આરોગ્ય કર્મચારીઓઈટાલીમાં કોફિન લઈ જતા આરોગ્ય કર્મચારીઓ
અમેરિકામાં કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલ બહાર લોકોએ લાઈનો લગાવી હતી.અમેરિકામાં કોરોનાના ટેસ્ટ માટે હોસ્પિટલ બહાર લોકોએ લાઈનો લગાવી હતી.

 • બ્રિટનના પ્રધાનમંત્રી જોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

 • બ્રિટનના આરોગ્ય મંત્રી પણ કોરોના પોઝિટિવ

 • અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે

 • પોઝિટિવ કેસમાં ચીન કરતા અમેરિકા આગળ નિકળી ગયું, અમેરિકામાં 85594 કેસ, ચીનમાં 81340 કેસ

 • ચીન કરતા ઈટાલી અને સ્પેનમા વધારે મૃત્યુઆંક નોંધાયો

 • ઈટાલીમાં 9134, સ્પેનમાં 4934 અને ચીનમાં 3292 લોકોના મોત

 • ચીનમાં 24 કલાકમાં કોરોના વાઈરસના 55 નવા કેસ અને પાંચ મોત નોંધાયા

 • દલાઈ લામાએ કોરોના વાઈરસ સામે લડવા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 15 લાખ આપ્યા

 • ચીનના વુહાનમાં એકપણ કેસ નોંધાયો નથી

દિવ્ય ભાસ્કર

Mar 28, 2020, 10:32 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વના કુલ 199 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 5,75,758 લોકો સંક્રમિત થયા છે જ્યારે આ કુલ મૃત્યુઆંક પણ 26,405 પાર થઈ ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે. સારી વાત એ છે કે વિશ્વમાં 1,29,970 લોકો આ વાઈરસની અસરથી સાજા થઈ ગયા છે. યુરોપમાંથી સૌથી મોટા સમાચાર એ આવ્યા છે કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન શુક્રવારે કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા. ગઈકાલે પણ પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના વાઈરસના સંક્રમણની અસર જોવા મળી હતી. બોરિસે આ અંગે એક ટ્વિટ કરીને સંક્રમણ વિશે માહિતી આપી હતી. તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર નવા કેસ સામે આવ્યા છે. સાથે જ અમેરિકામાં 24 કલાકમાં 345 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક 1477 થયો છે.

ઇટાલીમાં 51 ડોક્ટર્સના મોત 
ઇટાલીના ડોક્ટર એસોશિયેશને શુક્રવાર સાંજે જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં 51 ડોક્ટર્સના મોત થયા છે. રિપોર્ટ અનુસાર ગુરૂવારથી શુક્રવાર દરમિયાન ઇટાલીમાં 969 લોકોના મોત થયા. કુલ મોતનો આંકડો 9134 થઇ ચુક્યો છે. સંક્રમણના કુલ કેસ અને મૃત્યુઆંકની દ્રષ્ટિએ ચીન અમેરિકા, ઈટાલી બાદ ત્રીજા ક્રમ પર છે. સ્પેનમાં પણ વધુ 569 મોત થતા કુલ મૃત્યુઆંક 4,934 થયો છે. સ્પેનમાં આજે 6,273 નવા કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુ આંક 569 વધીને 4,934 થયો છે. 

અમેરિકાના યુદ્ધ જહાજ થિયોડોર રુઝવેલ્ટ ઉપર શુક્રવારે 25 નૌસૈનિકો પોઝિટિવ આવ્યા છે. બે દિવસ પહેલા આ જહાજ ઉપર ત્રણ કેસ પોઝિટિવ આવ્યા હતા. સંક્રમણના કેસ સામે આવ્યા છતા ચીફ ઓફ નેવલ ઓપરેશન્સ માઈક ગિલ્ડે કહ્યું કે અમારુ વલણ આક્રમક રહેશે. કોઈપણ  સંકટને પહોંચી વળવા માટે જવાબી કાર્યવાહી કરવા માટે અમે સક્ષમ છીએ. 

બ્રિટનના PM બોરિસ જોનસન અને આરોગ્ય મંત્રી પણ કોરોના પોઝિટિવ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને આરોગ્ય મંત્રી મેટ હેનકાક શુક્રવારે કોરોના પોઝિટિવ જણાયા. બંને આઇસોલેશનમાં છે. બોરિસે કહ્યું કે કોરોના સામેની લડાઇ માટે તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારનું કામ સંભાળશે. બોરિસ બે અઠવાડિયા અગાઉ એક વીડિયોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે હાથ મિલાવતા દેખાયા હતા. બ્રિટનના મહારાણીના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ પહેલેથી કોરોના પોઝિટિવ જણાયા છે. તેઓ સ્કોટલેન્ડમાં આઇસોલેશનમાં છે.

ઈટાલીમાં 101 વર્ષના વૃદ્ધે કોરોના વિરુદ્ધ જંગ જીત્યો, સાજા થયા
ઈટાલીના રિમિનીમાં 101 વર્ષના વૃદ્ધે કોરોના વિરુદ્ધ જંગ જીતી લીધો. મીડિયા રિપોર્ટ્સમાં તેમનું નામ મિસ્ટર પી જણાવાયું છે. શહેરના વાઈરસ મેયર ગ્લોરિયા લિસિ અનુસાર મિસ્ટર પીને એક અઠવાડિયા પૂર્વે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગુરુવારે તે રિકવર થવા લાગ્યા. તેમણે કહ્યું કે 100 વર્ષથી વધુ વયની વ્યક્તિને કોરોનાને હરાવતી જોઈ અમારામાં ભવિષ્ય પ્રત્યે આશા જાગી રહી છે. ઈટાલીમાં કોરોનાને કારણે દુનિયામાં સૌથી વધુ મોત થયા છે.
કોરોના વાઈરસના કારણે દક્ષિણ આફ્રિકામાં ત્રણ સપ્તાહનું લોકડાઉન
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે દક્ષિણ આફ્રિકાએ શુક્રવારથી ત્રણ સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉનને અસરકારક બનાવવા માટે સેનાના જવાનો અને પોલીસને તહેનાત કરાઈ છે. આ જાહેરાત પછી લોકો જરૂરી વસ્તુની ખરીદી કરવા માટે સુપર માર્કેટ પહોંચી ગયા હતા. જ્યારે ઘણા લોકો પોતાના વડિલોને લઈને પોતાના પૈતૃક ગામમાં જવા માટે રવાના થયા હતા. દ. આફ્રિકામાં કોરોના વાઈરસના 927 કેસ નોંધાયા છે. જોકે અહીં સંક્રમણના કારણે એક પણ મોત થયું નથી.

અમેરિકામાં બ્લડ ડોનેશન કરતી વ્યક્તિ નજરે પડે છે.

ઈટાલીમાં  9134 લોકોના મોત

ઈટાલીમાં કોરોના વાઈરસના 86498 કેસ નોંધાય છે. 9134 લોકોના જીવ ગયા છે. આમાંથી 33648 લોકને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 24753ને જનરલ વોર્ડમાં દાખલ કરાયા છે. 10361 લોકોના સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈટાલીમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ 21 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યો હતો. છેલ્લા 48 કલાકમાં દેશમાં 4492 નવા કેસ સામે આવ્યા છે. 

ચીનમાં 24 કલાકમાં કોરોના વાઈરસના 55 નવા કેસ અને પાંચ મોત નોંધાયા
ચીનમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસમાં 54 કેસ વિદેશથી લવાયેલા અને એક કેસ લોકલ ટ્રાન્સમિશનનો નોંધાયો છે. પાંચ લોકોના મોત પણ થયા છે. વુહાનમાં એકપણ કેસ નોંધાયો નથી. 
ચીનમાં પોઝિટિવ કેસ 81340 નોંધાયા છે. જેમાં 3292 લોકો મોતને ભેટ્યા છે. ચીનમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા માત્ર 3460 છે, બાકીના તમામ દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 
દલાઈ લામાએ રૂ. 15 લાખની સહાય કરી
તિબ્બતના ધાર્મિક નેતા દલાઈ લામાએ કોરોના વાઈરસ સામેની લડત માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂ. 15 લાખ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 60 વર્ષથી આ રાજ્ય તેમના ઘર સમાન છે. તેમણે જરૂરીયાતવાળા લોકોને ખોરાક અને દવા માટે આ પૈસા વાપરવાની ભલામણ કરી હતી.
કોરોના વાઈરસને રોકવા માટે ફિઝી સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યુની જાહેરાત કરી
ફિઝીના પ્રધાનમંત્રી વોરેક બેનિમારામાએ આજે સંસદમાં કોરોના વાઈરસને રોકવા માટે દેશમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સાવચેતીના ભાગરૂપે આ પગલા ભરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સમય મુજબ રાતના 10 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી દરરોજ કર્ફ્યુ ચાલું રહેશે. લોકો સરકારની સલાહને ગંભીરતાથી ન લેતા આ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે ફિઝીમાં માત્ર પાંચ પોઝિટિવ કેસ જ નોંધાયા છે. 
સ્વિત્ઝરલેન્ડમાં કોરોનાના કેસની સંખ્યા 12 હજારને પાર
સ્વિત્ઝરલેન્ડમાં કોરોનાના 500 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ પોઝિટિવ કેસની સંખ્યા 12311 પહોંચી ગઈ છે. દેશમાં મૃત્યુઆંક 207 થયો છે. સ્વિત્ઝરલેન્ડ સરકારે કોરોના વાઈરસની અરસના પગલે 43.6 બિલિયન ડોલરના આર્થિક પેકેજની પણ જાહેરાત કરી છે. 
અમેરિકામાં નોંધાઈ રહેલા કુલ કેસમાંથી 55 ટકા કેસ ન્યૂયોર્કમાં નોંધાઈ રહ્યા છે
અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાઈરસની મોટી અસર જોવા મળી રહી છે. નોંધાયેલા કુલ કેસ અને નવા નોંધાતા કુલ કેસમાં 55 ટકા કેસ એકલા ન્યૂયોર્કમાં નોંધાઈ રહ્યા છે. અહીં તાવ અને શરદીના લક્ષણો ધરાવતા 86 ટકા લોકોએ પોતાનો ટેસ્ટ કરાવ્યો છે. અમેરિકામાં કોરોનાના કુલ 93881 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1421 છે.

તસવીર અમેરિકાના ન્યૂયોર્ક શહેરની છે અહીં 280 લોકોએ જીવ ગુમાવ્યો છે.


તુર્કીમાં મૃત્યુઆંક 92 થયો
તુર્કીમાં ગુરુવારે 17 લોકોના મોત થતા અહીં મૃત્યુઆંક 92 થયો છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 5698 થઈ છે. આરોગ્ય મંત્રી ફહરેતિન કોઝાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં અહીં 7286 લોકોની તપાસ કરવામાં આવી છે. 

કોરોના વાઈરસની દેશ પ્રમાણે સ્થિતિ

દેશ કેસ મોત
અમેરિકા 93881 1421
ચીન 81340 3292
ઈટાલી 86498 9134
સ્પેન 64059 4858
જર્મની 49344 304
ઈરાન 32332 2378
ફ્રાન્સ 29155 1696
સ્વિત્ઝરલેન્ડ 12311 207
બ્રિટન 14543 759
દ. કોરિયા 9332 139
નેધરલેન્ડ 8603 546
ઓસ્ટ્રિયા 6909 49
બેલ્જિયમ 6235 220
 કેનેડા 4043 39
તુર્કી 3629 75
પોર્ટુગલ 3544 60
નોર્વે 3372 60
ઓસ્ટ્રેલિયા 3050 13
બ્રાઝીલ 2985 77
સ્વિડન 2840 77
ઈઝરાયલ 2693 8
મલેશિયા 2031 23
ડેનમાર્ક 1877 41
ભારત 876 20

અપડેટ 

 • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કોરોના વાઈરસના સંક્રમણનો ભોગ બન્યા છે, તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 • ઈઝરાયલમાં કોરોના વાઈરસના 342 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3035 થઈ છે અને મૃત્યુઆંક 10 થયો છે.
 • યુગાંડામાં કર્ફ્યુનું ઉલ્લંઘન કરનાર બે વ્યક્તિને પોલીસે ગોળી મારી
 • ફિલિપાઈન્સમાં એકજ દિવસમાં 96 નવા પોઝિટિવ કેસ નોંધ્યા છે. આ સાથેજ પોઝિટિવ કેસની સંખ્યા 803 થઈ છે. 55 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 31 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
 • ઈથોપિયામા ચાર નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસ 16 થયા.
 • ઈન્ડોનેશિયામાં મૃત્યુઆંક 87 થયો છે, કુલ પોઝિટિવ કેસ 1046 થયા છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી