ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકન સેના નિશાના ચૂકી, સાત વર્ષમાં ઈરાક-સીરિયામાં 1300 નાગરિકોના મોત

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેન્ટાગોન - ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો, માહિતીઓ ખોટી નીકળી, ડ્રોને ખોટી જગ્યાએ બોમ્બમારો કર્યો

પેન્ટાગોનના ગુપ્તચર રિપોર્ટમાં સનસનાટી મચાવતો ખુલાસો થયો છે. ગત 7 વર્ષ દરમિયાન ઈરાક અને સીરિયામાં અમેરિકી સ્પેશિયલ ઓપરેશન હેઠળ કરાયેલા હુમલામાં 1300થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા. જોકે અમેરિકા તરફથી આ ઓપરેશનોમાં તેની હવાઇ ક્ષમતા અને અત્યાધુનિક હથિયારોની મદદથી ફક્ત આતંકી ઠેકાણા પર જ બોમ્બમારો કરાયો હોવાનો દાવો કરાતો રહ્યો છે.

અમેરિકાએ આ હુમલામાં ક્યારેય નાગરિકોના મોત થયાની વાત સ્વીકારી જ નથી. ગુપ્તચર અહેવાલ અનુસાર અનેકવાર અમેરિકાને સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતીઓ ખોટી નીકળી હતી. તેના કારણે અનેક મામલે રહેણાક વિસ્તારોમાં જ બોમ્બમારો કરી દેવાયો. જોકે અમેરિકા તરફથી ગલ્ફના દેશોમાં તેના ઓપરેશનોને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો ગણાવાતા રહ્યા. પેન્ટાગોન તરફથી જાહેરમાં હુમલામાં પારદર્શકતાનો દાવો કરાતો રહ્યો છે પણ અમુક કેસમાં જ તપાસનો વાયદો કરાયો પણ ખોટા હુમલામાં સામાન્ય નાગરિકોના મોતના કોઈ પણ કેસમાં કોઈની સામે કાર્યવાહી કરાઈ નહોતી.

7 અફઘાની બાળકોના મોતવાળા હુમલામાં કાર્યવાહી નહીં થાય
પેન્ટાગોને રવિવારે કહ્યું કે ઓગસ્ટમાં અમેરિકી સેનાના હવાઇ હુમલામાં 7 બાળકો સહિત 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે કોઈ કાર્યવાહીં નહીં કરાય. જોકે સપ્ટેમ્બરમાં અમેરિકાએ પહેલીવાર તેની ચૂક સ્વીકારી હતી. જોકે ગુપ્ત અહેવાલ અનુસાર 2018 બાદ અફઘાનમાં અમેરિકી હુમલામાં 188થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.

2016માં સીરિયામાં 85 આતંકીઓને ઠાર મરાયાનો દાવો, 120 નાગરિક મર્યા
અમેરિકાએ જુલાઈ 2016માં સીરિયાના ટોકરમાં આઈએસઆઈએસના મોટા ઠેકાણે બોમ્બમારો કરી કમાન્ડરો સહિત 85 આતંકીઓને ઠાર માર્યાનો દાવો કર્યો હતો. પણ પેન્ટાગોનના અહેવાલમાં ખુલાસો થયો છે કે અમેરિકી સેના નિશાન ચૂકી ગઇ હતી અને ગામમાં થયેલા બોમ્બમારામાં 120થી વધુ ગ્રામીણો, મહિલાઓ અને બાળકોએ જીવ ગુમાવ્યા હતા.

સર્વેલાન્સ ફોટો અને વીડિયો પર ભરોસો કરી ગ્રાઉન્ટ ઈન્ટેલિજન્સની અવગણના કરી
રિપોર્ટ અનુસાર અમેરિકી સેનાએ ઈરાક અને સીરિયામાં હુમલામાં સર્વેલાન્સ ફોટો અને ડ્રોન વીડિયો પર જરૂર કરતા વધુ વિશ્વાસ કર્યો. મોટાભાગના કેસમાં ગ્રાઉન્ડ ઈન્ટેલિજન્સની અવગણના કરાઈ. ફોટો અને વીડિયોમાં દેખાતા કાર શેડ અને દુકાનોના ઝૂંપડાઓને આતંકીઓના છુપાવાના ઠેકાણા સમજી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...