ભાસ્કર વિશેષ:અમેરિકી સેના પ્રમુખે ચીનને કહ્યું હતું - અમે તમારા પર હુમલો નહીં કરીએ, કરીશું તો પણ સમયસર એલર્ટ કરીશું

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારી રહેલા ટ્રમ્પના ઈરાદાથી અધિકારીઓ ડરી ગયા હતા

અમેરિકામાં ગત વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હારી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની અકળામણથી સુરક્ષાને લઈને ટોચના સ્તરે દહેશતનો માહોલ હતો. ચીન વિરુદ્ધ યુદ્ધ છેડવાની આશંકાથી ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. તેનાથી પરમાણુ યુદ્ધનો ખતરો ઊભો થઈ શકતો હતો.

તેને ધ્યાનમાં રાખી અમેરિકી સેના પ્રમુખ જનરલ લી ઝુઓચેંગને બે વખત ગુપ્ત કોલ કરી ભરોસો અપાયો હતો કે અમે હુમલો કરવા નથી જઈ રહ્યા. આ ખુલાસો પેરિલ નામના પુસ્તકમાં કરાયો છે જેને વૉશિંગ્ટન પોસ્ટના પત્રકાર બોબ વુડવૉર્ડ અને રોબર્ટ કોસ્ટાએ લખ્યું છે. બંને પત્રકારોએ દાવો કર્યો છે કે તેમણે 200 સૂત્રો સાથે વાતચીતના આધારે આ પુસ્તક લખ્યું છે. આગામી અઠવાડિયે લોન્ચ થનાર આ પુસ્તક અનુસાર ટ્રમ્પના કાર્યકાળમાં ચીન સાથે દેશના સંબંધો સૌથી ખરાબ સ્થિતિમાં હતા.

પ્રથમ કૉલ : આ સમય એ હતો જ્યારે દક્ષિણ ચીન સાગર અને કોરોનાને લઈને તણાવ ચરમ પર હતો. અમેરિકી ચૂંટણીથી 4 દિવસ પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2020ના રોજ મિલીએ લીને કોલ કર્યો.તેમાં ચીનના જનરલને કહ્યું કે હું તમને આશ્વાસન આપું છું કે અમેરિકા સ્થિર છે. બધું ઠીક થઈ જશે. અમે ચીન પર હુમલો કરવાના નથી. જો કરીશું તો પણ એલર્ટ કરીશું.

બીજો કૉલ : મિલીએ બીજો કૉલ 8 જાન્યુઆરીએ કર્યો. ત્યારે ટ્રમ્પ સમર્થકોએ અમેરિકી સંસદ ભવન પર હુમલો કરી દીધો હતો. ત્યારે મિલીએ લીને કહ્યું કે અમે 100 ટકા સ્થિર છીએ. બધુ ઠીક છે. અનેકવાર લોકતંત્રમાં આવી અસ્થિરતાનો દોર આવી શકે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ પણ મિલી સાથે આ મામલે ચર્ચા કરી હતી.

ટ્રમ્પે કહ્યું - જનરલ મિલીનો દાવો એક ઘડી કાઢેલી વાર્તા
ટ્રમ્પે આ સંપૂર્ણ દાવાને ઘડી કાઢેલી વાર્તા ગણાવી છે. કહ્યું કે જો સત્ય છે તો જનરલ મિલી પર દેશદ્રોહનો કેસ ચલાવો. મેં ક્યારેય ચીન પર હુમલો કરવા વિચાર્યું નહોતું. જ્યારે જનરલ મિલીને તેના પર પ્રતિક્રિયા નથી આપી. રિપબ્લિકન સેનેટર માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ બાઈડેન સમક્ષ મિલીને હટાવવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...