તાઇવાનને શક્તિશાળી બનાવશે ટ્રમ્પ:અમેરિકાની જેટ મિસાઈલોથી ચીનને નિશાન બનાવશે તાઇવાન, અમેરિકા અને તાઇવાન વચ્ચે ટૂંક સમયમાં જ થશે અબજો ડોલરની સમજૂતી

વોશિંગટનએક વર્ષ પહેલાલેખક: એડવર્ડ વોન્ગ
  • કૉપી લિંક
ફોટો જાન્યુઆરીનો છે. ત્યારે તાઇવાન સેનાએ મિલેટ્રી ડ્રિલ કરી હતી. તે દરમિયાન તાઇવાન એરફોર્સે અમેરિકાથી ખરીદવામાં આવેલ F- 16 ફાયટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. - Divya Bhaskar
ફોટો જાન્યુઆરીનો છે. ત્યારે તાઇવાન સેનાએ મિલેટ્રી ડ્રિલ કરી હતી. તે દરમિયાન તાઇવાન એરફોર્સે અમેરિકાથી ખરીદવામાં આવેલ F- 16 ફાયટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો.
  • ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, તાઇવાન અને યુએસ વચ્ચેના સંરક્ષણ સમજૂતીને થોડા અઠવાડિયામાં જ યુએસ સંસદ દ્વારા મંજૂરી મળી શકે છે
  • યુએસ જેટ મિસાઇલો મિનિટોમાં ચીનના કોઈપણ ભાગને નષ્ટ કરી શકે છે, આ સમજૂતીમાં કુલ સાત પેકેજ હશે

ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર ખૂબ કડક વલણ અપનાવી રહ્યા છે. ચીનને દક્ષિણ ચીન સમુદ્રમાં ઘેરી લેવાની અમેરિકા કોઈ તક છોડવા માંગતું નથી. અમેરિકા અને તાઇવાન ટૂંક સમયમાં સમજૂતીને અંતિમ રૂપ આપશે. આ અબજો ડોલરના સંરક્ષણ કરાર હેઠળ તાઇવાનને એવી મિસાઇલો પણ પ્રાપ્ત થશે, જે ચીનના કોઈપણ ભાગને મિનિટોમાં નષ્ટ કરી દેશે. ચીન અનેક વખત તાઇવાનને હથિયારોના વેચાણનો સખ્ત વિરોધ કર્યો છે. જો કે અમેરિકાએ દરેક વિરોધને અવગણ્યો છે.

ટ્રમ્પ સરકાર આ ડીલનો ડ્રાફ્ટ સંસદ સમક્ષ મૂકશે. માનવામાં આવે છે કે તેને થોડા જ અઠવાડિયામાં મંજૂરી આપવામાં આવશે.

કાયદામાં સુધારો કરવો પડશે
અમેરિકાના કાયદા મુજબ, અત્યાર સુધી માત્ર તાઇવાનને ફક્ત બચાવ કરનારા સંરક્ષણ હથિયારો જ વેચવામાં આવતા હતા. તાઇવાનમાં રાષ્ટ્રપતિ સેઇ ઈંગ વેનની સરકાર છે, જેને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ચૂંટણીના સમયમાં ટ્રમ્પ સાબિત કરવા માગે છે કે ચીન પ્રત્યેનું તેમનું વલણ ખૂબ કડક છે કારણ કે તે અમેરિકા અને તેના મિત્ર દેશોને પડકાર ફેંકી રહ્યું છે. ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે શી જિનપિંગની સરકાર લોકો પર દમન કરી રહી છે. તેઓ શિનજિયાંગ અને હોંગકોંગના ઉદાહરણો આપે છે.

સંસદ સરળતાથી સમજૂતીને મંજૂરી આપશે
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ અમેરિકી સંસદમાં તાઇવાનનું સમર્થન વધ્યું છે. ડેમોક્રેટ્સ પણ તાઇવાનને સમર્થન આપે છે. તેથી, તે નિશ્ચિત છે કે યુએસ સંસદ આ સમજૂતીને મંજૂરી આપવા પીછેહટ નહીં કરે. ઘણા દાયકા પછી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો બગડ્યા છે. વેપાર, ટેકનોલોજી, ડિપ્લોમેસી, લશ્કરી અને જાસૂસી બાબતે બંને દેશો વચ્ચે ગંભીર સંઘર્ષ ચાલી રહ્યું છે.

આ સમજૂતીમાં સૌથી મહત્વની વાત કઈ
સમજૂતી દ્વારા અમેરિકા તાઇવાનને AGM-84H/K SLAM-ER મિસાઇલ આપશે. હવાથી જમીન પર મારકક્ષમતા ધરાવતી આ મિસાઈલ બોઇંગ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તે ચીનના કોઈપણ ભાગ પર સચોટ નિશાન સાધી શકે છે. તાઇવાનની દરિયાઇ સરહદ પર ચીન દબાણ વધારી રહ્યું છે. આ મિસાઇલ પ્રાપ્ત કર્યા પછી તાઇવાન પળવારમાં જ ચીનના કોઈપણ યુદ્ધ જહાજને નષ્ટ કરી શકશે. અમેરિકાએ ગયા વર્ષે તાઇવાનને 66 એફ -16 વેચવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

તાઇવાનને પણ આ શસ્ત્રો મળશે
હાઇક્વોલિટી સર્વેલન્સ ડ્રોન, રોકેટ આર્ટિલરી સિસ્ટમ, હાર્પૂન એન્ટી શિપ મિસાઇલો, અને દરિયામાં પાથરવામાં આવતા લેન્ડમાઇન્સ. એશિયન બાબતોના નિષ્ણાત બોની ગ્લેઝર કહે છે - અમેરિકાએ તાઇવાનને કહ્યું છે કે તેમની સેનાને વધુ સારી તાલીમ પ્રદાન કરાવશે. તેથી, શસ્ત્રોનો યોગ્ય ઉપયોગ સમયસર કરી શકાય. અમેરિકાના આ પગલાથી ચીનને આંચકો લાગ્યો છે. ચીની નૌકાદળ બે મહિનાથી દક્ષિણ ચીન સમુદ્રમાં અભ્યાસ કરી રહ્યું છે. ગુરુવારે તેના બે લડાકુ વિમાનો તાઈવાનના એરસ્પેસમાં પહોંચી ગયા હતા.

ચીન શું કરશે
શી જિનપિંગ પાસે વધુ વિકલ્પો નથી. સમજૂતીમાં સામેલ લોકહિડ માર્ટિન કંપની પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. જોકે તેનો ચીન સાથે કોઈ વ્યવસાય નથી. બોઇંગના જેટને ચીન ખરીદે છે. જેના પર જિનપિંગ પ્રતિબંધ લગાવી શકે છે. જો કે, કોઈ અન્ય કંપની બોઇંગ જેવા એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી નથી. જેથી જિનપિંગ પાસે વિકલ્પ નથી. એકંદરે, અમેરિકા અને તાઇવાનની ડિફેન્સ સમજૂતીનો વિરોધ કરવા સિવાય ચીન પાસે અન્ય કોઈ રસ્તો નથી.

અન્ય સમાચારો પણ છે...