• Gujarati News
  • International
  • U.S. Intelligence Report Claims 3 Researchers At Wuhan Lab Found Symptoms, Treated Months Before Corona Outbreak

ભાસ્કર વિશેષ:અમેરિકી ગુપ્તચર રિપોર્ટમાં દાવો- કોરોના ફેલાવાના મહિના પહેલાં વુહાન લેબના 3 સંશોધકોમાં લક્ષણ મળ્યાં હતાં, સારવાર થઈ હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુટિલ ચીને જણાવ્યું કે વાઇરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં મળ્યો હતો તે જૂઠાણું હતું

વિશ્વમાં જ્યારે કોરોના અંગે કોઈ જાણકારી નહોતી તેના લગભગ 1 મહિના પહેલા ચીનની વુહાન લેબના 3 સંશોધકો બીમાર પડી ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક અમેરિકી ગુપ્તચર રિપોર્ટમાં પૂરતા પુરાવા સાથે આ અંગેનો ખુલાસો કરાયો છે.

વુહાન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના ત્રણ સંશોધકો નવેમ્બર 2019માં બીમાર થઈ ગયા હતા. અમેરિકી અખબાર વર્લ્ડ સ્ટ્રેટ જનરલના અહેવાલ મુજબ આ રિપોર્ટમાં બીમાર સંશોધકોની સંખ્યા, બીમાર થવાનો અને હોસ્પિટલ જવાનો સમય તથા કોરોના જેવા લક્ષણ સંબંધિત વિસ્તૃત માહિતી છે. જ્યારે ચીને ડબલ્યુએચઓને કહ્યું હતું કે વુહાનમાં કોરોનાનો પ્રથમ કેસ 8 ડિસેમ્બર 2019ના રોજ મળ્યો હતો.

આ અહેવાલ એવા સમયે આવ્યો છે કે જ્યારે ડબલ્યુએચઓ કોરોના વાઇરસની ઉત્પત્તિ અંગે આગામી તબક્કાની તપાસ અંગે બેઠક યોજવા જઈ રહ્યું છે. આ પહેલા ડબલ્યુએચઓની ટીમે વુહાનનો પ્રવાસ કરી ચીનને ક્લીનચીટ આપી હતી. હાલમાં જ અમેરિકાના 18 વિજ્ઞાનીઓએ પત્ર લખી અમેરિકા તથા અન્ય દેશોમાંથી કોરોનાની ઉત્પત્તિની ઊંડી તપાસ કરવા માંગ કરી છે. આ વિજ્ઞાનીઓએ તર્ક આપ્યો છે કે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે કોરોના વાઇરસ લેબમાંથી લીક થયો છે.

તમામ વિજ્ઞાની સોર્સ પરિવારના વાઇરસનો ઊંડો અભ્યાસ કરી રહ્યાં છે. બીજી બાજુ અમેરિકી પ્રમુખ બાઈડેનના ટોચના તબીબી સલાહકાર એન્થોની ફોસીએ કહ્યું છે કે કરોડો લોકોને અડફેટમાં લેનાર વાઇરસ પોતાની રીતે ઉત્પન્ન થયો હોય તેવું તેઓ માનતા નથી. અમેરિકાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે કહ્યું છે કે બાઇડેન વહીવટી તંત્રને કોરોનાની ઉત્પત્તિ અને પ્રારંભિક દિવસો અંગે ઘણી ચિંતા છે.

તમામ તથ્ય સાબિતી આપી રહ્યાં છે કે વાઇરસ ચીનની લેબમાંથી નીકળ્યો છે
ન્યૂયોર્ક ટાઈમ્સમાં સાયન્સ એડિટર રહી ચૂકેલા નિકોલસ વેડના જણાવ્યા મુજબ માણસમાં કોરોના વાઇરસ ફેલાવવાના વાસ્તવિક તથ્યોને ચીનમાં સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટીએ તોડી-મરોડીને રજૂ કર્યા છે. ચીનનો પ્રોપેગંેડા કામ કરી ગયો. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આંખ બંધ કરીને ચીનના એજન્ડાને આગળ વધાર્યો. આપણે બધા જાણીએ છીએ કે વાઇરસની ઉત્પત્તિની બે સંભવિત સ્થિતિ છે. જો તમામ પુરાવા જોઈએ તો લેબમાંથી વાઇરસ બહાર આવવાની વાત સાબિત થાય છે.