અમેરિકામાં મંદીના ભણકારા:US સેન્ટ્રલ બેન્કે 1994 પછી પહેલીવાર વ્યાજદરમાં 0.75%નો વધારો કર્યો, ભારતીય શેરબજારમાં નેગેટિવ અસર

વોશિંગ્ટન20 દિવસ પહેલા
  • 28 વર્ષ પછી પહેલીવાર વ્યાજદર વધાર્યા
  • રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે
  • મોંઘવારી હજી વધશે એવી શક્યતા છે

ફેડરલ રિઝર્વે વધતી મોંઘવારી સામે મોટો નિર્ણય લીધો છે. ફેડરલ રિઝર્વએ લગભગ 28 વર્ષમાં સૌથી વધુ આક્રમક તરીકે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હતી. ફેડરલ દ્વારા ધિરાણદરમાં 0.75 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ફેડની નીતિ ઘડનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ફુગાવાને તેના 2 ટકાના ઉદ્દેશ પર પરત લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય શેરબજાર પર આ વ્યાજદરમાં કરવામાં આવેલા વધારાની નેગેટિવ અસર જોવા મળી રહી છે.

મોંઘવારીનો સામનો કરવાનો પ્રયાસ
તમને જણાવી દઈએ કે અમેરિકામાં મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર છે. મે મહિનામાં મોંઘવારી દર 8.6 ટકા નોંધાયો હતો. આવી સ્થિતિમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં કેન્દ્રીય બેંકે 0.5 ટકાના વધારાને મંજૂર કરવા તૈયાર હતી, પરંતુ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફુગાવામાં ઝડપી વૃદ્ધિએ ફેડરલ રિઝર્વને પાછળ ધકેલી દીધી છે. નવેમ્બર 1994 પછી આવા વધારો કરવામાં આવ્યો છે.

અમેરિકામાં મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર છે.
અમેરિકામાં મોંઘવારી 40 વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર છે.

ફેડરલના અધ્યક્ષ ટૂંક સમયમાં માહિતી આપશે
ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલ કેન્દ્રીય બેંકની યોજનાઓ પર વધુ વિગતો આપવા માટે મીટિંગ પછી ટૂંક સમયમાં એક પ્રેસ-કોન્ફરન્સ કરશે, જે આગામી બેઠકોમાં નીતિ નિર્માતાઓ વધુ આક્રમક બને તેવા સંકેત તરીકે જોવામાં આવશે. સમિતિના સભ્યો હવે ફેડરલ ફંડ દરને 3.4 ટકા પર સમાપ્ત થતા જોઈ રહ્યા છે, જે સરેરાશ ત્રિમાસિક અનુમાન મુજબ માર્ચના 1.9 ટકાના અંદાજથી વધારે છે. તેઓ અપેક્ષા પણ રાખે છે કે ફેડનો ફુગાવો ઇન્ડેક્સ વર્ષના અંત સુધીમાં વધીને 5.2 ટકા થઈ જેશે, જેમાં જીડીપીની વૃદ્ધિ 2022માં અગાઉના 2.8 ટકાના અનુમાન કરતાં ઘટીને 1.7 ટકા થઈ જશે.

ફેડરલના અધ્યક્ષ જેરોમ પોવેલ ટૂંક સમયમાં એક પ્રેસ-કોન્ફરન્સ કરશે.
ફેડરલના અધ્યક્ષ જેરોમ પોવેલ ટૂંક સમયમાં એક પ્રેસ-કોન્ફરન્સ કરશે.

રશિયા અને યુક્રેન યુદ્ધ મુશ્કેલીઓમાં વધારો કર્યો
FOMCએ નોંધ્યું હતું કે યુક્રેન પર રશિયાના યુદ્ધની અસરને કારણે ફુગાવો વધી રહ્યો છે તેમજ આ યુદ્ધના કારણે વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ રહી છે. ચીનમાં ચાલુ કોવિડ-19 લોકડાઉન અને જીરો કોરોના પોલિસીમાંથી પરિસ્થિતિ સુધરી રહી છે. આવી સ્થિતિમાં મોંઘવારી હજી વધશે તેવી શક્યતા છે.

જુલાઈમાં ફરીથી વધારાની શક્યતા
આ સાથે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં આગળ પણ વધારાનો સંકેત આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ફેડ જુલાઈમાં ફરીથી 0.75 ટકાનો વધારી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ફેડ પાસે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી ઉકેલો છે.

અન્ય સમાચારો પણ છે...