વિસ્કોન્સિન ડબલ મર્ડર:અમેરિકા : ‘વંશીય હત્યારો’ મુક્ત, માર્ગો પર દેખાવો, શહેરોમાં રમખાણ’

વોશિંગ્ટન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈડેને નિર્ણયનો વિરોધ કર્યો, ટ્રમ્પનું સમર્થન

અમેરિકાની એક કોર્ટે બે લોકોની હત્યા કરવા અને એક વ્યક્તિને ગંભીરરૂપે ઘાયલ કરવાના આરોપી કાઈલ રિટ્ટનહાઉસને દોષમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. વંશીય હત્યારા તરીકે ચર્ચિત 18 વર્ષીય કાઇલે ગત વર્ષે વિસ્કોન્સિનમાં બ્લેક લાઈવ્સ મેટરના સમર્થનમાં ચાલી રહેલા દેખાવો દરમિયાન ગોળીબાર કર્યો હતો.

કોર્ટનો નિર્ણય આવ્યા બાદ અમેરિકામાં ગન કલ્ચર, વંશીય ભેદભાવ અને કથિત આત્મરક્ષાના અધિકારની મર્યાદાઓને લઈને ડિબેટ છેડાઈ છે. અમેરિકાનાં અનેક રાજ્યોમાં લોકો આ નિર્ણયના વિરોધમાં માર્ગો પર ઉતરી આવ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. જોકે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચુકાદાનું સમર્થન કરી કાઈલને શુભેચ્છા પાઠવી હતી.

ચુકાદાનો વિરોધ, તેને શ્વેત સમર્થન ગણાવાયું
ચુકાદાનો વિરોધ કરનારા લોકોએ તેને શ્વેત સમર્થક ગણાવ્યું છે. રિપબ્લિકન સેનેટર ટોમ કોટને રાષ્ટ્રપતિ બાઇડેનને જાહેરમાં માફી માગવા કહ્યું છે. તેમનો આરોપ છે કે બાઇડેને કાઈલને વંશીય હત્યારો ગણાવ્યો હતો.

અમેરિકાના ચહેરા પર લાખો વાર તમાચા
​​​​​​​ન્યુયોર્કમાં એક સભામાં વક્તાઓએ કહ્યું કે આ ચુકાદો અમેરિકાના ચહેરા પર લાખો વખત તમાચા સમાન છે. તેમણે કહ્યું કે અમેરિકામાં આજે જો કોઈ અશ્વેતોનું સમર્થન કરે તો તેને સિસ્ટમ વિરુદ્ધ મનાય છે.

બ્લેક લાઈવ્સ મેટરને તમામ વર્ગોનું સમર્થન
અમેરિકામાં શુક્રવારે આવેલા આ ચુકાદા બાદ અશ્વેતોના સમર્થનમાં બ્લેક લાઈવ્સ મેટર ફરી ગરમાયું. આ વખતે પણ બ્લેક લાઈવ્સ મેટરને તમામ વર્ગોનું સમર્થન મળી રહ્યું છે. દેખાવોમાં મોટી સંખ્યામાં શ્વેત સમર્થન આપી ભાગ લઈ રહ્યા છે.

શિકાગોમાં દુકાનોમાં લૂંટ અને આગચંપી
કાઈલને મુક્ત કરાયા બાદ અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટ સમર્થક આમને-સામને આવી ગયા છે. ન્યુયોર્ક સહિત અનેક શહેરોમાં કોર્ટના નિર્ણયના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. શિકાગોની અનેક દુકાનોમાં લૂંટ અને આગચંપીની ઘટનાઓ બની રહી છે. પોર્ટલેન્ડમાં રમખાણો શરૂ થઇ ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...