• Gujarati News
  • International
  • US Drone Strikes Update; Kabul News | US Drone Strikes On ISIS Terrorist Over Afghanistan Kabul Airport Blast

અમેરિકાનો ISIS-ખુરાસાનથી બદલો:કાબુલ ધમાકાઓના માસ્ટરમાઇન્ડને ઠાર કર્યો; પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલા નંગરહાર પ્રાંતમાં ડ્રોનથી હુમલો કર્યો

2 મહિનો પહેલા

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISIS-ખુરાસાન(ISIS-K) ગ્રુપનાં ઠેકાણાં પર ડ્રોનથી હુમલા કર્યા છે. આ હુમલા અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કરવામાં આવ્યા છે, જે પાકિસ્તાનની સરહદની નજીક આવેલો છે અને જેને ISISનો ગઢ માનવામાં આવે છે. આ અમેરિકી હુમલામાં કાબુલ ધમાકાઓનો માસ્ટરમાઈન્ડ માર્યો ગયો છે. અમેરિકી રક્ષા વિભાગના હેડક્વાર્ટર પેન્ટાગન તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી રાઇટર્સ પ્રમાણે, અમેરિકી ડ્રોનના મધ્ય-પૂર્વની કોઈ અજાણ્યા લોકેશનથી રાત્રે ઉડાન ભરી હતી અને ISIS-Kના આતંકવાદીને એ સમયે નિશાનો બનાવ્યો જ્યારે તે તેના સહયોગીઓ સાથે કારમાં સવાર હતો, તે બંને અમેરિકી હુમલામાં માર્યા ગયા હતા.

ન્યૂઝ એજન્સી પ્રમાણે, અમેરિકા ડ્રોને પૂર્વી નંગરહારના કલા-એ-નધરક જિલ્લામાં હુમલા કર્યા હતા.
ન્યૂઝ એજન્સી પ્રમાણે, અમેરિકા ડ્રોને પૂર્વી નંગરહારના કલા-એ-નધરક જિલ્લામાં હુમલા કર્યા હતા.

કાબુલ ધમાકાઓ પછી અમેરિકાએ આપી હતી ચેતવણી
ગુરુવારે ISIS-Kએ કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કર્યો ત્યારે અમેરિકાના 13 સૈનિક સહિત 170 લોકો માર્યા ગયા હતા. ત્યાર બાદ અમેરિકાએ ચેતવણી આપી હતી કે કાબુલ હુમલાનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓને શોધીને મારી નાખવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે તેઓ કાબુલ એરપોર્ટ પરના હુમલાથી વાકેફ છે અને તેમને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ જડબાંતોડ જવાબ આપવામાં આવશે. 36 કલાકની અંદર અમેરિકાએ ગઈકાલે રાત્રે ISIS-ખુરાસાન ગ્રુપના ટાર્ગેટ પર ડ્રોન હુમલા કર્યા હતા.

કાબુલ એરપોર્ટ પર ફરી ISIS હુમલો કરી શકે છે
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન વચ્ચે કાબુલ એરપોર્ટ પર એક વધુ આતંકી હુમલાનું જોખમ રહેલું છે. અમેરિકાએ પોતાના નાગરિકોને કહ્યું છે કે તે કાબુલ એરપોર્ટથી તરત ખસી જાય, કેમ કે ત્યાં ISIS ફરીથી હુમલો કરી શકે છે. અમેરિકી દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા એલર્ટમાં કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ અને નોર્થ ગેટને લઈ ખાસચેતવણી આપવામાં આવી છે.

ISIS-K શું છે?
ISIS-Kનું નામ પૂર્વોત્તર ઇરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તરી અફઘાનિસ્તાનમાં આવતા વિસ્તારો પરથી રાખવામાં આવ્યું છે. આ સંગઠન સૌપ્રથમ 2014માં પૂર્વી અફઘાનિસ્તાનમાં સક્રિય થયું હતું. તેણે વર્ષોથી પૂર્વી અફઘાનિસ્તાનમાં તેની હાજરીનો અનુભવ કરાવ્યો છે. ખાસ કરીને અફઘાનિસ્તાનના નંગરહાર અને કુનાર પ્રાંતોમાં તેની સારી પહોંચ છે. આ સંગઠને કાબુલમાં સ્લીપર સેલ તહેનાત કર્યા છે, જેણે 2016થી કાબુલ અને બહાર મોટી સંખ્યામાં આત્મઘાતી હુમલા કર્યા છે. ISIS-K શરૂઆતમાં માત્ર પાકિસ્તાનને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં જ મર્યાદિત હતું, પરંતુ હવે તે જાજ્વાન અને ફરયાબ સહિત ઉત્તરી પ્રાંતોમાં બીજું મુખ્ય જૂથ બની ગયું છે.

ISISનું ખુરાસાન ગ્રુપ તાલિબાનનું વિરોધી છે
ISIS અને તાલિબાન બંને કટ્ટર સુન્ની ઈસ્લામિક આતંકી છે, તોપણ બંને એકબીજાના વિરોધી છે. ISIS-K અને તાલિબાન વચ્ચે ઘણા મુદ્દે એકબીજાના વિરોધીઓ છે. ISISએ તાલિબાન પર આરોપ લગાવ્યો છે કે તેઓ જિહાદ અને યુદ્ધનું મેદાન છોડીને દોહા અને કતારની મોટી હોટલોમાં બેસીને શાંતિથી સમજૂતી કરે.

કાબુલ ધમાકાઓ પાછળ ISIS-Kનું આ લક્ષ્ય હતું
BBCના એક્સપર્ટ મિના અલ-લામી પ્રમાણે, કાબુલ બ્લાસ્ટ મારફત ISIS, તાલિબાનની ઈમેજ ખરાબ કરવા માગે છે. તેને પડકાર આપવા માગે છે. આ હુમલાનો સૌથી પરેશાન કરનારો મુદ્દો એ છે કે એલર્ટ મળ્યા પછી પણ તેને ટાળવામાં ના આવ્યો. આ અમેરિકા અને તાલિબાનને ISIS-Kને સીધો પડકાર છે.

અન્ય સમાચારો પણ છે...