• Gujarati News
  • International
  • US Defense Industry Crisis Without Indian Talent, Green Card Barriers To Science Talents Will Be Removed

ભાસ્કર વિશેષ:ભારતીય ટેલેન્ટ વિના અમેરિકી ડિફેન્સ ઇન્ડસ્ટ્રી સંકટમાં, સાયન્સની પ્રતિભાઓ માટે ગ્રીન કાર્ડનો અવરોધ હટશે, ચીનને રોકવાનો ઉદ્દેશ

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના 50થી વધુ રાષ્ટ્રીય સુરક્ષા અગ્રણીઓએ અમેરિકી સંસદને પત્ર લખીને ચેતવી

અમેરિકામાં વિદેશી પ્રોફેશનલ્સને રોકવાની નીતિ હેઠળ ગ્રીન કાર્ડ વિઝા મર્યાદિત કરવાના માઠા પરિણામ દેખાવા લાગ્યા છે. પ્રોફેશનલ્સની અછતને કારણે અમેરિકી ડિફેન્સ અને સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ખોખલી થઇ રહી છે. અમેરિકી નિષ્ણાતોને ડર છે કે ટેલેન્ટના અભાવે અમેરિકા ટેક્નોલોજીની દુનિયામાં વર્ચસ્વ ગુમાવી બેસશે.

આ સંજોગોમાં અમેરિકી સંસદ ‘સ્ટેમ’ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) પ્રતિભાઓને આકર્ષવા ઉચ્ચ ટેક્નિકલ ડિગ્રીધારકોને ગ્રીન કાર્ડ લિમિટમાં છૂટછાટો આપવા ગંભીરતાથી વિચારી રહી છે, જેથી ચીન પર અમેરિકી વિજ્ઞાન અને ટેક્નોલોજીનો દબદબો જાળવી શકાય. 50થી વધુ પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ સંસદને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પ્રોફેશનલ્સની અછતને કારણે કેટલાક મહત્વના સંરક્ષણ ઉદ્યોગ અને સેમીકંડક્ટર ઇન્ડસ્ટ્રી અબજો ડોલરના રોકાણ છતાં ઉડાન ભરવામાં નિષ્ફળ રહી છે.

આ અમેરિકી સંકટને એ રીતે સમજીએ કે અમેરિકાના એરિઝોના સ્ટેટમાં એન્જિનિયર્સની અછતને કારણે તાઇવાન સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીનું કામ લક્ષ્યથી ઘણું પાછળ ચાલી રહ્યું છે. આ પ્લાન્ટ પાછળ અંદાજે 1 લાખ કરોડ રૂ.નું રોકાણ થયું છે. અમેરિકી સેમીકંડક્ટર કંપનીઓએ કામ આઉટસોર્સ કરવું પડે છે. વિદેશી ટેલેન્ટની અછત દૂર કરવા માટે કરાઇ રહેલા સુધારાનો સૌથી વધુ લાભ ભારતીયોને મળી શકે છે, કેમ કે ભારત અમેરિકાને સાયન્સ-ટેક્નોલોજીના ક્ષેત્રમાં સૌથી વધુ ટેલેન્ટ પૂરી પાડતા ટોચના બે દેશ પૈકી એક છે.

અમેરિકી સંસદને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે ચીન અમેરિકા માટે હાલ મુખ્ય પ્રતિસ્પર્ધી છે. વૈશ્વિક ‘સ્ટેમ’ ટેલેન્ટ વિના અમેરિકા માટે આ લડાઇ જીતવી મુશ્કેલ બનશે. સ્ટેમ પીએચ.ડી. ગ્રેજ્યુએટ્સને ગ્રીન કાર્ડ કેપથી છૂટ આપવામાં આવે અને ‘સ્ટેમ’ માસ્ટર ડિગ્રી ગ્રેજ્યુએટ્સને પણ સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ જેવા સુરક્ષા સંબંધી મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં કામ કરવાની શરતે છૂટ આપવામાં આવે.

ડિફેન્સમાં 50%, સેમીકંડક્ટર ઇન્ડ.માં 63% વિદેશી, જેમાં ભારતીયોનું વર્ચસ્વ
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકી પ્રતિસ્પર્ધા અધિનિયમમાં આ જોગવાઇ સામેલ કરાયા બાદ ભારત ઘણું બધું મેળવશે. હાલ સંરક્ષણ ઔદ્યોગિક ક્ષેત્રમાં 50% ઉચ્ચ ડિગ્રીધારકો વિદેશી છે. સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં આ આંકડો 63% છે. બીજી તરફ ઇમિગ્રન્ટ્સ પર કડકાઇને પગલે અમેરિકામાં રહેતા પ્રોફેશનલ્સ કેનેડા જેવા દેશો તરફ વળ્યા છે. 2017થી 2019 દરમિયાન આ ટ્રેન્ડ 128% વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...