તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • U.S. Court Rejects Trump's Proposal To Increase Citizenship Fee, Judge Jeffrey White Says Trump Administration Fails To Justify Its Decision

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:US કોર્ટે સિટિઝનશિપ ફી વધારવાનો ટ્રમ્પનો પ્રસ્તાવ અટકાવ્યો, જજ જેફરી વ્હાઇટે કહ્યું- ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ રહ્યું

સાન ડિયાગો7 મહિનો પહેલા
શરણ ઇચ્છતા લોકોએ કામ કરવાની મંજૂરી માટે 550 ડોલર અને બાયોમેટ્રિક માહિતી માટે 30 ડોલર ચૂકવવાના રહેશે. - Divya Bhaskar
શરણ ઇચ્છતા લોકોએ કામ કરવાની મંજૂરી માટે 550 ડોલર અને બાયોમેટ્રિક માહિતી માટે 30 ડોલર ચૂકવવાના રહેશે.

અમેરિકાની એક કોર્ટે નાગરિકત્વ તથા ઇમિગ્રેશનના અન્ય લાભો માટે ફીમાં ભારે ભરખમ વધારાનો પ્રસ્તાવ અમલમાં આવવાના 3 દિવસ પહેલાં અટકાવી દીધો છે. જજ જેફરી વ્હાઇટે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ રહ્યું છે. વ્હાઇટની નિમણૂક તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે કરી હતી.

નોંધનીય છે કે અમેરિકામાં નાગરિકત્વ, ગ્રીનકાર્ડ તથા હંગામી વર્ક વિઝા આપવા માટે જવાબદાર એજન્સી અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા ફીમાં સરેરાશ 20 ટકા વૃદ્ધિ કરાઇ છે. આ ફેરફારોમાં શરણ માટે અરજી કરનારા પાસેથી 50 ડોલરની વન ટાઇમ ફી લેવાનું સામેલ છે.

તદુપરાંત, શરણ ઇચ્છતા લોકોએ કામ કરવાની મંજૂરી માટે 550 ડોલર અને બાયોમેટ્રિક માહિતી માટે 30 ડોલર ચૂકવવાના રહેશે. નેચરલાઇઝ્ડ સિટિઝન બનવા માટેની ફી 640 ડોલરથી વધારીને 1,170 ડોલર કરવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો