તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન લેશો તો માસ્કથી આઝાદી:અમેરિકામાં ફુલ વેક્સિનેટેડ થઈ ચૂકેલા લોકો માસ્ક વગર ઘરેથી નીકળી શકશે, અમુક નિયમોનું પાલન જરૂરી

5 મહિનો પહેલા
અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન.

અમેરિકામાં સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ મંગળવારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. CDCએ કહ્યું હતું કે એવા લોકો જેમણે વેક્સિનનો પૂરો ડોઝ લીધો છે તેઓ ઘરની બહાર માસ્ક વગર નીકળી શકે છે. જોકે આવા લોકો નાના ગ્રુપમાં જ મળી શકે છે, તેમને ભીડ ભેગી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પહેલાં ઈઝરાયેલે પણ આવો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યાં પણ અમુક નિયમો સાથે માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. ઈઝરાયેલમાં અંદાજે 60 ટકા લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થઈ ચૂક્યા છે.

લોકોને હવે આરામનો અનુભવ થઈ રહ્યો છે
અમેરિકાનું ન્યૂઝપેપર ધી હિલના એક રિપોર્ટ પ્રમાણે, CDCના ડિરેક્ટર રોશેલ વેલનેસ્કીએ વ્હાઈટ હાઉસની પ્રેસ-કોન્ફરન્સમાં આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ કે જે લોકો ફુલી વેક્સિનેટેડ થઈ ગયા છે તેઓ હવે આરામદાયક સ્થિતિનો અનુભવ કરે. આવા લોકોને ગ્રુપમાં ભેગા થવાની મંજૂરી આપવામાં આવી રહી છે, પરંતુ એમાં એટલી શરત છે અમુક લોકો ફુલ વેક્સિનેટેડ અને અમુક લોકો હાફ વેક્સિનેટેડ હોવા જોઈએ.
વેક્સિનેશન કરાવી લીધેલા લોકો રેસ્ટોરામાં ગ્રુપ બનાવીને જમી શકે છે. આ દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત નથી.

બે સપ્તાહની શરત
રિપોર્ટ પ્રમાણે, ફુલી વેક્સિનેટેડ માત્ર તેમને માનવામાં આવે છે જેમણે તેમની વેક્સિનના બંને ડોઝ પૂરા કર્યાને બે સપ્તાહ થયાં હોય. ફાઈઝર-બાયોએનટેક સિવાય મોડર્ના વેક્સિનના બે ડોઝ છે, જ્યારે જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનનો માત્ર એક જ ડોઝ લગાવવામાં આવે છે.
CDCનું કહેવું છે કે વેક્સિનનો અર્થ એ છે કે તમે લો-રિસ્ક ઝોનમાં છો. તમે અમુક લોકોની સાથે બેસી શકો છો. જેમાંથી અમુક લોકોએ વેક્સિનનો સંપૂર્ણ ડોઝ પૂરો કર્યો નથી, પરંતુ એ ગ્રુપ નાનું હોવું જોઈએ. અમેરિકામાં અંદાજે 42 ટકા લોકો એવા છે જેમણે ઓછામાં ઓછો વેક્સિનનો એક ડોઝ લીધો હોય, તેમાંથી 30 ટકા એવા હોવા જોઈએ જેમણે વેક્સિનના બંને ડોઝ લીધા હોય.

પોતાનું ધ્યાન જાતે રાખો
CDCએ કહ્યું હતું કે એવા લોકો જેમણે વેક્સિન લઈ લીધી છે તેમણે પણ પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. માસ્ક પહેર્યા વગર ઘરથી બહાર નીકળતાં પહેલાં તેમણે ધ્યાન રાખવું જરૂરી છે કે તેમના પરિવાર કે કોમ્યુનિટીને કોઈ જોખમ તો નથીને. જો વેક્સિનેટેડ લોકો વધારે ભીડવાળી જગ્યાએ અથવા ઈન્ડોર આઉટિંગ પર જતા હોય તો તેમણે માસ્ક પહેરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...