તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:અમેરિકા: યુનિ.ઓની શરતથી વિદેશી વિદ્યાર્થીઓની ચિંતા વધી

ન્યુયોર્ક8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • WHO દ્વારા મંજૂર રસી લીધી હોય તો જ કેમ્પસમાં એન્ટ્રી

25 વર્ષની ભારતીય વિદ્યાર્થિની મિલોની દોશી અમેરિકાની કોલંબિયા યુનિ.માંથી માસ્ટર ડિગ્રી કરવા જઇ રહી છે. તે ભારતમાં બનેલી કોવેક્સિનના બંને ડોઝ લઇ ચૂકી છે અને કેમ્પસમાં જવા તૈયાર છે પણ અમેરિકી યુનિવર્સિટીઓની એક શરતે તેની ચિંતા વધારી છે.

400થી વધુ યુનિવર્સિટીઓએ કોરોના વેક્સિન લઇ ચૂકેલા સ્ટુડન્ટ્સને જ કેમ્પસમાં એન્ટ્રીની મંજૂરી આપી છે. પણ તેમની એક શરત ભારતના સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી બની છે. શરત એ છે કે વેક્સિનને ડબલ્યુએચઓની મંજૂરી અનિવાર્ય છે. બસ આ શરત મિલોની જેવા સ્ટુડન્ટ્સ માટે માથાનો દુખાવો બની છે, કેમ કે કોવેક્સિનને ડબલ્યુએચઓએ મંજૂરી નથી આપી.

રશિયા અને ચીનના સ્ટુડન્ટ્સ સાથે પણ આવું જ થયું છે. ડબલ્યુએચઓએ અમેરિકામાં માત્ર ફાઇઝર, મોડર્ના અને જોનસન એન્ડ જોનસનની રસીને જ મંજૂરી આપી છે. બીજી તરફ કોલંબિયા યુનિ.એ મિલોનીને કહ્યું છે કે ત્યાં પહોંચીને ફરી વેક્સિન લેવી પડશે. તેનાથી મિલોની ડરી ગઇ છે. તે કહે છે, ‘મને એ વાતનો ડર છે કે ફરી વેક્સિન લેવી યોગ્ય છે કે નહીં અને તે કેટલું સુરક્ષિત ગણાશે?’

મૂળે યુનિવર્સિટીઓએ સ્થાનિક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પોલિસી તો બનાવી દીધી પણ કમાણીમાં સૌથી વધુ હિસ્સો આપતા વિદેશી સ્ટુડન્ટ્સને ભૂલી ગઇ. ભારતથી દર વર્ષે અંદાજે 2 લાખ સ્ટુડન્ટ્સ અમેરિકા ભણવા જાય છે. કોરોના મહામારી પૂર્વે અમેરિકાની યુનિવર્સિટીઓએ વિદેશી સ્ટુડન્ટ્સના ટ્યૂશન ખર્ચથી 3,900 કરોડ ડોલર (અંદાજે 2.88 લાખ કરોડ રૂ.)ની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...