રશિયા યુક્રેન યુદ્ધ અપડેટ્સ:અમેરિકાનો દાવો- પુતિન યુદ્ધને લાંબુ ચલાવવા માગે છે, યુક્રેન બાદ બીજા દેશો પર પણ પુતિનની નજર

કિવ/મોસ્કો12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મારિયુપોલ સ્ટીલ પ્લાન્ટ પર રશિયાની સેનાએ હુમલા કર્યો હતો. - Divya Bhaskar
મારિયુપોલ સ્ટીલ પ્લાન્ટ પર રશિયાની સેનાએ હુમલા કર્યો હતો.
  • ફિનલેન્ડ અને સ્વીડનને રશિયાથી સૌથી વધુ જોખમ છે.

રશિયા યુક્રેન યુદ્ધને 70થી વધુ દિવસ થઈ ગયા છે, પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન હજુ પણ યુદ્ધને લંબાવવા માંગે છે. અમેરિકાની નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર એવરિલ હેન્સે આ વાતનો ખુલાસો કર્યો છે. હેન્સે યુએસ સેનેટને જણાવ્યું હતું કે પુતિન યુક્રેન પર વધુ હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. યુક્રેનની વર્તમાન સ્થિતિ સ્પષ્ટપણે આ સૂચવે છે.

હેન્સે વધુમાં કહ્યું હતુ કે, રશિયાની સેના કાળા સમુદ્રમાં મોલ્ડોવાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહી છે. રશિયા યુક્રેનના ડોનબાસ પ્રદેશ પર સંપૂર્ણપણે કબજે કર્યા પછી પણ તે અટકશે નહીં. આ દરમિયાન, મંગળવારે, રશિયાએ દરિયાકાંઠાના શહેર ઓડેસા પર મિસાઇલ હુમલા કરવાનું ચાલુ રાખ્યું હતું.

રશિયાને મદદ કરનાર યુક્રેનિયન મહિલાની ધરપકડ
યુક્રેનની સ્પેશિયલ ફોર્સે રશિયાને મદદ કરવા બદલ એક મહિલાની ધરપકડ કરી છે. તે પર ખાર્કિવના કુતુઝિવકાની કોન્સ્યુલર સેક્રેટરી નાદિયા એન્ટોનોવા પરતે યુક્રેનિયન સૈનિકોની ઓળખ છતી કરવાનો આરોપ છે, જેઓ રશિયન સૈનિકોને સખત ટક્કર આપી રહ્યા છે. તે રશિયાને આવા સૈનિકોની માહિતી આપતી હતી.

નાદિયા એન્ટોનોવાની સ્ટારી સાલ્ટીવ શહેર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.
નાદિયા એન્ટોનોવાની સ્ટારી સાલ્ટીવ શહેર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.

નાદિયા પર રશિયાની સેનાના સમર્થનમાં લોકોને સફેદ રંગની પટ્ટી પહેરવા માટે મજબુર કરવાના પણ આરોપ છે. હકીકતમાં, યુદ્ધ દરમિયાન રશિયન સૈનિકોને સફેદ અને નારંગી રંગની પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા. જ્યારે યુક્રેનના સૈનિકો પીળા, લીલા અને વાદળી રંગના બેન્ડ પહેરેલા જોવા મળ્યા હતા.

યુએસ યુક્રેનને 40 અબજ ડોલરનું સહાય પેકેજ આપશે
યુએસ પ્રમુખ જો બાઈડને યુક્રેનને 40 અબજ ડોલરની સહાય આપવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. યુક્રેનને આપવામાં આવનારી આ મદદ પર અમેરિકાની રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પાર્ટીના નેતાઓએ મંજૂરી આપી છે.

નાટોના સભ્યપદ માટે અરજી કરશે ફિનલેન્ડ
ફિનલેન્ડ અને સ્વીડન લોંબા સમયથી નાટો દેશોની સાથે ઉભા રહ્યો છે, પરંતુ બંન્ને દેશો તેના સભ્ય નથી. જો આ દેશો પર કોઈપણ પ્રકારનો હુમલો થેયા છે તો તેને નાટોના તમામ દેશો પર હુમલો માનવામાં આવશે નહીં. એટલે કે નાટો તેમને ગ્રુપ સિક્યોરીટીની ગેરંટી આપી શકશે નહીં. યુક્રેન પર હુમલા બાદ ફિનલેન્ડ અને સ્વીડનને રશિયાથી સૌથી વધુ જોખમ છે. એટલા માટે આજે ફિનલેન્ડ નાટોના સભ્યપદ માટે અરજી કરશે

રશિયા-યુક્રેન યુદ્ધના મુખ્ય અપડેટ્સ...

  • રશિયાએ યુક્રેનમાં સેટેલાઇટ ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.
  • અમેરિકાનો દાવો છે કે જો રશિયા પર યુદ્ધનો ખતરો હોય તો પુતિન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
  • ઇટલીનાં વડાપ્રધાન મારિયો ડ્રેગીએ જો બાઈડન સાથે મુલાકાત કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી હતી.
  • ઇટાલીના પીએમનું કહેવું છે કે યુરોપિયનો આ નરસંહાર અને હિંસાનો અંત લાવવા માંગે છે.
  • 12 મેના રોજ, યુએન સુરક્ષા પરિષદ ફ્રાન્સ અને મેક્સિકોની અપીલ પર યુક્રેનમાં માનવતાવાદી સંકટ અંગે ચર્ચા કરશે.

માનવ અધિકાર પરિષદમાં રશિયાની જગ્યાએ ચેક રિપબ્લિકનું સ્થાન
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ચેક રિપબ્લિકને યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં સ્થાન આપ્યું છે. ગયા મહિને યુક્રેન યુદ્ધને કારણે રશિયાને તેમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું હતું. આ માટે થયેલા વોટિંગમાં 157 દેશોએ તરફેણમાં જ્યારે 1 દેશે વિરોધમાં વોટિંગ કર્યું હતું. જ્યારે, 23 દેશો પોતાને મતદાનથી દૂર રહ્યા હતા.

12 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકોને બળજબરીથી રશિયા મોકલવામાં આવ્યા હતા
યુક્રેન દાવો કરે છે કે 24 ફેબ્રુઆરીએ યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી 12 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેમને રશિયા મોકલવામાં આવ્યા છે. તેમાં 2.10 લાખ બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે, રશિયાએ એક જ દિવસમાં 8,787 થી વધુ યુક્રેનિયન નાગરિકોને ડોનેત્સ્ક અને લુહાન્સ્કથી રશિયા શિફ્ટ કર્યા છે. જેમાં 1,106 બાળકો પણ સામેલ છે.

મારિયુપોલ સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો હુમલો ચાલુ છે
રશિયન સૈન્યએ મારિયુપોલના અજોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટ પર હુમલો કરવાનું ચાલુ છે. જો કે, અહીં ફસાયેલી તમામ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ યુક્રેનના કેટલાક સૈનિકો અહીં ફસાયેલા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા હજુ પણ સ્ટીલ પ્લાન્ટમાં ફસાયેલા સૈનિકોને છોડવા તૈયાર નથી.

એઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો હુમલો ચાલુ છે.
એઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટ પર રશિયાનો હુમલો ચાલુ છે.

અમેરિકાનો દાવો- હવે 10થી વધુ રશિયન જનરલના મોત થયા છે
યુએસ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના વડા સ્કોટ બેરિયરે દાવો કર્યો છે કે છેલ્લા 70 દિવસમાં યુક્રેન યુદ્ધમાં 10 રશિયન જનરલ માર્યા ગયા છે. રશિયાનો આરોપ છે કે તેના ઉચ્ચકક્ષાના અધિકારીઓને મારવા માટે અમેરિકાએ યુક્રેન આર્મીને ગુપ્ત માહિતી આપી હતી.

નાટો દળોએ યુક્રેનની આસપાસ તેમની હાજરી વધારી દીધી છે. એસ્ટોનિયામાં પ્રેક્ટિસ કરતા ફ્રેન્ચ સૈનિકો.
નાટો દળોએ યુક્રેનની આસપાસ તેમની હાજરી વધારી દીધી છે. એસ્ટોનિયામાં પ્રેક્ટિસ કરતા ફ્રેન્ચ સૈનિકો.
અન્ય સમાચારો પણ છે...