અમેરિકામાં પ્લેન ક્રેશનો VIDEO:કેલિફોર્નિયામાં રહેણાક વિસ્તારમાં વિમાન પડવાથી ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સહિત 2ના મૃત્યુ, લોકોએ કહ્યું- તીવ્ર બ્લાસ્ટ પછી ઘરમાં આગ લાગી

કેલિફોર્નિયા17 દિવસ પહેલા
દુ્ર્ઘટનામાં 3-4 લોકો ઘાયલ પણ થયા છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે એક નાનું પ્લેન રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ પ્લેન બે મકાનની ઉપર પડ્યું અને બ્લાસ્ટ પછી એમાં આગ લાગી. એક ડિલિવરી ટ્રક સહિત ઘણાં વાહન એનો ભોગ બન્યાં. આ ઘટનામાં બે લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 3-4 લોકો ઘાયલ થયા છે, જ્યારે 10 ઘરોને નુકસાન થયું છે. બે મૃતકો પૈકી એક ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ ડો. સુગાતા દાસ છે.

એક ભારતીય મૂળના કાર્ડિલોજિસ્ટનું મૃત્યુ
બે મૃતકો પૈકી એક ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ ડો.સુગાતા દાસ છે. દાસ એરિઝોનામાં ઈન્ટરવેન્શનલ કોર્ડિયોલોજિસ્ટ તરીકે યુમા રિજનલ મેડિકલ સેન્ટરમાં ફરજ બજાવતા હતા. દાસ બંગાળી ફેમિલિમાં જન્મ્યા હતા. તેમનો ઉછેર પુનામાં થયો હતો. તેઓ યુએસના નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન પાવર ઓફ લવ ફાઉન્ડેશનના ડાયરેક્ટર હતા. આ ફાઉન્ડેશન સમગ્ર વિશ્વના એડ્સ, એચઆઈવીથી પીડિત બહેનો અને બાળકોને મદદ કરે છે.

પ્લેન ક્રેશ થઈ ગયા પછી ઘર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે.
પ્લેન ક્રેશ થઈ ગયા પછી ઘર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે.

પ્લેન ક્રેશ પછીનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. એમાં મકાન અને વીડિયો સળગતાં જોવા મળી રહ્યાં છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બ્લાસ્ટનો અવાજ સંભળાતાં જ તેઓ સળગતા ઘર તરફ દોડ્યા અને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. એક મહિલાએ જણાવ્યું હતું કે એક ડિલિવરી ટ્રકના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું.

આ પ્લેન બપોરે લગભગ 12 વાગ્યે કેલિફોર્નિયાના સેન્ટી શહેરમાં ક્રેશ થયું. એ એક ટ્વીન એન્જિન 6 સીટર એરક્રાફટ હતું, એ લગભગ 11 વાગ્યે અરિજોનાથી ઊડ્યું હતું. આ દરમિયાન કેટલીક ખરાબી થવાને કારણે એ ક્રેશ થઈ ગયું હતું. આ પ્લેન જ્યાંથી પડ્યું એની નજીક એક હાઈ સ્કૂલ પણ છે, જોકે રાહતની વાત એ રહી કે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.

દુર્ઘટના પછી આસપાસના લોકો ડરથી ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા.
દુર્ઘટના પછી આસપાસના લોકો ડરથી ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...