તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકી ઉદ્યોગપતિ અને ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલિંગ લેખક ડેવ એસ્પ્રેએ પોતાના શરીરના બોનમેરોમાંથી સ્ટેમસેલ કઢાવી તેને ફરી પ્રત્યારોપિત કર્યા છે. શરીરની બાયોલોજિકલ ક્લોકને ઊલટી ગૂમાવવા માટે કરાયેલી બાયોહેકિંગ પાછળની તેમની ઈચ્છા એવી છે કે તેમને 180 વર્ષ જીવવું છે. તેમનો દાવો છે કે આ રીતનું ભવિષ્યમાં મોબાઈલ ફોનની જેમ ચલણ વધશે. 47 વર્ષીય ડેવ 2153ની સાલ સુધી જીવવા માંગે છે. આ માટે તેઓ કોલ્ડ ક્રાયો થેરપી ચેમ્બર અને ખાસ વ્રતનું પાલન કરી રહ્યા છે. ડેવનું માનવું છે કે જો 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ રીત અપનાવે તો 100 વર્ષે પણ તેઓ ખુશ અને વિશેષ ક્રિયાશીલ બની શકે છે.
જેમ જેમ ઉંમર વધે તેમ સ્ટેમસેલ ખતમ થાય
ડેવ અત્યાર સુધીમાં આવી ટેકનિક પર 7.4 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે, જેથી શરીરની સમગ્ર કાર્યપ્રણાલીને બહેતર બનાવી શકે. તેઓ કહે છે કે મેં ભોજનમાં નિયંત્રણ મૂક્યું છે, સૂવાની રીત બદલી છે અને વૃદ્ધત્વ રોકવા માટે અન્ય ઉપચાર કરીને જાતને એવી કેળવી છે કે શરીરમાં ઓછામાં ઓછું ઈન્ફ્લેમેશન થાય. સ્ટેમસેલ પ્રત્યારોપિત કરાવવા અંગે ડેવ કહે છે કે જ્યારે આપણે યુવાન હોઈએ છીએ તો શરીરમાં કરોડો સ્ટેમસેલ હોય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સ્ટેમસેલ ખતમ થવા માંડે છે. આથી મેં ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ (ભોજનમાં અંતર અને ઉપવાસ) અપનાવ્યું છે. તેમાં જ્યારે શરીર ભોજન પચાવી રહ્યું નથી હોતું ત્યારે તે ખુદ મરામત કરે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીએ આ અંગે અભ્યાસ શરૂ કર્યો
ડેવ ક્રાયોથેરાપી પર પણ વિશ્વાસ કરે છે. તે શરીરના ક્ષતિગ્રસ્ત કોષનો ઓછા તાપમાને ઉપચાર કરવાની પ્રક્રિયા છે. જોકે દિલચસ્પ વાત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાની માર્ક એલન સ્ટેમસેલથી ઉંમર સંબંધિત જટિલતાઓને ઓછી કરવા માટે ઈલવિનયન કંપની બનાવીને કામ શરૂ કરી ચૂક્યા છે. હાર્વર્ડના જ હી સ્ટેમસેલ એન્ડ રિજનરેટિવ બાયોલોજીના પ્રો. એમી વેગર્સે પણ આ અંગે અભ્યાસ શરૂ કર્યો છે કે પ્રોટીન કઈ રીતે ઉંમર બદલે છે.
આમની બુલેટપ્રુફ કોફી વિખ્યાત, વજન ઓછું કરવામાં મદદરૂપ
17 વર્ષ પહેલા તિબેટમાં ટ્રેકિંગ કરતાં સમયે એમની તબિયત બગડી તો તેમને યાકના દૂધની ચા પીવડાવાઈ. આથી તેમને નવી ઊર્જાનો અનુભવ થયો. આ કારણે તેમણે અમેરિકામાં બુલેટપ્રુફ કોફી લોન્ચ કરી. તે એમસીટી તેલ અને માખણથી બનાવાય છે. તેને સવારમાં પીવાથી વજન ઓછું થાય છે. ડૉ. ટ્રુડી ડિકીન કહે છે કે એક કપ સામાન્ય કોફીમાં 500 કેલરી હોય છે. બુલેટપ્રુફ કોફીમાં કાર્બોહાઈડ્રેટ નથી હોતું. તે ઈન્સ્યુલિન પ્રતિક્રિયા નથી થવા દેતું. પાચનનો દર વધારે છે. તેમાંનું તેલ ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.