હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શક્તિ સંતુલન:અમેરિકા અને બ્રિટનની મદદથી ઓસ્ટ્રેલિયા બનાવે છે પરમાણુ સબમરીન, ગભરાયેલા ચીને કહ્યું- શીતયુદ્ધની માનસિકતા છોડવાની જરૂર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયાએ બનાવ્યું ત્રિપક્ષીય સુરક્ષા સહયોગ

હિન્દ-પ્રશાંત મહાસાગર ક્ષેત્ર માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનની સુરક્ષા ભાગીદારીથી ચીન ગભરાઈ ગયું છે. ગભરાયેલા ચીને કહ્યું હતું કે આ દેશોએ કોઈ ત્રીજા પક્ષોનાં હિતોને નુકસાન પહોંચાડવાના હેતુથી નિર્ણયો ન લેવા જોઈએ. તેમણે તેમની શીતયુદ્ધની માનસિકતા અને વૈચારિક પૂર્વગ્રહોને દૂર કરવા જોઈએ. ચીનનું આ નિવેદન વોશિંગ્ટન ખાતેના ચીનના એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

જણાવી કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટને ભાગીદારી કરી છે, એને AUKUS નામ આપવામાં આવ્યું છે. એનો હેતુ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને શક્તિ સંતુલન જાળવી રાખવાની સાથે પરમાણુ ઊર્જાથી ચાલનારી સબમરીન પર કામ કરવાનું છે. અફઘાનિતાનમાં હાલમાં સર્જાયેલી સ્થિતિ બાદ આ પ્રકારનું સંગઠન બનાવવું જ મહત્ત્વનું માનવામાં આવે છે. અમેરિકાની આ સમજૂતીનું મહત્ત્વ એટલા માટે પણ છે, જેથી ચીનની સાથે વધતા તણાવની વચ્ચે અમેરિકા પોતાની સૈન્ય ક્ષમતાને પણ મજબૂત કરી શકે.

ઓસ્ટ્રેલિયા અમેરિકન ટેકનોલોજીથી સબમરીન બનાવશે, ફ્રાન્સે વિરોધ કર્યો
આ કરાર હેઠળ અમેરિકા ઓસ્ટ્રેલિયાને પરમાણુ સક્ષમ સબમરીન બનાવવા માટે ટેકનોલોજી પણ આપશે. જોકે અમેરિકા સહિત ત્રણેય દેશોએ સ્પષ્ટ કર્યું છે કે ઓસ્ટ્રેલિયા પરમાણુ ક્ષમતા ધરાવતી જે સબમરીન બનાવશે એમાં પરમાણુ હથિયારો નહીં હોય, માત્ર પરમાણુ રિએક્ટર હશે. જોકે ફ્રાન્સે આ કરારનો વિરોધ કર્યો છે, કારણ કે તે ઓસ્ટ્રેલિયાને સબમરીન વેચવા માટે અબજો ડોલરના સોદા પર વાટાઘાટો કરી રહ્યું હતું.

બ્રિટને કહ્યું- ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા બનાવી રાખવામાં મદદ મળશે
આ કરાર પર સંયુક્ત નિવેદન બહાર પાડતાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું છે કે અમે જે પ્રયાસો શરૂ કરી રહ્યા છીએ એ ભારત-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવામાં મદદ કરશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું કે આ ઓસ્ટ્રેલિયા, UK અને US વચ્ચેની એવી ભાગીદારી છે, જે હેઠળ અમારી ટેકનોલોજી, અમારા વૈજ્ઞાનિકો, અમારા ઉદ્યોગ અને અમારાં સુરક્ષા દળો એક સુરક્ષિત વિસ્તાર તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છે. મોરિસને એમ પણ કહ્યું હતું કે આ ત્રણેય દેશોની મોટી પહેલ છે.

અન્ય સમાચારો પણ છે...