તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘર વાપસી:અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની આર્મી પરત ફરવાની શરૂઆત, 11 સપ્ટેમ્બર 2021 સુધીમાં પરત ફરશે તમામ સૈનિક

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ જો બાઈડનની જાહેરાત પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકન આર્મી પરત ફરી રહી છે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટોની આર્મીની પરત આવવાની શરૂઆત થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, અમેરિકન આર્મી તાલિબાનીઓનો ખાત્મો બોલાવ્યા પછી અને 9/11 હુમલા માટે જવાબદાર અલકાયદાના આતંકવાદીઓનો ખત્મો બોલાવ્યા પછી પરત ફરી રહી છે. અમેરિકાની આર્મી ધીરે-ધીરે તેનુ યુદ્ધ કેન્દ્ર બગરામ એરફીલ્ડ છોડી રહી છે. અહીંથી લગભગ 20 વર્ષ પછી અમેરિકાના સૈનિકો પરત ફરી રહ્યાં છે. રાષ્ટ્રપતિ જો બાઈડનની જાહેરાત પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકન આર્મી પરત ફરી રહી છે. 1 મેથી અફઘાનિસ્તાનમાંથી જવાન પરત આવી રહ્યાં છે. 11 સપ્ટેમ્બર 2021 સુધીમાં તમામ સૈનિકો પરત ફરશે. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો હતો.

આર્મીએ લગભગ 20 વર્ષ પછી બગરામ એરફિલ્ડને છોડી
અમેરિકાની આર્મીએ લગભગ 20 વર્ષ પછી બગરામ એરફિલ્ડને છોડી છે, જે એક સમયે તાલિબાનીઓને તોડી પાડવા માટે યુદ્ધ અને અમેરિકા પર થયેલા 9/11ના આતંકી હુમલા માટે જવાબદાર અલ-કાયદાના ષડયંત્રખોરોની ધરપકડ માટે આર્મીનું કેન્દ્ર રહ્યું હતું. અમેરિકાના બે અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે એરફીલ્ડને અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા દળને સંપૂર્ણ રીતે સોંપવામાં આવી છે.

વર્તમાનમાં 9500 સૈનિક અફઘાનિસ્તાનમાં તહેનાત
અફઘાનિસ્તાનમાં હાલ 9500 સૌનિક છે. તેમાં 2500થી વધુ અમેરિકા અને 7000 નાટો દેશોના સૌનિક સામેલ છે. આર્મી તેના હથિયારનો હિસાબ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલોક સામાન અને હથિયાર અફઘાનિસ્તાનની આર્મીને સોંપાઈ રહ્યો છે. કેટલાક સામાનને બજારમાં વેચવામાં આવશે અને બચેલા હથિયારોને અમેરિકા લઈ જવા માટે સી-17 કાર્ગો વિમાનમાં લોડ કરાઈ રહ્યાં છે. અમેરિકન સૈનિકના કમાન્ડરે કહ્યું કે અમેરિકાની આર્મી પરત ફર્યા પછી અહીં સિવિલ વોરનો ખતરો વધી જશે.

સૈનિકો પરત ફરવાથી સિવિલ વોરનો ખતરો વધશે
અફઘાનિસ્તાનના 370માંથી 50 જિલ્લામાં તાલિબાનનો કબ્જો છે. તાલિબાને અફઘાનિસ્તાનના ઘણા રાજ્યોની રજધાનીઓની પાસેના શહેરો પર પોતાનો કબ્જો કર્યો છે, તેના પગલે ચિંતાઓ વધી છે. અમેરિકાના અધિકારીઓએ કહ્યું તાલિબાનીઓની સક્રિયાને જોતા અફઘાનિસ્તાનમાં સ્થિતિ યોગ્ય લાગી રહી નથી. સૈનિકો પરત ફરવાથી સિવિલ વોરનો ખતરો મંડરાવવા લાગ્યો છે અને સ્થિતિ કાબુની બહાર જવાની શકયતા છે.