તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:અમેરિકા: પૂરતી વેક્સિન, લોટરી-ઇન્સેન્ટિવ છતાં દક્ષિણના રાજ્યોમાં રસીકરણ ધીમું: WHO

ન્યુયોર્ક9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણના 10માંથી 8 રાજ્યમાં રસીકરણ ધીમી ગતિએ

કોરોના વેક્સિનની પૂરતી ઉપલબ્ધતા અને પ્રોત્સાહન કાર્યક્રમો છતાં અમેરિકાના દક્ષિણના રાજ્યો રસીકરણમાં પાછળ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) આ દાવો કર્યો છે. તેણે જણાવ્યું છે કે અમેરિકાના દક્ષિણના 10માંથી 8 રાજ્યમાં ઓછું રસીકરણ થયું છે. તેમાંય અલબામા, લુઇસિયાના તથા મિસિસિપીમાં રસીકરણ સૌથી ઓછું થયું છે, જેથી ત્યાં સંક્રમણ વધવાનું જોખમ વધારે છે.

જોકે, દક્ષિણના રાજ્યોમાં આરોગ્ય વિભાગે ચર્ચોમાં વેક્સિન ક્લીનિક બનાવ્યા છે. વિભાગે લોકોને ક્લીનિક સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘેર-ઘેર જઇને રસીકરણની જરૂરિયાતનો પ્રચાર કરી રહ્યા છે. રાજ્યો પાસે વસતીના પ્રમાણમાં ઘણાં વધુ ડોઝ ઉપલબ્ધ છે. તે છતાં રસીકરણ વધતું નથી.

અલબામા યુનિ.ના ચેપી રોગ વિભાગના ડાયરેક્ટર ડૉ. જીન મરાજોએ કહ્યું કે શક્ય છે કે લોકોને એ વાતનો અંદાજ નહીં હોય કે રસીકરણ ધીમું રહેવાથી સંક્રમણ કેટલું વધી શકે છે? તેથી તેઓ રસીકરણ અભિયાન આગળ વધારવાનું સમર્થન નથી કરી રહ્યા પરંતુ તેમણે સમજવું જોઇએ કે બેદરકાર રહેવાથી આપણે અગાઉની સ્થિતિમાં પહોંચી શકીએ છીએ.

દરમિયાન, એપલાચિયા, બર્મિંગહામ અને મેમ્ફિસ જેવા શહેરોમાં મોબાઇલ ક્લીનિક, ફેસબુક લાઇવ તથા ઇનામોથી લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરાય છે. આરોગ્ય વિભાગે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી રહી છે. આ વેરિયન્ટ પહેલીવાર ભારતમાં જોવા મળ્યો હતો.

નિયંત્રણો હટી રહ્યા હોવાથી ઓછા રસીકરણવાળા રાજ્યોમાં જોખમ
આખા અમેરિકામાં કોરોનાના નવા કેસ અને મોત ઘટ્યા છે. ઉદ્યોગોમાં માસ્ક પહેરીને કામ કરવાનું નિયંત્રણ દૂર થઇ ચૂક્યું છે. તેમ છતાં નિષ્ણાતોને ડર છે કે અલબામા, લુઇસિયાના અને મિસિસિપી જેવા રાજ્યોમાં સંક્રમણ ફરી વધી શકે છે. ખાસ વાત એ છે કે રસી લેનારાઓ પૈકી 50%એ એક જ ડોઝ લીધો છે. મતલબ કે સંપૂર્ણ રસીકરણ નથી થયું.

અન્ય સમાચારો પણ છે...