રાહત:અમેરિકા: વર્ક પરમિટમાં 18 મહિનાનો વધારો

ન્યુયોર્ક24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને દેશમાં રહેતા હજારો ઇમિગ્રન્ટ ભારતીયોને રાહત આપતો નિર્ણય કર્યો છે. બાઇડેન સરકારે કેટલીક કેટેગરીમાં ઇમિગ્રેશનની મુદત પૂર્ણ થયા પછી પણ વર્ક પરમિટના સમયગાળામાં 18 મહિનાનો વધારો કર્યો છે.

આ શ્રેણીમાં ગ્રીનકાર્ડ ઈચ્છુક ઇમિગ્રન્ટ્સ તથા એચ-વનબી વિઝાધારકોનાં પતિ-પત્ની પણ સામેલ છે. અમેરિકાના ગૃહવિભાગ દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલો આદેશ 4 મે, 2022થી લાગુ થશે. અમેરિકન સરકારના આ નિર્ણયથી હજારો ભારતીયોને રાહત મળી છે.

ગ્રીનકાર્ડ એ પર્મેનન્ટ રેસિડન્ટ કાર્ડ છે. અમેરિકી સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર વર્તમાન એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન કાર્ડ (ઈએડી)ની મુદત પૂર્ણ થયાની તારીખ બાદ તેની અવધિ 180 દિવસથી વધારીને 540 દિવસ થઈ જશે. યુએસસીઆઇએસના ડાયરેક્ટર ઉર્ર એમ જેડૉઉએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં પેન્ડિંગ ઇએડીની અરજીઓનો આ સાથે નિકાલ કરવામાં આવ્યો છે.

અમારું માનવું છે કે 180 દિવસની હાલની મુદત અપૂરતી છે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી ઇમિગ્રન્ટ્સને રોજગાર યથાવત્ રાખવામાં તથા પરિવારની મદદ કરવાની તક મળશે. તેમણે એ સ્પષ્ટ કર્યું હતું કે જેમની વર્ક પરમિટની મુદત 540 દિવસની અંદર હશે તેમને આ લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...