તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રહ્માંડમાં અઢળક ગેલેક્સીઓનો સમૂહ એકબીજા સાથે ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી જોડાયેલું રહે છે, જેમાં હજારો આકાશગંગાઓ, ગરમ ગેસયુક્ત સમુદ્રો, ડાર્ક મેટરનાં અદૃશ્ય, દ્વીપ અને અતંરિક્ષમાં ચમકતા જેલીફિશ આકારના સમૂહો જોવા મળે છે. હવે તમે બધા વિચારમાં પડી જશો કે આ સમુદ્રની જેલીફિશ બ્રહ્માંડમાં ક્યાંથી આવી ગઈ? અંતરિક્ષમાં જેલીફિશ જેવાં દેખાતાં ખાસ વાદળોના સમૂહને ઘોસ્ટ રેડિયો જેલીફિશ કહેવાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક ખોજ દરમિયાન જેલીફિશ મળી આવી હતી.
ઘોસ્ટ રેડિયો જેલીફિશનું નામ એબેલ છે
પૃથ્વીથી લગભગ 30 કરોડ પ્રકાશવર્ષ દૂર સ્થિત આ ઘોસ્ટ રેડિયો જેલીફિશનું નામ એબેલ 2877(abell 2877) છે. આ અંતરિક્ષના દક્ષિણ ભાગમાં તારાઓના સમૂહોની વચ્ચે આવેલી છે, જેને નરી આંખે અને ટેલિસ્કોપથી પણ જોઈ શકાતી નથી. આને જોવા માટે રેડિયો ટેલિસ્કોપની જરૂર પડે છે. ઘોસ્ટ રેડિયો જેલીફિશ એબેલ 2877ની પહોળાઈ 10 લાખ પ્રકાશવર્ષ છે, જેની વચ્ચે એક સુપરચાર્જ્ડ પ્લાઝ્માનો ઘેરો રહેલો છે, જેની ચારેય તરફ લાંબા ગરમ ગેસના સૂન્ડ્સ આવેલા છે. અંતરિક્ષમાં રહેલા પ્લાઝ્મા આ સૂન્ડ્સની મદદથી બ્રહ્માંડમાં ગરમી પ્રસરાવી રહ્યા છે અને આસપાસ આવેલા અંતરિક્ષીય વસ્તુઓને ચાર્જ કરી રહ્યા છે.
જેલીફિશ 'ભૂત' જેવા આકારની જણાય છે
એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસના આધારે એબેલ 2877 રેડિયો જેલીફિશ 'ભૂત' જેવી દેખાય છે, કારણ કે આ જેલીફિશ આકારનાં વાદળો અચાનક જ ઉદભવ્યાં છે, જેની જાણ અત્યારસુધી કોઈની પાસે નથી. વળી, જોવાની વાત એ છે કે આ આકૃતિ તેના આકારને જેલીફિશમાંથી બદલવાની પણ કોશિશ કરી રહી છે. તેના વધુ અભ્યાસના આધારે આ ગમે ત્યારે ગાયબ પણ થઈ શકે છે, તેની આ પ્રમાણેની પ્રકૃતિને કારણે જ આને ઘોસ્ટ જેલીફિશ કહેવાય છે.
Ha la forma di una medusa la gigantesca struttura di plasma, ovvero gas ionizzato, rivelata nell’ammasso di galassie #Abell2877 con il radiotelescopio Murchison Widefield Array in Australia @ICRAR
— MEDIA INAF (@mediainaf) March 22, 2021
Ne parliamo con @franco_vazza ⤵️ @UniboMagazine @IRA_INAFhttps://t.co/e5YM6p2zId
ઓસ્ટ્રલિયાના પર્થમાં આવેલી ઈન્ટરનેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોનૉમી રિસર્ચના વૈજ્ઞાનિક ટૉરેન્સ હૉડસને કહ્યું હતું કે આ રેડિયો જેલીફિશના નામે ઘણાબધા વર્લ્ડ રેકોર્ડ્સ પણ છે, જેમ કે આ જેલીફિશને રેડિયો ફ્રિક્વન્સી પર જોતાં એકદમ ચમકદાર દેખાય છે, પરંતુ જેમ-જેમ તેની ફ્રિક્વન્સીને 200 મેગાહર્ટ્સ સુધી લઈ જવાય છે તેમ એ ગાયબ થઈ જાય છે. અંતરિક્ષમાં અત્યારસુધી આવી કોઈપણ વસ્તુ નથી, જે માત્ર ફ્રિક્વન્સીમાં બદલાવ કરવાની સાથે ગાયબ થઈ જાય છે.
ટ્વિન બ્લોબ આકાશગંગાની મધ્યમાં સ્થિત છે
બ્રહ્માંડમાં અત્યારે આવી અઢળક ઊર્જાસભર આકૃતિઓ સફર ખેડી રહી છે, જે માત્ર રેડિયો વેવલેન્થ પર જ દેખાય છે, જેમાં સૌથી ઉપર નામ રહસ્યમયી એક્સ-શેપ ગેલેક્સીનું આવે છે. આ બળદગાડાની ગતિએ અંતરિક્ષમાં ભ્રમણ કરી રહી છે. બીજું જોઈએ તો ટ્વિન બ્લોબ આકાશગંગાની મધ્યમાં સ્થિત છે. આજસુધી આટલી પતલી બેન્ડ અને રેડિયો સ્પેક્ટ્રમ પર આટલીમોટી વસ્તુ જોવા મળી નથી.
એટલે જ વૈજ્ઞાનિકોએ રેડિયો જેલીફિશને એબેલ 2877 નામ આપ્યું હતું, જેને તેઓ રેડિયો ફિનિક્સ પણ કહે છે. ફિનિક્સ એક એવું પક્ષી છે, જેના વિશે કહેવાય છે કે આગની જ્વાળાઓમાં એ આખા શરીરને રાખ કરી દે છે અને ત્યાર પછી ફરીથી તે રાખમાંથી જીવિત થઈ જાય છે. અંતરિક્ષમાં હયાત એબેલ 2877 પણ આવું જ કંઈક નજરે પડી રહ્યું છે.
બ્રહ્માંડમાં વિસ્ફોટને પગલે જેલીફિશનો ઉદ્દભવ થયો
અનુમાન લગાવાઈ રહ્યું છે કે અંતરિક્ષમાં એક ઉચ્ચ-ઊર્જાના વિસ્ફોટને પરિણામે એબેલ 2877નો ઉદ્ભવ થયો હતો. છેલ્લાં લાખો વર્ષોથી એ ધૂંધળું દેખાઈ રહ્યું હતું. ધીરે-ધીરે એના ઈલેક્ટ્રોન્સ પોતાની ઊર્જા સમાપ્ત કરી રહ્યા હતા. આ સમય દરમિયાન અચાનક બીજી આકાશગંગાએ તેની સાથે પ્રચંડ અથડામણ કરી હતી, જેને પરિણામે આ ફરીથી જીવંત થયું હતું. રેડિયો ફિનિક્સના જન્મ માટે બ્રહ્માંડમાં એક મોટો વિસ્કોટ થવાની જરૂર હોય છે, જેનો પ્રચંડ ધમાકો કરોડો પ્રકાશવર્ષની દૂરી પર શૉકવેવ પહોંચાડી શકવા સક્ષમ હોવો જોઈએ. આ પ્રમાણેની ઘટનાને પરિણામે રેડિયો જેલીફિશનો ઉદ્ભવ થાય છે.
પ્લાઝ્માનો એક પ્રચંડ તરંગ નીકળ્યો
ટૉરેન્સ હૉડસને કહ્યું હતું કે અમારી થિયરી અનુસાર, લગભગ 200 કરોડ વર્ષ પૂર્વે ઘણીબધી આકાશગંગાઓ વચ્ચે સ્થિત બ્લેક હોલથી પ્લાઝ્માની એક પ્રચંડ તરંગ નીકળી હતી. આ પ્લાઝમાંના તરંગ લાખો વર્ષો સુધી પ્રસરણ પામતાં-પામતાં થોડી કમજોર થઈ ગયા હતા. કોઈ બીજી આકાશગંગા સાથે એની અથડામણ થઈ હોવાને પરિણામે જ આ તરંગમાં ફરીથી જાન આવી હતી, જેમાં તેણે પહેલા રેડિયો જેલીફિશનો આકાર ધારણ કર્યો અને પછી કેટલાક સમયની અંદર એ રેડિયો ફિનિક્સના રૂપે લોકો સમક્ષ નજરે પડી રહી છે.
ટૉરેન્સ અને તેની ટીમે રેડિયો ટેલિસ્કોપના માધ્યમથી મળી રહેલા તમામ તરંગોને આધારે કમ્પ્યુટર સિમ્યુલેશન કર્યું હતું. ત્યાર પછી તેમણએ રેડિયો જેલીફિશ કે રેડિયો ફિનિક્સના આકારની અંતરિક્ષની આકૃતિનું ધરતીથી અંતર માપ્યું હતું. આ અભ્યાસમાં તેમની ટીમે કેટલી ગરમી ધરાવતું પ્લાઝ્મા રહેલું છે એ દર્શાવ્યું હતું. આ તમામ વિગતવાર અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં સ્થિત સ્ક્વેર કિલોમીટર એરે રેડિયો ટેલિસ્કોપ દ્વારા હાથ ધરાયો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.