અમેરિકામાં શીખ સ્ટુડન્ટ કોલેજમાં કિરપાણ રાખી શકશે:USમાં યુનિવર્સિટીએ બદલી પોલિસી; 2 મહિના પહેલા કિરપાણ રાખેલા વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી

વોશિંગ્ટન11 દિવસ પહેલા

અમેરિકામાં ભણતા શીખ વિદ્યાર્થીઓ હવે શિક્ષણ સંસ્થાનમાં પોતાની સાથે કિરપાણ (સિરી સાહિબ-ધર્મનું પ્રતીક) રાખી શકશે. યુનિવર્સિટીએ તેની વેપન્સ ઓન કેમ્પસ પોલિસી અપડેટ કરી છે. બે મહિના પહેલા એક શીખ વિદ્યાર્થીની ધરપકડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સપ્ટેમ્બરમાં, એક શીખ વિદ્યાર્થી ઉત્તર કેરોલિનાની યુનિવર્સિટીમાં કિરપાણ (સિરી સાહેબ) સાથે લઈને આવ્યો હતો, પરંતુ તેને પોતાની સાથે કિરપાણ ન રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તેમ ન કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

શીખ વિદ્યાર્થીએ રાખેલી કિરપાણને કઢાવી લેતા એક પોલીસ અધિકારીની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
શીખ વિદ્યાર્થીએ રાખેલી કિરપાણને કઢાવી લેતા એક પોલીસ અધિકારીની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

કિરપાણ શું છે
કિરપાણને બહાદુરી અને હિંમતની નિશાની માનવામાં આવે છે, તેને શીખો પોતાની કમર પર લટકાવે છે અથવા તેને થેલી વગેરેમાં રાખે છે. આ કિરપાણ નાની કટાર જેવી દેખાય છે. કેટલાક લોકો આજકાલ કિરપાણને બદલે નાની છરી પણ રાખે છે. યુનિવર્સિટીની નવી પોલીસી મુજબ કિરપાણની લંબાઈ 3 ઇંચ કરતા ઓછી હોવી જોઈએ.

યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું - અમે શીખ ગઠબંધન અને ગ્લોબલ શીખ કાઉન્સિલ સહિત ઘણા શીખ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ જૂની પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીએ વિદ્યાર્થીની માફી માંગી
યુનિવર્સિટીના ચાન્સેલર શેરોન એલ. ગેબર અને ચીફ ડાયવર્સિટી ઓફિસર બ્રાન્ડોન એલ. વોલ્ફે કહ્યું, અમે કિરપાણ લઈને આવનાર વિદ્યાર્થીની ધરપકડ બદલ માફી માંગીએ છીએ. નવી નીતિ માટે લેવાયેલા નિર્ણયને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

કિરપાણને બહાદુરી અને હિંમતની નિશાની માનવામાં આવે છે, તેને શીખો પોતાની કમર પર લટકાવે છે.
કિરપાણને બહાદુરી અને હિંમતની નિશાની માનવામાં આવે છે, તેને શીખો પોતાની કમર પર લટકાવે છે.

કિરપાણનું મહત્વ
તે શીખોના પાંચ પવિત્ર વસ્તુઓમાંથી એક છે. ગુરુ ગોવિંદ સિંહે શીખો માટે પાંચ વસ્તુઓ ફરજિયાત કરી હતી - કેશ (વાળ ન કપાવવા), કડું (સ્ટીલનું કડું), કિરપાણ, કચ્છા (અંડરશોટ્સ)​​​​​​​ અને કંધા (વાળ સાફ કરવા માટે). આ બધું શીખો ફરજિયાતપણે​​​​​​​​​​​​​​ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...