• Home
  • International
  • United States Navy Warship Successfully Tested Laser Weapon In Pacific Ocean; All You Need To Know

યુદ્ધની નવી ટેકનીક / અમેરિકન નૌકાદળે નવા લેજર હથિયારનું પરીક્ષણ કર્યું, ઉડતા વિમાનને પણ નષ્ટ કરી શકે છે

X

  • 16મી મેના રોજ ટેસ્ટ કરાયો હતો, અમેરિકન નૌકાદળે પરીક્ષણનું સ્થળ જણાવ્યું નથી
  • લેજર હથિયારનો પાવર પણ જણાવ્યો નથી, 150 કિલોવોટ હોવાની આશા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:57 PM IST

હોંગકોંગ. અમેરિકન નૌકાદળે એક હાઈ-એનર્જી લેજર હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ પ્રશાંત મહાસાગરમાં એક યુદ્ધ જહાજ પર કરાયું હતું. નેવી ઓફિસર પેસેફિક ફ્લીટે કહ્યું કે, આ હથિયાર એટલું શક્તિશાળી છે કે હવામાં ઉડતા એરક્રાફ્ટને ત્યાં જ નષ્ટ કરી શકે છે. 
નેવીએ આ પરીક્ષણના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે યુદ્ધજહાજના ડેકથી એક લેજર નીકળી રહી છે. વીડિયોમાં બતાવ્યા પ્રમાણે, આ લેઝરની સામે આવતું ડ્રોન સળગવા લાગ્યું હતું. નૌસેનાએ કહ્યું કે, લેજર હથિયાર ડ્રોન અથવા હથિયારો વાળી નાની બોટ વિરુદ્ધ પણ કામમાં આવી શકે છે.

16મેના રોજ પ્રશાંત મહાસાગરમાં ટેસ્ટ કરાયો હતો
નૌકાદળે એવું પણ જણાવ્યું કે, લેજર હથિયારનો ટેસ્ટ ક્યાં કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે આ 16મી મેના રોજ પ્રશાંત મહાસાગરમાં પરીક્ષણ કરાયું હતું. લેજર હથિયારના પાવર વિશે પણ કોણ માહિતી આપવામાં આવી નથી. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર સ્ટ્રેટજીક સ્ટડીઝ 2018ના એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ હથિયારનો પાવર 150 કિલોવોટ હોઈ શકે છે. પોર્ટલેન્ડમાં કમાન્ડિગ અધિકારી કેપ્ટન કેરી સૈન્ડર્સે કહ્યું કે, ‘યુએવી અને નાના એરક્રાફ્ટ પર આ ટેસ્ટને કરીને અમે આ લેજર હથિયારની શક્તિ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે’નવા પાવર સાથે અમે સમુદ્રમાં યુદ્ધને નવી રીતે પરિભાષિત કરી રહ્યા છીએ.

 આ રીતે કામ કરે છે લેજર હથિયાર 
સીએનએન સાથે વાત કરતા લેજર વેપન સિસ્ટમ ઓફિસર કેલ હ્યૂજે લેજર હથિયારો વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, હથિયાર કોઈ પણ ચીજ વસ્તુ પર મોટી સંખ્યામાં ફોટોન નાખે છે. આનાથી એ વસ્તુમાં આગ લાગી જાય છે.લેજર હથિયાર પર હવા અને રેન્જનો કોઈ પ્રભાવ પડતો નથી. માત્ર ટાર્ગેટ સેટ કરવો પડે છે અને કામ થઈ જાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી