તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Unique 'helmet' For Apples: Missing Man Found In Fan Two Days; Protests Against 'cultural Genocide' In Canada

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:સફરજન માટે અનોખું ‘હેલ્મેટ’: લાપતા માણસ બે દિવસે પંખામાંથી મળ્યો; કેનેડામાં ‘સાંસ્કૃતિક નરસંહાર’ સામે વિરોધ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટા ભાગે શાંતિપ્રિય ગણાતા કેનેડામાં હાલ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને એનું કારણ વર્ષો અગાઉ 1492માં પ્રચલિત રહેલી રેસિડેન્શિયલ સ્કૂલ સિસ્ટમ. કેનેડામાં રેસિડેન્શિયલ સ્કૂલ સિસ્ટમના પ્રણેતા તરીકે ઈગર્ટન રાયર્સનનું નામ જાણીતું છે. હાલમાં જ રેસિડેન્શિયલ સ્કૂલના વિસ્તારમાંથી 215 જેટલાં બાળકોનાં શરીરના અવશેષો મળી આવ્યા. આ સ્કૂલમાં રહેલાં બાળકો પર અનેકવિધ અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા. અહીંના મૂળ વસાહતીઓનાં બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલમાં મોકલવામાં આવતાં હતાં અને તેમનું શોષણ કરાતું હતું, જેને લોકો ‘સાંસ્કૃતિક નરસંહાર’ ગણાવી રહ્યા છે. આ બધા અહેવાલો બહાર આવ્યા પછી રોષે ભરાયેલા લોકોએ આ સ્કૂલ સિસ્ટમના પ્રણેતા ગણાતા ઈગર્ટન રાયર્સનની પ્રતિમાને છિન્નભિન્ન કરી નાખી છે.

સફરજન માટે અનોખું ‘હેલ્મેટ’

આ તસવીર હિમાચલપ્રદેશના બાઘી ગામની છે. અહીં 7700 ફૂટની ઊંચાઈએ સફરજનની મબલક ખેતી થાય છે. જોકે હવામાનમાં ફેરફારને પગલે સફરજનની ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે, એટલે અહીંની પહાડીઓ પર આવેલી સફરજનની આવી અનેક વાડીઓ સફેદ જાળીદાર ચાદરથી ઢાંકી દેવાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસાને કારણે અહીં વરસાદ થાય છે. એની સાથે કરા પડવાની પણ શક્યતા છે. ગામના સરપંચ રૂપલાલ જસ્ટા કહે છે કે કરાથી બચવા માટે લોકો પોતાના ખર્ચે આ ‘હેલ્મેટ’ ખરીદે છે, જેનાથી સફરજનને કરાનો માર નથી પડતો. ચોમાસામાં આ પદ્ધતિ ઘણી કારગર નીવડે છે.

લાપતા માણસ બે દિવસે પંખામાંથી મળ્યો

કેલિફોર્નિયામાં સાન્તા રોઝા ખાતે આવેલા એક વાઈનયાર્ડ પાસેથી સોનોમા કાઉન્ટી શેરીફ નીકળ્યા તો તેમણે કંઈક અજુગતું હોવાનું જોયું. વાસ્તવમાં વાઈનયાર્ડમાં રહેલા એક વિશાળ પંખા પાસે એક કાર શંકાસ્પદ રીતે પાર્ક કરેલી કાર જોઈ. તેમણે તપાસ કરી તો વિશાળકાય પંખામાંથી એક માણસ મળી આવ્યો. એ માણસને બચાવાયો પછી ખબર પડી કે તે આ પંખામાં બે દિવસથી ફસાયો હતો. હવે તમને સવાલ થયો જ હશે કે એટલી કેવી ગરમી હતી કે આ ભાઈ સીધો પંખામાં ઘૂસી ગયો? ના, એવું નહોતું, વાસ્તવમાં આ ભાઈ પંખાના આંતરિક પુરજાઓ વિશે જાણવા માગતો હતો અને તેથી એના ફોટોગ્રાફ લેવા માટે એમાં ઘૂસી ગયો હતો. જોકે તસવીરો ન લઈ શક્યો પણ પોતે અંદર ફસાઈ ગયો. અંતે પોતે જ અહીં આપેલી તસવીરનું કારણ બની ગયો.