કાશ્મીર ભારતનું હતું, છે અને રહેશે જ....:UNHRCમાં PAKને ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- માનવાધિકારો ઉપર તમારી વાતો મજાક છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
UNHRCમાં ભારતીય રાજનીતિજ્ઞ સીમા પુજાની. ફોટો-સોશિયલ મીડિયા - Divya Bhaskar
UNHRCમાં ભારતીય રાજનીતિજ્ઞ સીમા પુજાની. ફોટો-સોશિયલ મીડિયા

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર અરીસો બતાવ્યો છે. ભારતીય રાજનીતિજ્ઞ સીમા પુજાનીએ કહ્યું કે- પાકિસ્તાનના લોકો જીવન જરૂરી વસ્તુઓ માટે તરસી રહ્યા છે, પરંતુ ભારત સાથે ઓબ્સેશન છૂટી રહ્યું નથી

નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પાકિસ્તાનની વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે UNHRCમાં દેશના ડિફેન્સ એક્વિજિશનની આલોચના કરી હતી. સાથે જ ભારત ઉપર ખોટાં આરોપ લગાવ્યા હતાં. જેના અંગે પુજાનીએ પાકિસ્તાની મંત્રી હિના રબ્બાનીને જડબાતોડ જવાબ આપ્યો છે. પુજાનીએ પાકિસ્તાનને આતંકી દેશ જણાવ્યો છે. તેમણે કહ્યું કે- પાકિસ્તાન ભારત વિરૂદ્ધ પ્રોપગેન્ડા ફેલાવી રહ્યું છે.

એટલું જ નહીં, પુજાનીએ તુર્કી અને OICને પણ સલાહ આપતાં કહ્યું કે- ભારતના અંગત મામલે દખલ કરવી નહીં. તેમણે જોર આપીને કહ્યું કે- જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ સંપૂર્ણપણે ભારતનો ભાગ હતાં, છે અને હંમેશાં રહેશે જ.

માનવાધિકારો ઉપર પાકિસ્તાનની વાતો મજાક- પુજાની
સીમા પુજાનીએ કહ્યું કે પાકિસ્તાની મંત્રીના મુખથી માનવાધિકારોની વાત સાંભળવી મજાક છે. પાકિસ્તાનમાં અવાજ ઉઠાવનાર લોકો ગાયબ થઈ જાય છે. ભારતીય રાજનીતિજ્ઞએ કહ્યું કે પાકિસ્તાનના પોતાના તપાસ આયોગને છેલ્લા એક દાયકામાં 8,463 ગુમ થયાની ફરિયાદો મળી છે.

UNHRCમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી પુજાનીએ કહ્યું કે- જે લોકો ભારતમાં લઘુમતીઓની આઝાદીની વાત કરે છે, તેઓ પહેલાં પોતાને જુએ. પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે ધાર્મિક આઝાદી નથી. તેઓ પોતાના ધર્મનું પાલન કરી શકતાં નથી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયની આઝાદીનો મુદ્દો ઉઠાવ્યો. પુજાનીએ કહ્યું કે પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયને માત્ર તેમની આસ્થાનું પાલન કરવા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનમાં લોકો ભરણપોષણની જરૂરિયાત માટે તરસી રહ્યા છે
પુજાનીએ કહ્યું કે એક બાજુ પાકિસ્તાનની જનતા પોતાના જીવન, લાઇફ સ્ટાઇલ અને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહી છે. તેમની પાસે ખાવા માટે રૂપિયા નથી, પરંતુ બીજી બાજુ તેઓ ભારત વિરૂદ્ધ ખોટા પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા છે. એવામાં પાકિસ્તાનનું ભારત સાથે ઓબ્સેશન એવું દર્શાવે છે કે તેમની પ્રાથમિકતાઓ જ ખોટી છે. આ દરમિયાન પુજાનીએ પાકિસ્તાનને સલાહ આપી છે કે તેઓ પોતાની ઊર્જા અને શક્તિનો ઉપયોગ ત્યાંની જનતાની દેખરેખમાં કરે.

તુર્કી અને OICને પણ સલાહ આપી
પુજાનીએ જમ્મૂ-કાશ્મીર ઉપર તુર્કીના પ્રતિનિધિ અને ઇસ્લામિક સહયોગ સંગઠન(OIC)ની ટિપ્પણી ઉપર પણ આપત્તિ જણાવી છે. તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરનો મામલો અમારો અંગત મામલો છે. એવામાં આ મુદ્દે ટિપ્પણી કરવાથી બચવું. પુજાનીએ કહ્યું કે જ્યાં સુધી OICનો સંબંધ છે, અમે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરને લઇને કરવામાં આવતી ખોટી ટિપ્પણીને નામંજૂર કરીએ છીએ. સત્ય એ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ સંપૂર્ણપણે ભારતનો ભાગ હતાં, છે અને હંમેશાં રહેશે જ.

પાકિસ્તાની મંત્રીએ શું કહ્યું હતું
હિના રબ્બાની ખારે ગયા ગુરુવારે ભારતનું નામ લીધા વિના પારંપરિક હથિયારો અને ગેર-પારંપરિક હથિયારોની સપ્લાઈ અંગે ચિતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેનાથી દક્ષિણ એશિયાની રણનીતિ સ્થિરતા અને પાકિસ્તાનની નેશનલ સિક્યોરિટીને ખતરો છે.

તેમણે કહ્યું કે તેનાથી કોઈપણ વિવાદના શાંતિથી સમાધાનના રસ્તા પણ બંધ થઈ રહ્યા છે. તેમણે આ વાત અંગે જોર આપ્યું કે દક્ષિણ એશિયામાં રહેતા ત્રીજા ભાગના લોકો શાંતિ અને વિકાસ ઇચ્છે છે.

ખારે ઇસ્લામાબાદથી વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રના એક હાઈ લેવલ પેનલને સંબોધિત કરીને ભારત ઉપર ખોટા આરોપ લગાવ્યાં. તેમણે નામ લીધા વિના કહ્યું કે આ ક્ષેત્રનો સૌથી મોટો દેશ એટમ એક્સેપ્શનનો લાભ લઇ રહ્યા છે, જે તે અપ્રસારના નિયમો અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. તેમણે આ વાત આંતરરાષ્ટ્રીય સમુદાયની 65 સભ્યોની સમિતિથી લઈને કોર્પોરેટ આર્મ્સ કંટ્રોલ એન્ડ નિશસ્ત્રીકરણ સમજૂતીની સામે કહી હતી.

અન્ય સમાચારો પણ છે...