તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા (UNGA) ખાતે કોરોના વાઈરસ અંગે ચર્ચા કરવા બે દિવસનું ખાસ સત્ર યોજાશે, આ સત્રમાં વિશ્વભરમાંથી 100 કરતા વધારે અગ્રણીઓ ભાગ લેશે. આ સત્રમાં ભારત સરકારના પશ્ચિમ બાબતોના સચિવ વિકાસ સ્વરૂપ ભાગ લેશે.સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અદાર પુનાવાલા પણ સત્રમાં સંબોધન કરશે. અલબત આ મહાનુભાવો પ્રિ-રેકોર્ડ વીડિયો નિવેદન મારફતે તેમની ઉપસ્થિતિ નોંધાવશે.
It will be my honour and privilege tonight, to address over a hundred world leaders and nations at the @UN special session on #COVID19, highlighting India's crucial role and contribution in fighting this unprecedented global pandemic. https://t.co/gQ9xbJnqzn
— Adar Poonawalla (@adarpoonawalla) December 4, 2020
સત્રમાં જે અગ્રણીઓ સંબોધન કરશે તેમા ફ્રાંસના પ્રમુખ મેક્રોન, જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરસ જોહનસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા, દક્ષિણ આફ્રિકાના પ્રમુખ કિરીલ રામાફોસા, અને યુરોપિયન યુનિયન (EU)ન વડા કાર્લિસ માઈકલનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય અને માનવ સેવા બાબતના સચિવ એલેક્સ અઝર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે.
UNGAના પ્રમુખ વોલ્કન બોઝકિર કોવિડ-19 મહામારી અંગે યોજાઈ રહેલા 31મા ખાસ સત્રની યજમાની કરશે.
બે દિવસના આ ખાસ સત્ર જનરલ ડેટાબેઝ ધરાવશે તેમ જ નિષ્ણાતો, UN એજન્સીઓ તથા અગ્રણી વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અદાર પુનાવાલા પ્રિ-રેકોર્ડ વીડિયો મારફતે આ સત્રને સંબોધિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને લીધે વિશ્વમાં 1.5 મિલિયનથી વધારે લોકોના મૃત્યુ થયા છે, 62 મિલિયન કરતા વધારે સંક્રમણના કેસ નોંધાયા છે. કોવિડ-19ને અંકૂશમાં લેવો તે આંતરરાષ્ટ્રીય સમુદાયની મુખ્ય પ્રાથમિકતા છે, તેમ UNGAએ એક યાદીમાં જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.