તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુક્રેનમાં પઠાણી ઉઘરાણી:આ દેશમાં લોન પરત નહીં કરનારના અંડરવિયરની પણ હરાજી કરી દેવામાં આવે છે

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બાકી નિકળતા પૈસા વસુલ કરવા આ અંડરવિયરની પણ હરાજી કરવામાં આવી - Divya Bhaskar
બાકી નિકળતા પૈસા વસુલ કરવા આ અંડરવિયરની પણ હરાજી કરવામાં આવી
 • કુતરા, ગાય, ઘેટા બકરાની પણ હરાજી કરી બાકી નિકળતા પૈસાની વસુલાત કરવામાં આવે છે

યુક્રેનમાં દેવુ વસુલવા માટે કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. વર્ષ 2020માં આર્થિક સ્થિતિ ખૂબ જ બગડી જવાને લીધે ઘણાબધા લોકોએ ધિરાણ કે લોનના સ્વરૂપમાં દેવુ ઉભુ કર્યું હતું અને હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે માથા પર રહેલું આ દેવું પરત કરવાની તેમની ક્ષમતા રહી નથી. આ સંજોગોમાં કડક કાયદાઓ હેઠળ લોકોના અંડરવિયરથી લઈ કુતરા અને અંગત માલ-સામાનની પણ હરાજી કરવામાં આવી રહી છે. દેવુ નહીં ચુકવી શકતા લોકો સામે સરકાર આકરા પગલાં ભરી રહી છે. કેટલાક લોકો ધિરાણ મેળવીને ભાગી જાય છે. બેંક અને ધિરાણકર્તા સંસ્થાઓ તેમ જ એજન્સીઓ તેમને સતત શોધતી રહે છે.

યુક્રેન સરકાર આ પ્રકારના લોકોને મજા ચખાડવા માટે કડક નિયમો તૈયાર કર્યા છે. કોવિડ-19 સંક્રમણ સમયે અહીંની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે.

અંડરવિયરની પણ હરાજી કરવામાં આવે છે
BBC પ્રમાણે સેન્ટ્રલ સિટી Kryvyi Rihમાં જસ્ટિસ મિનીસ્ટ્રી વેબસાઈટ પર આ હરાજી કરવામાં આવી હતી. તેમા એક અંડરવિયરને 19.4 Hryvnia એટલે કે રૂપિયા 50માં હરાજી કરવામાં આવ્યો હતો.

ગાય અને ઘેટા-બકરાની પણ હરાજી
આ અહેવાલ પ્રમાણે સ્ટેટ ડિફોલ્ટર લોકોના કુતરા, ઘેટા-બકરા અને ગાયની પણ હરાજી કરવામાં આવી રહી છે. કોવિડના સમયમાં યુક્રેનમાં ડિફોલ્ટરોની સંખ્યામાં મોટો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એક બાબત વ્યાપક પ્રમાણમાં ચર્ચામાં રહી હતી કે જ્યારે બે કુતરાઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.

આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે
UNના એક અહેવાલ પ્રમાણે મહામારીમાં 40 ટકા લોકો એવા છે જેમના ઘરમાં કોઈને કોઈની નોકરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો