અદ્દભુત:દીપડો જડબામાં હરણની ડોકી પકડી આંખના પલકારામાં ઝાડ પર ચડી ગયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી:  તમે દીપડાને ઝાડ પર ચડતાં જોયો હશે. પણ શું તમે ક્યારેય દીપડાને શિકારને લઈને ઝાડ પર ચડતા જોયો છે?  સોશ્યલ મીડિયા પર હાલ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં દીપડો પોતાની અંદાજે ત્રણ ગણા વજનદાર મૃત હરણને લઈને ઝાડ પર સડસડાટ ચડી જાય છે. 
કેન્દ્ર સરકારના વન સંરક્ષણ અધિકારી પ્રવીણ કેશવાને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દીપડો પહેલાં એક હરણનો શિકાર કરે છે. શિકાર કરેલાં હરણની નિરાંતે મિજબાની માણવા દીપડો તેને એક સીધા અને સપાટ વૃક્ષની નજીક લાવે છે. થોડી વારમાં જ હરણની ડોકીને જડબામાં પકડીને દીપડો પંજાથી ઝાડ ચડવાનું શરૂ કરે છે. દીપડો  છથી સાત ફલાંગમાં તો અંદાજે 15 ફૂટ ઉંચા ઝાડ પર શિકાર સાથે ચડી જાય છે. બાદમાં ઝાડ પર ડાળખીઓ વચ્ચે હરણને મૂકી તેની મીજબાની માણે છે.

અન્ય સમાચારો પણ છે...