જળવાયુ સંકટ:વધતી વસતી અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ નહીં સુધરે તો 500 કરોડ લોકો પાણી વગર ટળવળશે: UN રિપોર્ટ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા જળસંકટ વિશે ચેતવણી આપી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાણીની અછતના કારણે પહેલેથી જ દુનિયાના કરોડો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ રિપોર્ટ The State of Climate Services 2021: Water નામથી જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, વર્તમાન સમયમાં વોટર મેનેજમેન્ટ, તેની દેખરેખ, પૂર્વાનુમાન અને સમયસર ચેતવણી આપતી ટેક્નોલોજી વચ્ચે યોગ્ય તાલમેલ નથી. તે ઉપરાંત વિશ્વ સ્તર પર જળવાયુની ખાધ પૂરવાના જે પ્રયત્નો કરવામાં આવે છે તે પણ પૂરતા નથી.

દુનિયામાં 350 કરોડ લોકોને વર્ષમાં 1 મહિનો પાણી નથી મળતું
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2018માં અંદાજે દુનિયાના 350 કરોડ લોકો એવા છે જેમને વર્ષમાં 11 મહિના જ પાણી મળે છે. તેનો અર્થ એ થાય છે કે, તેમને વર્ષમાં એક મહિનો જળ સંકટ સામે ઝઝૂમવું પડે છે. વર્ષ 2050માં આ આંકડો 500 કરોડનો થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના હવામાન વિજ્ઞાન એજન્સીના મહાસચિવ પેટેરી ટાલસનું કહેવું છે કે, ધરતીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને તેના કારણે પાણીના સોર્સ પણ ઘટી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર વરસાદના પૂર્વાનુમાન અને ખેતીની ઋતુ ઉપર પણ થઈ રહી છે. તેમણે આ વિશે આકંશા વ્યક્ત કરી છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર ખાદ્ય સુરક્ષા અને માનવ સ્વાસ્થય પર થઈ શકે છે.

2050 સુધીમાં 500 કરોડ લોકોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા
2050 સુધીમાં 500 કરોડ લોકોને પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા

એશિયાઈ દેશોમાં પાણીની સૌથી વધુ અછત
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2000થી પાણી સંબંધિત મુશ્કેલીઓ સતત વધી રહી છે. છેલ્લા બે દશકાની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં પાણી સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. તે સાથે જ તેનાથી થતાં મોતના આંકડા પણ વધી રહ્યા છે. પાણીની અછતની સૌથી વધારે અસર એશિયાઈ દેશોમાં જોવા મળી રહી છે. ટાલસનું કહેવું છે કે, છેલ્લાં એક વર્ષમાં જાપાન, ચીન, ઈન્ડોનેશિયા, નેપાળ, પાકિસ્તાન અને ભારતમાં ભારે વરસાદ થયા પછી મુશ્કેલીઓ વધીહતી. લાખો લોકોને આ કારણે જ વિસ્થાપિત થવું પડ્યું હતું. યુએન રિપોર્ટ પ્રમાણે આવું કોઈ એક દેશ કે વિસ્તારમાં જોવા નથી મળ્યું પરંતુ સમગ્ર દુનિયામાં આવું જોવા મળ્યું છે. યુરોપમાં આવેલા પૂરના કારણે ઘણાં લોકોના મોત થયા છે અને અબજો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે.

જમીનાન પહેલાં સ્તરમાં પાણી ઘટી રહ્યું છે
જળસંકટની વાત કરીએ તો છેલ્લા બે દશકામાં જમીનના ઉપરના સ્તરમાં પાણીની માત્રામાં પ્રતિવર્ષ 1 સેન્ટીમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. તેની અસર એન્ટાક્રટિકા અને ગ્રીનલેન્ડમાં પણ જોવા મળી છે. તે ઉપરાંત છેલ્લાં બે દશકામાં સમગ્ર દુનિયામાં દુષ્કાળની ઘટનાઓમાં પણ વધારો થયો છે. દુષ્કાળના કારણે સૌથી વધારે મોત આફ્રિકામાં થયા છે. જળ સંકટ પર કેન્દ્રીત આ રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, હાલના સમયમાં અંદાજે 200 કરોડ લોકો પાણીની અછત સામે ઝઝૂમી રહ્યા છે. ચોખ્ખુ પાણી આખી દુનિયાને મળે તે એક પડકાર છે. તે માટે રિપોર્ટમાં અમુક સૂચનો પણ કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વોટર મેનેજમેન્ટમાં સમજૂતી કરીને આ મુશ્કેલીથી છૂટકારો મેળવી શકાય છે. તે ઉપરાંત રોકાણ

અન્ય સમાચારો પણ છે...