તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનનું શાસન LIVE:મસૂદના યૌદ્ધાઓએ પંજશીરના પહાડોમાં તાલિબાનના લડવૈયાઓને એમ્બૂસમાં ફસાવ્યા, રોકેટ હુમલામાં ડઝનેક તાલિબાનીઓ ઠાર

નવી દિલ્હી18 દિવસ પહેલા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી
  • ભારતે કહ્યું- અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે ન થાય
  • અમેરિકાએ કહ્યું- ISIS-K પર અમારું ધ્યાન કેન્દ્રિત રહેશે
  • તાલિબાને કહ્યું- ભારત સાથે સારા સંબંધો જોઈએ, કાશ્મીરમાં દખલ નહીં કરે

તાલિબાનીઓએ રાજધાની કાબુલ સહિત લગભગ સમગ્ર અફઘાનિસ્તાનમાં કબજો કરી લીધો છે, પરંતુ તેમના લડવૈયાઓ માટે પંજશીરમાં ઘુસવું મુશ્કેલ થઈ ગયું છે. પંજશીર સમર્થકોએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં પહાડોથી તાલિબાનીઓ પર જોરદાર ફાયરિંગ અને રોકેટ લોન્ચર છોડવામાં આવી રહ્યાં છે. આ લડાઈમાં ડઝનથી વધુ તાલિબાનીઓ માર્યા ગયા છે, જ્યારે કે 19 લોકોને મસૂદની સેનાએ ધરપકડ કરી છે.

વીડિયો પંજશીરના ખવાક જિલ્લાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંજશીરના યૌદ્ધાઓ પહાડોમાં છુપાઈને તાલિબાનીઓને પોતાના એમ્બૂશમાં ફસાવી રહ્યાં છે. તેઓ તાલિબાનીઓ પર પહાડોમાંથી ધનાધન ગોળીઓ અને રોકેટ લોન્ચર છોડી રહ્યાં છે. પહાડોથી ઘેરાયેલા આ વિસ્તારમાં એન્ટ્રી કરવી તાલીબાનીઓ માટે મુશ્કેલ થઈ રહ્યું છે. જો કે આ હુમલામાં તાલિબાને પણ નોર્ધર્ન એલાયન્સની સેનાને ઘણું જ નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો છે.

ભારતે કહ્યું- આતંકી પ્રવૃતિઓ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થાય
કાબુલ એરપોર્ટથી જ્યારે ફ્લાઇટ ઓપરેશન શરૂ થશે ત્યારે ભારત ફરી એકવાર એરપોર્ટ પરથી ભારતીય નાગરીકોને બહાર કાઢશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે મીડિયાને જણાવ્યું કે કાબુલ એરપોર્ટ હાલમાં કાર્યરત નથી. ઓપરેશન ફરી શરૂ થતાં જ અમે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનું અમારું અભિયાન શરૂ કરીશું.

અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારની સરકાર બનશે? આ પ્રશ્ન પર બાગચીએ કહ્યું હતું કે આપણે અંદાજો ન લગાવી શકીએ. અફઘાનિસ્તાનમાં ક્યા પ્રકારની સરકાર બનાવી શકાય તે અંગે અમારી પાસે કોઈ નક્કર માહિતી નથી. તાલિબાન સાથે ભારતની આગામી વાટાઘાટોના રોડમેપના પ્રશ્ન પર બાગચીએ કહ્યું કે તે હા કે ના વિશેની વાત નથી. અમારો ઉદ્દેશ એ છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં ન આવે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી.

કાબુલ એરપોર્ટથી વિમાનસેવા ટૂંક સમયમાં શરુ થવાની આશા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન વચ્ચે કાબુલ એરપોર્ટથી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. કતારની એક ટેકનિકલ ટીમ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાથી થયેલા નુકસાનનો અંદાજો મેળવી રહી છે. 31 ઓગસ્ટે અમેરિકન દળોએ કાબુલ એરપોર્ટ છોડ્યા બાદ કાબુલ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સનું સંચાલન બંધ થઈ ગયું હતું. અમેરિકા સહિત અન્ય દેશો કાબુલ એરપોર્ટ પરથી સેનાના વિમાનો દ્વારા તેમના લોકોને એરલિફ્ટ કરી રહ્યા હતા, પરંતુ કાબુલ એરપોર્ટ 31 ઓગસ્ટથી તાલિબાનના નિયંત્રણ હેઠળ છે અને એરપોર્ટ ફરી શરૂ થાય તે પહેલાં હવે ટેકનિકલ ખામીઓ દૂર કરવામાં આવી રહી છે.

અફઘાનિસ્તાનમાંથી લોકોને જમીન માર્ગે બહાર કાઢવાનો પ્લાન પણ બનાવી રહ્યું છે અમેરિકા; અત્યારસુધીમાં 24 હજાર અફઘાનો અમેરિકા પહોંચી ચૂક્યા
અમેરિકાએ કાબુલ એરપોર્ટ ભલે તાલિબાનને સોંપી દીધું છે, પરંતુ તે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તેના નાગરિકો અને અફઘાનોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ જ રાખશે. યુએસ વિદેશ મંત્રાલયના અન્ડર સેક્રેટરી વિક્ટોરિયા નુલેન્ડે કહ્યું હતું જે લોકો અફઘાનિસ્તાન છોડવા માગે છે તેમને બહાર કાઢવા હવાઇ અને જમીન માર્ગ સહિતના તમામ વિકલ્પો શોધી રહ્યા છીએ. જ્યારે યુએસ વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે માહિતી આપી છે કે 31 ઓગસ્ટની રાત સુધીમાં 24 હજાર અફઘાનો સહિત 31,107 લોકો અફઘાનિસ્તાનથી અમેરિકાથી પહોંચી ગયા છે.

પંજશીરમાં 13 તાલિબાનો માર્યા ગયા
તાલિબાન અફઘાનિસ્તાનના પંજશીરમાં નોર્થર્ન અલાયન્સ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન એવા અહેવાલો છે કે નોર્થર્ન અલાયન્સના લડવૈયાઓએ 13 તાલિબાનને ઠાર કર્યા છે તેમજ તેમની ટેન્કનો પણ નાશ કર્યો છે. જ્યારે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ, જે નોર્થર્ન અલાયન્સનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે તાલિબાન સાથે યુદ્ધ લડી રહેલું પ્રતિકારક દળ ભલે પંજશીરમાં હોય, પરંતુ તે તમામ અફઘાનોના અધિકારોની રક્ષા કરશે.

ભારતમાં હિન્દુ નેતાઓ પર હુમલો કરી શકે છે ISIS-ખુરાસાન
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ભારતમાં આતંકવાદી હુમલાનું જોખમ પણ બની રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આતંકી સંગઠન ISISનું ખુરાસાન ગ્રુપ (ISIS-K) ભારતમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. ISIS-K ભારતમાં હિન્દુ નેતાઓ અને મંદિરોને નિશાન બનાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ISISના સંપર્કમાં છે. કાશ્મીર અને કર્ણાટકમાંથી પકડાયેલા કેટલાક શકમંદોએ આ ઘટસ્ફોટ કર્યો છે. આ પછી ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે.

પંજશીરમાં યુદ્ધ વચ્ચે તાલિબાને નવા રાજ્યપાલની નિમણૂક કરી
અફઘાનિસ્તાનના પંજશીર પર કદાચ તાલિબાનનો કબજો ન હોય, પરંતુ તેણે તેના વતી પંજશીરના નવા ગવર્નરની નિમણૂક કરી છે, એવી અફઘાનિસ્તાન મીડિયા 1TVNewsAF દ્વારા માહિતી આપવામાં આવી છે. તાલિબાન તરફથી તાલિબાનના ઇન્વિટેશન અને માર્ગદર્શન આયોગના વડા અમીરખાન મુતાકી, જેઓ પંચશીર (નોર્થર્ન અલાયન્સ)ના લડવૈયાઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પંજશીર મુદ્દે વાટાઘાટો નિષ્ફળ રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જેઓ શરણાગતિ કરવા માગે છે તેઓ સ્વીકારી શકે છે અને જેઓ લડવા માગે છે તેમને જવાબ આપવામાં આવશે, અમે પંજશીર પર હુમલો કર્યો છે.

શું ઈરાન મોડલ પર તાલિબાન સરકાર બનાવશે?
તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર બનાવવાની ફોર્મ્યુલા લગભગ નક્કી કરી લીધી છે. ટૂંક સમયમાં તાલિબાન પોતાની સરકારને દુનિયા સમક્ષ જાહેરાત કરશે કાબુલમાં તેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તાલિબાન અફઘાનિસ્તાનમાં ઈરાનના મોડલ સાથે સરકાર બનાવી શકે છે. મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદા અફઘાનિસ્તાનના નવા સર્વોચ્ચ નેતા બની શકે છે.

ટોલો ન્યૂઝ અનુસાર, તાલિબાન સરકાર બનાવવા માટે ઈરાનની ફોર્મ્યુલાને અનુસરશે. જ્યાં એક સર્વોચ્ચ નેતા હશે અને તેમાં વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિ કાર્ય કરશે. તાલિબાને પોતાનો પ્લાન તૈયાર કર્યો છે, સરકારની જાહેરાત આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે.

અમેરિકાએ કહ્યું- તાલિબાન એક ક્રૂર સંગઠન છે, વિશ્વાસ નથી કે એ બદલાશે, અમારું ધ્યાન ISIS-K પર રહેશે
અફઘાનિસ્તાન છોડ્યા બાદ અમેરિકાની સેનાના જનરલ માર્ક મિલ્લેએ કહ્યું હતું કે તાલિબાન એક ક્રૂર સંગઠન છે અને એ બાબતે પણ કશું કહી શકાય નહીં કે એ બદલાશે કે નહીં. આ દરમિયાન મિલ્લેએ તાલિબાન સાથે અમેરિકાના અત્યારસુધીના ડિલિંગ્સ વિશે કહ્યું હતું કે આવી સ્થિતિ પર તમે એ જ કરો છો જે તમારા મિશન અને સેનાના જોખમ ઘટાડવા માટે જરૂરી હોય છે, ન કે એ જે તમે ઈચ્છો છે. જ્યારે ઓસ્ટિને કહ્યું હતું કે તાલિબાન સાથે ભવિષ્યના સહયોગ વિશે કોઈ અનુમાન કરી શકીએ નહીં, પરંતુ અમારું ISIS-K પર ધ્યાન કેન્દ્રિત રહેશે.

યુએસ આર્મી જનરલ માર્ક મિલ્લે (જમણે) અને યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન (ડાબે) બુધવારે પ્રેસ-કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન મિશન સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
યુએસ આર્મી જનરલ માર્ક મિલ્લે (જમણે) અને યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન (ડાબે) બુધવારે પ્રેસ-કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન મિશન સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ એરપોર્ટ પર હુમલા બાદથી આતંકી સંગઠન ISIS-ખુરાસાન (ISIS-K)ને અમેરિકાએ નિશાન બનાવ્યું છે. કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલામાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા. આ હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી હતી. આ પછી યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને ચેતવણી આપી હતી કે હુમલાખોરોને પકડી પકડીને મારવામાં આવશે. તેના 36 કલાકની અંદર જ અમેરિકાએ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં ડ્રોન હુમલામાં ISIS-Kના બે આતંકવાદીને મારી નાખ્યા હતા.

UNની ચેતવણી - અફઘાનિસ્તાનમાં એક મહિનામાં ખાદ્ય સંકટ ઊભું થઈ શકે છે

અફઘાનિસ્તાનમાં તાલિબાન તેની સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને લૂંટેલાં અમેરિકન હથિયારો સાથે પરેડ કરી રહ્યા છે. બીજી બાજુ, દેશ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાન એક મહિનાની અંદર ખાદ્ય સંકટનો સામનો કરી શકે છે અને ત્રણમાંથી એક વ્યક્તિને ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનનાં અડધાથી વધુ બાળકો અત્યારે ખોરાક માટે તડપી રહ્યાં છે.

પંજશીર લડવૈયાઓએ જાહેરાત કરી- તાલિબાન સામે યુદ્ધ ચાલુ રહેશે
પંજશીરમાં તાલિબાન સામે યુદ્ધ લડી રહેલા પ્રતિકાર દળે કહ્યું હતું કે લડાઈ ચાલુ રહેશે, કારણ કે તાલિબાન સાથે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. આખા અફઘાનિસ્તાનમાં પંજશીર એકમાત્ર એવું ક્ષેત્ર છે, જ્યાં તાલિબાન કબજો કરી શક્યું નથી. અહમદ શાહ મસૂદનો પુત્ર અહમદ મસૂદ, જે સિંહ ઓફ પંજશીર તરીકે જાણીતો છે અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ તાલિબાન સામે યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા છે.

તાલિબાને દાવો કર્યો છે કે તેણે પંજશીરને ઘેરી લીધું છે
તાલિબાનના એક વરિષ્ઠ નેતાએ બુધવારે કહ્યું હતું કે તેમણે પંજશીરને ઘેરી લીધું છે અને બળવાખોરોને સમજૂતી કરવા કહ્યું છે. પંજશીરના લોકોને રેકોર્ડ કરેલું ભાષણ પણ સંભળાવવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ તાલિબાન નેતા અમીરખાન મોટાકીએ બળવાખોર લડવૈયાઓને શસ્ત્ર હેઠાં મૂકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનનું ઇસ્લામિક અમીરાત તમામ અફઘાનોનું ઘર છે.

3 દિવસમાં તાલિબાનની સરકાર બનશે, મહિલાઓ પણ સામેલ થશે
કતારમાં તાલિબાનના રાજકીય કાર્યાલયના નાયબ વડા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈએ બુધવારે જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે. એમાં તે લોકો સામેલ નહિ કરવામાં આવે, જેઓ 20 વર્ષથી સરકારમાં છે. નવી સરકારમાં પવિત્ર અને શિક્ષિત લોકો સામેલ હશે. મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પહેલાં તાલિબાન નેતા અનસ હક્કાનીએ પણ કહ્યું હતું કે સરકાર બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

તાલિબાને કહ્યું- ભારત સાથે સારા સંબંધો જોઈએ, કાશ્મીરમાં દખલ નહીં કરે
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલકાયદાની કમર તોડી નાખી હતી, પરંતુ જલદી જ તેની લશ્કરી હાજરી દૂર થતાં અલકાયદાએ ફરી હિંમત બતાવવાનું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈન્ય વાપસીના બીજા જ દિવસે, અલકાયદાએ તાલિબાનને અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરને આઝાદ કરવું જોઈએ. અલકાયદાએ કહ્યું, તેવી જ રીતે લેવન્ટ, સોમાલિયા, યમન, કાશ્મીરને આઝાદ કરવું જોઈએ.

જોકે તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તે અફઘાનિસ્તાનને આતંકવાદીઓના હાથમાં આવવા દેશે નહીં. તાલિબાન નેતા અનસ હક્કાનીએ બુધવારે કહ્યું, 'અમે કાશ્મીરને લઈને અમે દખલ કરીશું નહીં. અમે ભારત સાથે મૈત્રીપૂર્ણ અને સારા સંબંધો ઈચ્છીએ છીએ. કાશ્મીર અમારા અધિકારક્ષેત્રમાં આવતું નથી. અમે અમારી નીતિ વિરુદ્ધ કામ કરીશું નહીં.'

અફઘાનમાંથી લોકોની હિજરત ચાલુ છે
કાબુલ એરપોર્ટ પરથી યુએસ આર્મી રવાના થયા બાદ પણ અફઘાનિસ્તાનથી લોકોના હિજરતની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. તાલિબાનની નિર્દયતા અને ડરને કારણે લોકો ગમે તેમ કરીને દેશ છોડવા માગે છે. એરપોર્ટ બંધ છે, પરંતુ લોકો પર્વતો અને રેતાળ રસ્તાઓ દ્વારા પાકિસ્તાન, તુર્કી અને ઈરાનની સરહદોમાં આશ્રય લઈ રહ્યા છે.

ડેઇલી મેલે એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ (સગર્ભા સ્ત્રીઓ સહિત), બાળકો, વૃદ્ધો અને યુવાનો તાલિબાનથી દૂર આ માર્ગો પર ચાલી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ ભીડમાં ઘણા એવા લોકો પણ છે, જેઓ પગપાળા 1500 કિમી ચાલીને તુર્કી, ઈરાન તરફ ભાગી રહ્યા છે.

જુઓ, અફઘાનિસ્તાનથી હિજરતની તસવીરો ...

તાલિબાન લડવૈયાઓ કાબુલ એરપોર્ટ પર હાજર છે અને ફ્લાઇટ ઓપરેશન બંધ છે. આવી સ્થિતિમાં લોકો હજારો કિલોમીટર પગપાળા ચાલીને સરહદ પાર કરી રહ્યા છે.
તાલિબાન લડવૈયાઓ કાબુલ એરપોર્ટ પર હાજર છે અને ફ્લાઇટ ઓપરેશન બંધ છે. આવી સ્થિતિમાં લોકો હજારો કિલોમીટર પગપાળા ચાલીને સરહદ પાર કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનથી ભાગી ગયેલા હજારો લોકો તુર્કી અને ઈરાનમાં શરણ લઈ રહ્યા છે.
અફઘાનિસ્તાનથી ભાગી ગયેલા હજારો લોકો તુર્કી અને ઈરાનમાં શરણ લઈ રહ્યા છે.
હજારો મહિલાઓ, બાળકો અને વૃદ્ધો દેશ છોડીને જઇ રહ્યા છે.
હજારો મહિલાઓ, બાળકો અને વૃદ્ધો દેશ છોડીને જઇ રહ્યા છે.

બાઈડનનો દાવો- અફઘાનિસ્તાનમાં બાકી રહેલા અમેરિકનોને પરત લાવીશું
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની સંપૂર્ણ વાપસી બાદ વ્હાઈટ હાઉસમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પરત લાવવાનો દાવો કર્યો અને કહ્યું હતું કે અત્યારે ત્યાં લગભગ 100-200 અમેરિકનો ફસાયેલા છે.

તમને જણાવી દઈએ કે બાઈડનની અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોના મુદ્દે ટીકા થઈ રહી હતી. જ્યારે બાઈડનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જે નાગરિકો ફસાયેલા છે, તેમની પાસે અફઘાનિસ્તાનની નાગરિકતા પણ છે. અગાઉ આ લોકોએ તેમના અફઘાન મૂળનો હવાલો આપતાં ત્યાં રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તેઓ ત્યાંથી બહાર આવવા માગે છે. અફઘાનિસ્તાનમાં રહેલા તમામ અમેરિકનો પાછા આવવા માગતા હતા, તેમાંથી 90% પરત આવી ગયા છે અને ફસાયેલા લોકો માટે કોઈ સમયમર્યાદા નથી. અમે તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

અન્ય સમાચારો પણ છે...