તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • UN Removes Cannabis From List Of Dangerous Drugs, Recognizes Cannabis As A Drug, 25 Countries, Including US, Vote In Support

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંગ ડ્રગ્સ નહીં, દવા:UNએ ભાંગને જોખમી ડ્રગ્સના લિસ્ટમાંથી હટાવી, ભાંગને દવા તરીકે માન્યતા અપાઈ, અમેરિકા સહિત 25 દેશે સમર્થનમાં વોટિંગ કર્યું

વિયેના4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સંયુક્ત રાષ્ટ્રો (UN)માં થયેલા ઐતિહાસિક મતદાન બાદ છેવટે ભાંગને દવા તરીકે માન્યતા અપાઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નિષ્ણાતોની ભલામણ બાદ યુએને આ નિર્ણય લીધો છે. યુએનના કમિશન ફોર નાર્કોટિક ડ્રગ્સે ભાંગને એવા નશીલા પદાર્થોના લિસ્ટમાંથી હટાવી દીધી છે કે જેમાં હેરોઇન જેવું જોખમી ડ્રગ્સ પણ સામેલ હતું. આ લિસ્ટમાં એવા ડ્રગ્સ રખાય છે કે જે ખૂબ જ એડિક્ટિવ હોય, મનુષ્યોના આરોગ્ય માટે બહુ જ જોખમી હોય અને જેમના મેડિકલ ફાયદા સાવ ઓછા કે નહિવત્ હોય. હવે ભાંગને આ લિસ્ટમાંથી હટાવી લેવાઈ છે.

જોકે યુએનના કાયદા અનુસાર, નોન-મેડિકલ યુઝ માટે ભાંગ હજુ પણ એક પ્રતિબંધિત ડ્રગ જ ગણાશે. ભાંગને પ્રતિબંધિત માદક પદાર્થોના લિસ્ટમાંથી હટાવવા યુએને મતદાન કરાવ્યું હતું, જેમાં 27 દેશે તરફેણમાં અને 25 દેશે વિરુદ્ધમાં મતદાન કર્યું. આ ઐતિહાસિક વોટિંગ દરમિયાન અમેરિકા અને બ્રિટને ફેરફારની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને રશિયાએ આ ફેરફારનો વિરોધ કર્યો હતો.

યુએનના આ નિર્ણય બાદ ભાંગમાંથી બનેલી દવાઓના ઉપયોગમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. તદુપરાંત, ભાંગ સંબંધી સાયન્ટિફિક રિસર્ચને પણ ઘણું પ્રોત્સાહન મળી શકે છે. યુએનના આ નિર્ણય બાદ ઘણા દેશો ભાંગ અને ગાંજાના ઉપયોગ અંગે તેમની પોલિસીમાં ફેરફાર કરી શકે છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાંગ અને ગાંજાના મેડિકલ ફાયદા અંગેની ચર્ચાએ વેગ પકડ્યો છે. હાલ 50થી વધુ દેશોએ ભાંગની મેડિકલ વેલ્યુ સમજતાં એને એક યા બીજા પ્રકારે કાયદેસર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો