• Gujarati News
  • International
  • UN Chief Expresses Concern Over Rising Temperatures For 6 Years; Prime Minister's Speech In A Few Minutes

COP26માં વર્લ્ડ લીડર્સ:ક્લાયમેન્ટ ચેન્જ સામેના યુદ્ધને લઈને PMની પંચામૃત ફોર્મ્યૂલા, વિશ્વને આપ્યો 'LIFE' મંત્ર

એક મહિનો પહેલા
COP26 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટિશ PM બોરિસ જોનસન અને UN ચીફ એન્તોનિયો ગુતારેસ વચ્ચે સારું એવું બોન્ડિંગ જોવા મળ્યું.
  • PM મોદીએ કહ્યું- ગ્લોબલ વોર્મિંગને લઈને તમામ દેશ એક થાય તે જરૂરી, આ મુદ્દાને જનભાગીદારી અભિયાન બનાવો

વડાપ્રધાન મોદી 3 દિવસની રોમ યાત્રા પૂર્ણ કરીને COP26 સમિટમાં સામેલ થવા ગ્લાસ્ગો પહોંચ્યા છે. તેઓએ દુનિયા સમક્ષ જળવાયુ પરિવર્તનને લઈને ભારતનો એજન્ડા સામે રાખ્યો.

કોપ 26માં એક્શન એન્ડ સોલિડેરિટીઃ ધ ક્રિટિકલ ડિકેડ સેગમેન્ટમાં ભાષણ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું- ભારતમાં જળથી નળ પરિયોજનામાં લોકોને લાભ મળ્યો. ભારતમાં સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા લોકોના જીવનમાં સુધારો આવ્યો. ગ્લોબલ વોર્મિંગ પર નાના દેશોને મદદની જરૂરિયાત છે.

ભારત સહિત મોટા ભાગના વિકાસશીલ દેશોના ખેડૂતો માટે જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર છે. દેશમાં વરસાદ, પૂર અને વાવાઝોડાથી ખેતરમાં પાક નાશ થઈ રહ્યાં છે. પીવાના પાણીના સ્ત્રોતથી લઈને એફોર્ડેબલ હાઉસ સુધી તમામ માટે જળવાયુ પરિવર્તન વિરૂદ્ધ નિયમોને અસરકારક બનાવવાની જરૂરિયાત છે.

પછાત દેશોને વૈશ્વિક મદદની જરૂરિયાત
PMએ કહ્યું- પછાત દેશોને વૈશ્વિક મદદથી જરૂરિયાત છે. જે માટે વિકસિત દેશોને આગળ આવવાની જરૂરિયાત છે. દુનિયાએ હવે એડોપ્ટેશન પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. જરૂરી છે કે ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તમામ દેશ એકસાથે આવે અને આ મુદ્દાને જનભાગીદારી અભિયાન બનાવે.

ભારતના અભિગમથી જોડાય દુનિયા
એડોપ્ટેશનની રીત ભલે સ્થાનિક હોય પછાત દેશોને તે માટે દુનિયાનો સહયોગ મળવો જોઈએ. લોકલ એડોપ્ટેશનને ગ્લોબલ સહયોગ માટે ભારતે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેજિસ્ટેન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અભિગમની શરૂઆત કરી હતી. હું તમામ દેશોને આ અભિયાનમાં જોડાવવાની અપીલ કરું છું.

ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસનની સાથે વડાપ્રધાન મોદી
ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરિસનની સાથે વડાપ્રધાન મોદી

નળથી જળ, ક્લીન ઈન્ડિયા મિશન અને ઉજ્જવલાથી સુધર્યું જીવન
ભારતમાં અમે અનેક મુદ્દાઓ અને વિકાસના કાર્યક્રમોમાં પણ પ્રાકૃતિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી છે. નળથી જળ, ક્લીન ઈન્ડિયા મિશન અને ઉજ્જવલાથી અમે લોકોના જીવન સ્તરમાં સુધારાઓ કર્યા છે.

અમારે ત્યાંના લોકો પ્રકૃતિની સાથે રહેવાનો હુન્નર જાણે છે. અમે ઈચ્છીએ કે તેમનો આ હુન્નર આવનારી પેઢીઓ સુધી પહોંચે. તેના માટે જરૂરી છે કે આપણે આ જીવન સાથે જોડાયેલાં મુદ્દાઓને સ્કૂલના સિલેબસમાં સામેલ કરીએ.

અમેરિકા દુનિયાની સામે ઉદાહરણ રજૂ કરશેઃ બાઇડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ સમિટમાં પોતાની વાત રાખી. બાઇડેને કહ્યું- અમારામાં રોકાણ કરવા અને એક સ્વચ્છ હવામાનવાળા ભવિષ્યના નિર્માણ કરવાની ક્ષમતા છે. આ પ્રક્રિયાથી દુનિયાભરમાં લાખો રોજગારીની તક ઊભી થશે. તેનાથી આપણાં બાળકો માટે સ્વચ્છ હવા, આપણાં ગ્રહ માટે સ્વસ્થ વન અને યોગ્ય વાતાવરણ તૈયાર થશે.

COP26 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને સ્વચ્છ ઉર્જાથી રોજગારી ઊભી કરવાની વાત પર જોર આપ્યું
COP26 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને સ્વચ્છ ઉર્જાથી રોજગારી ઊભી કરવાની વાત પર જોર આપ્યું

અમે દેખાડીશું કે અમેરિકા દુનિયાની સામે ઉદાહરણ રજૂ કરશે અને શક્તિથી નેતૃત્વ કરશે. અમારું પ્રશાસન જળવાયુ પ્રતિબદ્ધતાઓને શબ્દોમાં નહીં પરંતુ કાર્યોથી પૂરાં કરવા માટે સતત કામ કરી રહ્યાં છીએ.

સમિટ પહેલાં જોનસનને મળ્યા મોદી
COP26 વર્લ્ડ લીડર્સ સમિટ અંતર્ગત વડાપ્રધાન મોદીએ બ્રિટનના PM બોરિસ જોનસન સાથે મુલાકાત કરી. મોદીએ સમિટના સફળ આયોજન માટે જોનસનને અભિનંદન આપ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ જળવાયુ પરિવર્તન અને સાનુકુળ વાતાવરણ માટે જોનસનના વૈશ્વિક અભિગમની પ્રશંસા કરી.

મોદીએ સમિટના સફળ આયોજન માટે જોનસનને અભિનંદન આપ્યા
મોદીએ સમિટના સફળ આયોજન માટે જોનસનને અભિનંદન આપ્યા

તેઓએ ISA અને CDRI અંતર્ગત સંયુક્ત મુદ્દાઓ સહિત ક્લાઈમેટ ફાયનાન્સ, ટેક્નોલોજી અને ગ્રીન હાઈડ્રોજન તેમજ સ્વચ્છ પ્રોદ્યોગિકરણ પર બ્રિટનની સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી.

આ સાથે જ બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાને 2030ના રોડમેપની સમીક્ષા કરી. તેઓએ વેપાર અને અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રોમાં પ્રાથમિક કાર્યો અંગેની સમીક્ષા કરી.

અમે દુનિયાને ત્યાં લઈ ગયા જ્યાં કયામતની મશીન શરૂ થઈઃ જોનસન
સમિટમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને વિશ્વભરમાં હરિત ઔદ્યોગિક ક્રાંતિની જરૂરિયાત પર ભાર આપ્યો. જોનસને કહ્યું કે સમય આવી ગયો છે કે વિકસિત દેશોને પોતાની વિશેષ જવાબદારી જાણવી જોઈએ. આ માટે દરેક લોકોએ મદદ કરવાની રહેશે.

ગ્લાસ્ગોમાં 250 વર્ષ પહેલાં થયું હતું, જ્યારે જેમ્સ વોટ એક એવી મશીન સાથે આવ્યા હતા જે વરાળથી સંચાલિત થતી હતી. જે કોલસાને સળગાવવાથી પેદા થતી હતી. અમે તમને તે જ જગ્યાએ ફરી લાવ્યા જ્યાંથી કયામતની મશીનની શરૂઆત થઈ હતી. તમામ દેશે એકવખત ફરી આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે. સાથે જ એકબીજાને મદદ કરવી પડશે.

જળવાયુ સમજૂતી બાદ પણ છેલ્લાં 6 વર્ષમાં રેકોર્ડતોડ ગરમી પડી: ગુતારેસ

COP26 સમિટમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્તાનિયો ગુતારેસે કહ્યું કે પેરિસ જળવાયુ સમજૂતી બાદ પણ છેલ્લાં 6 વર્ષમાં રેકોર્ડતોડ ગરમી પડી છે. ફૉસિલ ફ્યૂલ (અશ્મિભૂત ઇંધણ)ના વધતા જતા ઉપયોગથી આપણે માનવતાને ખાતમા તરફ આગળ વધારી રહ્યાં છીએ. આપણે એક આકરો નિર્ણય લેવો પડશે જે જરૂરી છે.

ગુતારેસએ વધુમાં કહ્યું- જીવસૃષ્ટી સાથે ક્રુર વર્તન થાય છે, કાર્બનની સાથે પોતાના લોકોને મારવાનું તેવું હવે બહુ થયું, પ્રકૃતિની સાથે શૌચાલય જેવું વર્તન રોકવાની જરૂર છે. આપણે આપણી જ કબર ખોદી રહ્યાં છીએ. આપણી આંખો સામે જ આપણો ગ્રહ બદલાય રહ્યો છે.

મોદી હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ 'મોદી હૈ ભારત કા ગહના' ગીત ગાયને તેમનું સ્વાગત કર્યું. મોદીએ એક બાળક સાથે પણ વાત કરી. તેઓ અહીં બે દિવસની યાત્રા અંતર્ગત આવ્યા છે.

કોન્ફેન્સ ઓફ પાર્ટીઝનું 26મું સેશન 12 નવેમ્બર સુધી ચાલશે. જેની અધ્યક્ષતા બ્રિટન અને ઈટાલી કરી રહ્યું છે. જેમાં હાઈલેવલ સેગમેન્ટ એટલે વર્લ્ડ લીડર્સ સમિટ થવાની છે. જેમાં 120 દેશના પ્રમુખ સામેલ થઈ રહ્યાં છે.