• Gujarati News
  • International
  • Umaira, Who Arrived In The Netherlands From Afghanistan, Says, 'Maybe! I Would Have Been The Daughter Of Hindustan, Would Have Lived In My Country By Right '

અફઘાની ગર્લની આપવીતી:અફઘાનિસ્તાનથી નેધરલેન્ડ પહોંચેલી ઉમાયરા કહે છે, ‘કદાચ હું હિન્દુસ્તાનની દીકરી હોત તો હકથી મારા દેશમાં રહેતી હોત!’

નેધરલેન્ડ2 મહિનો પહેલા
ઉમાયરાની તસવીર.
  • દિલ્હીથી પીએચડી કરી પાછી ફરી હતી કે દેશ પર તાલિબાની તાળું વાગી ગયું
  • વિમાનમાં સવાર થતાં જ સૌથી પહેલા બુરખો ઉતારી ફેંક્યો, સોગંદ લીધા કે હવે ક્યારેય લાશ બનીને નહીં જીવું

ઉમાયરા તોફાનોને ઝીલતી આવી છે. 9 વર્ષની હતી તો છોકરાની જેમ વાળ કપાવી નાખવાની ભૂલ કરી દીધી. પછી શું, તાલિબાની આતંકીઓ આવી પહોંચ્યા. ઉમાયરા જીવ બચાવવા માટે કૂવામાં કૂદી ગઈ. કોઈ રીતે જીવતી બચી. સમય પસાર થતો ગયો. તાલિબાને પણ સત્તા ગુમાવી. ઉમાયરા કાબુલમાં ગ્રેજ્યુએશન બાદ દિલ્હી આવી ગઈ. જેએનયુમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી. પીએચડી કરી. લૉકડાઉન બાદ કાબુલ પાછી ફરી તો તાલિબાને સત્તા પર કબજો કરી મહિલાઓ માટે પ્રગતિના માર્ગ બંધ કરી દીધા. ઉમરાયને જીવ બચાવવા અફઘાન છોડવું પડ્યું. હાલ નેધરલેન્ડમાં એક રેફ્યુજી કેમ્પમાં છે. તેણે તેની કહાણી શેર કરતાં દિવ્ય ભાસ્કરના મુકેશ કૌશિકને જણાવ્યું હતું કે કદાચ હું હિન્દુસ્તાનની દીકરી હોત તો હકથી મારા દેશમાં રહેતી હોત.

માતા કાબુલ છોડતી વખતે રડી પડી
કાબુલનો તે છેલ્લો દિવસ મારા પર ભારે હતો. દરવાજાથી એરપોર્ટ સુધી આતંકીઓ હતા. અમે છેલ્લીવાર અમારા ઘરને ભારે આશાથી જોયું. જરૂરિયાતની અમુક વસ્તુઓ સાથે લઈને હું, મારી માતા અને મારો ભાઈ નીકળવા લાગ્યાં. માતાએ ફક્ત એક ઓશિકું માગ્યું, જેનાથી તેમને કમરના દર્દથી આરામ મળે છે. મેં ખબર નહીં કેમ પૂછી લીધું કે મા તાળું મારી દઉં. તાળું તો આ દેશને તાલિબાને મારી દીધું છે. હવે આ તાળાથી શું થવાનું છે..માના જવાબથી મારી અંદરનું ધીરજનું તોફાન તૂટી પડ્યું. હું ઘરના આંગણમાં જ નમાજ પઢવા લાગી. હું હિન્દુસ્તાનમાં સ્વર્ગની જેમ જીવી ચૂકી છું પણ મા તો પહેલીવાર કાબુલ છોડી રહી હતી. કદાચ હંમેશા માટે. તે દુવા માગવાના અંદાજમાં કંઈ કહી રહી હતી. ખુદાથી શું માગી રહી છે...મા. તે રડવા લાગી. કહ્યું - આ જુઠી શરિયત તમને મુબારક. હું મારો ઇમાન, માનવતા લઈને અહીંથી જઈ રહી છું. તેના બાદ અમે ઘરની તરફ પાછા ફરીને જોયું જ નહીં.

તમામ આશાઓનો અંત આવી ગયોઃ ઉમાયરા
કાબુલના માર્ગો પર દિલ્હી જેવી રેડ-ગ્રીન લાઇટો નથી. તાલિબાની કબજા બાદ પબ્લિક હેલ્થ સિવાય તમામ મંત્રાલય બંધ છે. પોલીસ ક્યાંય દેખાતી નથી. બજાર એવાં થઈ ગયાં છે જાણે લૉકડાઉન લગાવાયું હોય. અમને લાગતું હતું કે કાબુલ પર કબજો ઓછામાં ઓછો બે મહિના પછી થશે. પછી સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ ગની ભાગી ગયા છે. દરેક વ્યક્તિ કહેવા લાગી કે ગનીએ દેશ વેચી માર્યો. આગામી સવારે ખબર પડી કે તાલિબાને સત્તા પર કબજો કરી લીધો છે. તે સમયે તમામ આશાઓનો અંત આવી ગયો. ટીવી ચેનલ પર મ્યુઝિક બંધ થઈ ગયું. મનોરંજન કાર્યક્રમ અટકાવી દેવાયા. ટોલો ન્યૂઝ ઈસ્લામિક કાર્યક્રમ બતાવા લાગી.

‘હું હિન્દુસ્તાનની દીકરી હોત તો મારા દેશમાં રહેતી હોત’
જીવ બચાવવા માટે મગજમાં પ્રથમ નામ દિલ્હી આવ્યું. જેએનયુ કેમ્પસની યાદો તાજા થઇ હતી. સરોજનીનગરનું શોપિંગ અને લાજપત નગરના છોલે-કુલચેનો સ્વાદ હજુ પણ જીભે હતો. મનમાં આવ્યું કે કદાચ હું હિન્દુસ્તાનની દીકરી હોત તો હકથી મારા દેશમાં રહેતી હોત. પણ કાબુલમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક ના થઇ શક્યો. ભારતથી પાછા ફરી મેં નેધરલેન્ડના એક એનજીઓ માટે કામ શરૂ કર્યું હતું. પછી તેનો સંપર્ક સાધ્યો. તેના દૂતાવાસની ગાડી ઘર સામે હતી. સવાર થતા પહેલાં માતાએ વધુ એક સલાહ આપી. બુરખો પહેરી લે. મેં ખુદને એ કાળા તાબુતમાં જીવતી લાશની જેમ બંધ કરી દીધી.

વિમાનમાં સવાર થતાં જ સૌથી પહેલા બુરખો ઉતારી ફેંક્યો. સોગંદ લીધા કે હવે ક્યારેય જીવતી લાશ બનીને નહીં જીવું. પશ્ચિમી દેશ અફઘાનીઓને શરણ આપી રહ્યા છે. આ કહાણી હોલિવૂડ ફિલ્મ શિન્ડલર્સ લિસ્ટ જેવી છે. તેમાં ફક્ત હુન્નરમંદ યહૂદીઓને લઈ જવાઈ રહ્યા હતા. મારા મગજમાં તે માસૂમ ચહેરા બૂમો પાડી રહ્યા છે જેમને લઈ જનાર કોઈ નથી. તે બંદૂકોના પડછાયામાં પાછળ છૂટી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...