દેશભક્તિ:રશિયા વિરુદ્વ યુક્રેની અબજપતિની સૈન્ય બટાલિયન ટ્રેનિંગ, હથિયારો-વાહનો માટે પણ ચુકવણી કરે છે

કીવ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાર્તિયા બટાલિયને જ લોજોવાથી રશિયન સેનાને શહેરમાંથી ખદેડી હતી

બિઝનેસ લીડરથી સૈન્ય કમાન્ડર બનેલા વસેવોલોદ કોઝેમ્યાકો યુક્રેનના અગ્રણી અબજપતિ છે. તેઓ યુક્રેનની સૌથી મોટી અનાજ-ઉત્પાદન, સંગ્રહ અને નિકાસ કંપનીઓમાંથી એક એગ્રોટ્રેડ ગ્રૂપના સંસ્થાપક અને સીઇઓ છે. પરંતુ હવે તેમનું ધ્યાન યુદ્વ પર કેન્દ્રિત છે. તેઓ કહે છે કે હું એક ઉદ્યોગપતિ છું. પરંતુ હાલમાં યુક્રેનમાં એક સૈન્યના એકમનો કમાન્ડર છું.

વસેવોલોદ કોઝેમ્યાકોએ પોતાની લાઇટ ઇન્ફેન્ટ્રી બટાલિયન સ્થાપી અને તેનું નેતૃત્વ કરી રહ્યા છે. તેને ઔપચારિક રીતે ખાર્તિયા અથવા ચાર્ટરના રૂપમાં ઓળખવામાં આવે છે. તેને અનૌપચારિક રીતે અબજપતિની બટાલિયન પણ કહેવામાં આવે છે. અન્ય અમીર યુક્રેનિયનની સાથે કોઝેમ્યાકો ટ્રેનિંગ, હથિયારો તેમજ વાહનો માટે ચુકવણી કરે છે. તેઓનું યુનિટ સેના પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરે છે, પરંતુ સ્વતંત્ર રીતે કામ કરે છે.

52 વર્ષીય કોઝેમ્યાકો મેરોથોન રનર પણ છે. 2017માં તેઓએ ન્યૂયોર્ક સિટી મેરેથોન સાડા ત્રણ કલાકથી ઓછા સમયમાં પૂરી કરી હતી. તેઓ પોતાના અવનવા પરિધાન તેમજ બહાર ફરવાના શોખ માટે જાણીતા છે. યુદ્વની પહેલાંના તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર સ્વિર્ત્ઝલેન્ડ અને ઓસ્ટ્રિયામાં સ્કી ઇન્ફન્ટ્રી અને યોટ પર વિતાવેલા સમયના ફોટો છે.

4 બાળકોના પિતા કોઝેમ્યાકો પાસે હજારો એકરની જમીન છે. જેનું સંચાલન 1500થી વધુ કર્મચારીઓ કરે છે. ગત 100 દિવસથી ચાલી રહેલા યુદ્વમાં રશિયન સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં મોર્ટારથી સતત હુમલો કરી રહી છે.

વિશેષ માર્શલ લૉ અંતર્ગત ખાર્તિયા બટાલિયન સત્તાવાર છે
બટાલિયન ટેરિટોરિયલ ડિફેન્સ યુનિટ છે જે યુદ્વની જરૂરિયાતો પૂર્ણ થવા સુધી કાર્યરત રહેશે. આવા યુનિટમાં સ્થાનિક પુરુષોનું જૂથ છે જે રેતીથી ભરેલી બોરીઓ પાછળથી રશિયન સેના પર ફાયરિંગ કરી રહી છે. ખાર્તિયા વિશેષ માર્શલ લૉ અંતર્ગત સત્તાવાર છે.

અન્ય સમાચારો પણ છે...