યુક્રેન પર કબજો કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ કોઈપણ કિંમતે આ યુદ્ધ જીતવા માગે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, રશિયન સેના ક્રૂરતાથી વર્તી રહી છે. સ્થિતિ એવી છે કે યુક્રેની સૈનિકો અને પોલીસની સાથે સાથે તેમના પરિવાર અને તેમનાં નવજાત બાળકોની પણ પુતિનના સૈનિકો હત્યા કરી રહ્યા છે. આ સીધી રીતે નરસંહાર જ છે. આવી જ એક ઘટનાની માહિતી તમને આપી રહ્યા છીએ.
રશિયા પર ગંભીર આરોપ
અમેરિકા, યુરોપિયન યુનિયન, નાટો અને યુક્રેન જંગના પહેલા દિવસથી જ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રશિયન સેના સામાન્ય નાગરિકોની પણ હત્યા કરી રહી છે. તેના ઘણા પુરાવા સામે આવ્યા છે. રશિયાએ અત્યારસુધી હંમેશાં એવું જ કહ્યું છે કે તેમની સેનાએ કોઈ નિર્દોષની હત્યા કરી નથી. જોકે તેમણે એવું કહ્યું છે કે હુમલામાં અમુક લોકોનાં મોત અજાણતા થયાં છે.
આ ઘટના કેવી રીતે સામે આવી
ન્યૂયોર્ક પોસ્ટે અમુક એવા યુક્રેની સૈનિક અને પોલીસ વિશે માહિતી આપી છે, જેમના પરિવારોની યુદ્ધના જુનૂનમાં હત્યા કરી દેવામાં આવી છે. એમાં એક પરિવાર વિશે પણ માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે ઓલ્દ ફેદકોની ઉંમર 30 વર્ષ હતી. તે ખર્સેનમાં રહેતો હતો. તેનાં વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બાળકો માટે સુરક્ષિત જગ્યાની તપાસ કરવા કારમાં નીકળ્યા હતા.
ભાઈએ શું કહ્યું?
રશિયન ફોજની ક્રૂરતા વિશે ઓલ્ગના ભાઈ ડેનિસે લોકલ મીડિયાને માહિતી આપી છે. ડેનિસે આ દરમિયાન માને ફોન કર્યો હતો. રશિયન સૈનિકે તેમની કારને રોકીને ઘેરી લીધી હતી. ત્યારે તેઓ રશિયન સૈનિકોને છોડી દેવા માટે ઘણા કર્યા હતા. તેમનો ફોન હોલ્ડ પર હતો ત્યારે જ ગોળીઓનો અવાજ આવ્યો.
પછી શું થયું
ડેનિસે કહ્યું- મારી માતા રશિયન સૈનિકોને કહેતી હતી કે કારમાં ત્રણ નાનાં બાળકો છે, એક તો નવજાત છે. તમે તેમના જીવ કેવી રીતે લઈ શકો? નવજાત બાળક એ સમયે રોતુ હતું. ત્યાર પછી મને માત્ર ગોળીઓનો અવાજ સંભળાયો...થોડીવાર પછી એકદમ સન્નાટો છવાઈ ગયો. મને ખ્યાલ આવી ગયો કે કોઈ નથી બચ્યું.
ડેનિસે આગળ કહ્યું, મારાં વૃદ્ધ માતા-પિતાને પણ મારી નાખ્યાં. ભાભી અને બાળકોને પણ ગોળીઓ મારી દીધી. તેમનો શો વાંક હતો? શું મારો ભાઈ પોલીસ ઓફિસર હતો અને પોતાના દેશમાં લોકોની સુરક્ષા માટે રશિયન સેના સામે લડતો હતો એ તેમનો વાંક હતો. માનવતા મરી ગઈ છે. દર કલાકે હજારો નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી છે. ખાસ કરીને એ લોકો, જેમના પોતાના લોકો પોલીસ અથવા ફોર્સમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.