ખાર્કિવથી વિદ્યાર્થી અજય, સુમન, સિમરને ભાસ્કરના સુરેન્દ્ર માવલિયાને જણાવ્યું...
યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં 9 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનની સેનાએ રશિયાના હુમલાથી બચવા માટે અમને ઢાલ બનાવીને રાખ્યા છે. અમે અહીં 1300 વિદ્યાર્થી છીએ. ખાર્કિવથી 20 કિમી દૂર પિશાચોણ ગામ છે. અહીં એક સ્કૂલમાં અમને રાખવામાં આવ્યા છે. અમારી સાથે 350થી વધુ છોકરીઓ છે. યુક્રેની સેના અને વોલન્ટીર્સ અમને સ્કૂલથી બહાર નથી જવા દેતા. અમને અહીં લાવતાં પહેલાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડર ક્રોસ કરાવી દેશે, પરંતુ હવે જવા જ નથી દેતા. સ્કૂલની નજીક યુક્રેની સેનાનો કેમ્પ છે. અમને યુક્રેની સેના બુધવારે 9 કિલોમીટર પગપાળા ચલાવીને અહીં લાવી. બે દિવસથી અમને ખાવાનું નથી આપ્યું. કેટલીક છોકરીઓને ફળો આપ્યા હતા, એ પણ ખતમ થઈ ગયો છે. સ્કૂલની અંદર-બહાર સૈનિક ચોકી કરી રહ્યા છે. સાંજે સાત વાગ્યે વીજળી બંધ કરી દે છે. આખો દિવસ સ્કૂલ કેમ્પસના 300 મીટરના વિસ્તારમાં બોમ્બમારો થતો રહે છે. અહીં લગભગ 350 વિદ્યાર્થી રાજસ્થાનના છે.
સુપ્રીમકોર્ટમાં કેન્દ્રએ કહ્યું- યુક્રેનથી અત્યારસુધી 17 હજાર ભારતીયોને બહાર કાઢ્યા
કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું હતું કે યુક્રેનથી 17 હજાર ભારતીયોને લાવવામાં આવી ચૂક્યા છે. કેટલાક હજુ ફસાયેલા છે જે વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. અરજીમાં જે વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાત કહેવામાં આવી છે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના સંપર્કમાં છે. તેમણે માલડોવા બોર્ડર ક્રોસ કરી દીધી છે. ત્યાંથી તેમને ભારત લાવવામાં આવશે.
- ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું- એક હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ, જેની પર ત્યાં ફસાયેલા અન્ય ભારતીય પણ મદદ માગી શકે. ઓપરેશન ગંગા હેઠળ શુક્રવારે 17 ઉડાનો અને 3 હજાર ભારતીય વિદ્યાર્થીઓને દેશ લાવવામાં આવ્યા.
15 શહેરમાં જંગ: અત્યારસુધી માત્ર એક શહેર આવ્યું રશિયાના કબજામાં
વિદ્યાર્થીઓએ વીડિયો મોકલીને જણાવી સ્થિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.