તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Bolton Becomes UK Hotspot With Indian Covid Strain Variant, Receiving Four Times More Cases Than The National Average

કોરોના ફરી સક્રિય થયો:ઈન્ડિયન વેરિએન્ટના કેસો સાથે બોલટન UKનું હોટસ્પોટ બન્યું, રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણા કેસ મળી રહ્યા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બોલટનનો ફોર્મર મિલ ટાઉન વિસ્તાર જ્યાં ભારતમાં મળી આવેલા કોવિ-19 સ્ટ્રેઈન જેવા વેરિઅન્ટ મળી આવ્યા છે - Divya Bhaskar
બોલટનનો ફોર્મર મિલ ટાઉન વિસ્તાર જ્યાં ભારતમાં મળી આવેલા કોવિ-19 સ્ટ્રેઈન જેવા વેરિઅન્ટ મળી આવ્યા છે

બોલટન કોવિડ-19 માટે UKના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે,જ્યાં ભારતમાંથી મળી આવેલા કોવિડ-19 સ્ટ્રેનના વેરિએન્ટ મળી આવ્યા છે. આ કોવિડ વેરિઅન્ટને અંકૂશમાં લેવા માટે ટેસ્ટીંગ વધારવા તથા વેક્સિનેશન કાર્યક્રમને મજબૂત કરવા સહિતના અનેક તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા છે, આ સાથે લોકોને પણ સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.

બોલટનમાં BL3 પોસ્ટકોડની અંદરના વિસ્તારોમાં જે ખૂબ જ ઓછી સંખ્યામાં વેરિઅન્ટના કેસ નોંધાયા છે તેને ધ્યાનમાં રાખી વ્યાપક પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. દેશમાં સ્ટ્રેઈનના 520 કેસની પૃષ્ટી થઈ છે,જે ગયા સપ્તાહમાં 202 જેટલા હતા.

બોલટનમાં ટેસ્ટિંગનો વ્યાપ વધારવામાં આવ્યો
આ સાથે કેટલાક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ વિસ્તારોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગને વધારવામાં આવ્યું છે. જે લોકોમાં કોરોના વાઈરસના કોઈ લક્ષણો ન હોય તેવા લોકોનો પણ ટેસ્ટિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લેટરલ ફ્લો ડિવાઈસ (એલએફડી) ટેસ્ટ સાથે તપાસ કેન્દ્રો વધારવા માટે વિવિધ જગ્યા પર તે સ્થાપવામાં આવ્યા છે, જેમાં હિન્દુ મંદિર સહિત પોલિમેરસ ચેઈન રિએક્શન (પીસીઆર) સાઈટનો સમાવેશ થાય છે.

દેશની સરેરાશ કરતાં ચાર ગણા કેસ મળી રહ્યા છે
નવા સ્ટ્રેન માટે હોટસ્પોટ બનેલા બોલટનમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો સૌથી વધારે કોવિડ ઈન્ફેક્શન રેટ નોંધાયો છે. સાપ્તાહિક આંકડા દર્શાવે છે કે બોલટન ઈંગ્લેન્ડમાં 3 મે સુધીના સાત દિવસમાં બીજા ક્રમના સૌથી વધારે કોવિડ-19 કેસ રેટ ધરાવે છે, જ્યાં 1,00,000 વ્યક્તિ દીઠ 89 કેસમળી રહ્યા છે,જે અગાઉના સપ્તાહમાં 78 જેટલા કેસ હતા.સમગ્ર દેશ માટે આ આંકડાની તુલના કરવામાં આવે તો તે 1,00,000 દીઠ 20.6 કેસ છે.

રમવર્થ સાઉથના વિસ્તારમાં કેસોની સંખ્યામાં 500 ટકાનો ઉછાળો આવ્યો છે, અહીં 1,00,00 લોકો દીઠ 359.3 સંક્રમણનો દર છે. બોલટનમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે જણાવ્યું હતું કે સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકા (B.1.351)માં પ્રથમ વખત આ વેરિઅન્ટની ઓળખ તઈ હતી અને B.1.617.2 વેરિઅન્ટ ભારતમાં ક્લસ્ટર કેસની સ્થિતિમાં જોવા મળ્યા હતા.