તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • UAE: Relatives Of The Deceased After 10 Years; NRI Saved The Life Of An Indian By Giving 1 Crore 'blood Money'

જિંદગીની ભેટ:યુએઇ: 10 વર્ષ બાદ મૃતકના સ્વજનો માન્યા; NRIએ 1 કરોડ ‘બ્લડ મની’ આપીને ભારતીયનો જીવ બચાવ્યો

અબુધાબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ દુર્ઘટનામાં સુદાનના યુવકના મોત મામલે સજા થઇ હતી
  • પીડિત પરિવાર સુદાન જઇ ચૂક્યો હતો, ઘણી વિનંતીઓ બાદ માફી આપવા રાજી

સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં એનઆરઆઇ દ્વારા ‘બ્લડ મની’ના માધ્યમથી ભારતીયનો જીવ બચાવવાનો કિસ્સો સામે આવ્યો છે. કેરળના બેક્સ કૃષ્ણનને 2012માં યુએઇની સુપ્રીમકોર્ટે ફાંસીની સજા કરી હતી. તે બેદરકારીથી વાહન ચલાવી સુદાનની વ્યક્તિની હત્યા માટે દોષિત ઠર્યો હતો.

ત્યારથી કૃષ્ણનના પરિવારજનો અને સંબંધીઓ તેને છોડાવવા પ્રયાસ કરી રહ્યા હતા. અંદાજે 10 વર્ષ સુધી વાતચીત છતાં પીડિતના સ્વજનો કૃષ્ણનને માફ કરવા તૈયાર નહોતા. આ વર્ષે જાન્યુઆરીમાં તેઓ સુદાન પાછા ફરતા સંપર્ક કરવો મુશ્કેલ બન્યો.

એવામાં કૃષ્ણનના પરિવારે જાણીતા ઉદ્યોગપતિ અને લુલુ ગ્રૂપના વડા યુસુફ અલીની મદદ માગી. તેમને આખો કેસ સમજાવ્યો. બધા પક્ષકારો સાથે વાત કરી. વારંવારની સમજાવટ અને વિનંતીઓ બાદ છેવટે પીડિતનો પરિવાર કૃષ્ણનને માફ કરવા રાજી થયો. ત્યાર બાદ યુસુફ અલીએ કૃષ્ણનની મુક્તિના બદલામાં વળતર કે ‘બ્લડ મની’ તરીકે કોર્ટમાં 5 લાખ દિરહમ (અંદાજે 1 કરોડ રૂ.) જમા કરાવ્યા. કૃષ્ણન હવે કેરળ પરત ફરી શકશે.

ઘણાં દેશોમાં ‘બ્લડ મની’ ન્યાયની એક રીત ગણાય છે. તે પીડિત પરિવારને અપાતું વળતર છે. હત્યાના કેસમાં દોષિતનો પરિવાર તે ચૂકવે છે પણ પીડિતનો પરિવાર તે માટે રાજી હોવો જરૂરી છે.

મારો પુનર્જન્મ, બહારની દુનિયા જોવાની આશા નહોતી
કૃષ્ણન જેલમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન ઘણો ભાવુક થઇ ગયો. તેણે કહ્યું, ‘આ મારા માટે પુનર્જન્મ છે, મેં આઝાદ થવાની અને બહારની દુનિયા જોવાની આશા જ છોડી દીધી હતી. પરિવાર સાથે મિલન પૂર્વે યુસુફ અલીને મળવાની એકમાત્ર ઇચ્છા છે.’

અન્ય સમાચારો પણ છે...