• Gujarati News
  • International
  • Two Trustees Resign As Adani Green Energy Sponsor At Climate Change Gallery At British Science Museum In London

અદાણીને સ્પોન્સર બનાવતા વિરોધ:લંડનના બ્રિટીશ સાયન્સ મ્યુઝિયમમાં ક્લાઈમેટ ચેન્જ ગેલરીમાં બે ટ્રસ્ટીના રાજીનામા, કહ્યુ - અદાણી સાથેનો કરાર અમને માન્ય નથી લાગતો!

લંડનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌતમ અદાણી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગૌતમ અદાણી - ફાઇલ તસવીર

બ્રિટનના લંડનમાં આવેલા જાણીતા સાયન્સ મ્યુઝિયમના બે ટ્રસ્ટીએ અદાણી જૂથની કંપનીને સ્પોન્સર બનાવાયાના વિરોધમાં રાજીનામું આપી દીધું છે. લંડન સાયન્સ મ્યુઝિયમે ગ્રીન એનર્જીને લગતી એક ગેલરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ગેલેરીમાં ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે દુનિયા પરંપરાગત ઊર્જાથી હરિત ઊર્જા તરફ શિફ્ટ થવાની પદ્ધતિઓ જણાવવામાં આવશે.

અદાણી સાથેનો કરાર માન્ય નથી લાગતોઃ ડો. ફ્રાય
આ ગેલેરીમાં અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન એનર્જીને ટાઈટલ સ્પોન્સર બનાવાઈ છે. જોકે, અદાણી જૂથ કોલસાની ખાણો અને તેને લગતી ઊર્જાના ક્ષેત્રમાં પણ સંકળાયેલું છે. આ નિર્ણયનો સાયન્સ મ્યુઝિયમના બે ટ્રસ્ટી ડૉ. હન્ના ફ્રાય અને ડૉ. જો ફોસ્ટરે આક્રમક વિરોધ કરીને રાજીનામા આપી દીધા હતા. જોકે, મ્યુઝિયમ બોર્ડના અધ્યક્ષ ડેમ મેરી આર્ચરે તેમના રાજીનામા સ્વીકારી લીધા છે. ડૉ. ફ્રાયે તેમના નિવેદનમાં કહ્યું છે કે, અમને અદાણી સાથેનો કરાર માન્ય નથી. અમને લાગે છે કે, મ્યુઝિયમે ઘણાં વાજબી કારણસર ફોસિલ ફ્યૂલ સ્પોન્સરશિપનો વિરોધ કરવો જોઈએ. જેથી તે પર્યાવરણીય કટોકટી માટે રાષ્ટ્રીય સ્તરના સંવાદમાં લીડર બની શકે.​​​​​​​

​​​​​​​અદાણીને ટાઈટલ સ્પોન્સર બનાવવાની જાહેરાત આ મહિનાની શરૂઆતમાં મ્યુઝિયમમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ વખતે કરાઈ હતી. આ સાયન્સ મ્યુઝિયમ બોર્ડ જાહેર એકમ છે, જેને બ્રિટીશ સરકારના સંસ્કૃતિ, મીડિયા અને ખેલ વિભાગ પાસેથી ફંડ મળે છે, પરંતુ તેનું સંચાલન સ્વતંત્ર રીતે થાય છે.

અન્ય સમાચારો પણ છે...