ચીનના પ્લાન્ટમાં આગથી 38નાં મૃત્યુ:બે લોકો ગુમ, બે ઘાયલ, દુર્ઘટના પાછળ ષડ્યંત્રની આશંકા, શકમંદ પોલીસ જાપતામાં

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીનમાં એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાથી 38 લોકોનું મૃત્યુ થયું છે. ચીનના સ્ટેટ મીડિયાના હવાલાથી આ ખબર મળી છે. દુર્ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે, તો બે લોકો ગુમ છે. તપાસ એજન્સીઓને આગની પાછળ ષડ્યંત્રની આશંકા લાગે છે. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર પોલીસે કેટલાક શકમંદોને પોલીસ જાપતામાં લીધા છે. જોકે તે બાબતે કોઇ જાણકારી સાર્વજનિક નથી કરવામાં આવી.

મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં ટ્રેડિંગ કંપનીના પ્લાન્ટમાં સોમવારે સાંજે આગ લાગી હતી.
મધ્ય ચીનના હેનાન પ્રાંતમાં ટ્રેડિંગ કંપનીના પ્લાન્ટમાં સોમવારે સાંજે આગ લાગી હતી.

એજન્સી અનસાર દુર્ઘટના સેન્ટ્રલ ચાઇનાના હેનાન પ્રાંતમાં થયો. દુર્ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. આગ લાગ્યા પછી પ્લાન્ટમાંથી બે લોકો ગૂમ બતાવવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂ ટીમ તેમની શોધખોળ કરી રહી છે.

દુર્ઘટના બાદ પ્લાન્ટમાંથી બે લોકો ગુમ છે, મંગળવારે સવાર સુધી બચાવ ટીમ તેમની શોધ કરી રહી હતી.
દુર્ઘટના બાદ પ્લાન્ટમાંથી બે લોકો ગુમ છે, મંગળવારે સવાર સુધી બચાવ ટીમ તેમની શોધ કરી રહી હતી.

એજન્સીએ શહેરના પબ્લિક ડિપાર્ટમેન્ટના હવાલાથી બતાવ્યું છે કે એનયાંગ શહેરના વેનફેંગ વિસ્તારમાં આવેલી ટ્રેડ કંપનીના પ્લાન્ટમાં આ આગ ચીની સમય અનુસાર સાંજે 4 વાગીને 22 મિનિટે લાગી હતી. આના પર રાતના લગભગ 11 વાગે કાબૂ મેળવી લીધો હતો.

ફાયર વિભાગે લગભગ સાત કલાકની જહેમત બાદ પ્લાન્ટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર વિભાગે લગભગ સાત કલાકની જહેમત બાદ પ્લાન્ટમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

એનયાંગ શહેરના અધિકારીઓએ બતાવ્યું કે સોમવાર સાંજે રેસ્ક્યૂ ટીમને વેનફેંગ એરિયામાં આવેલી એક ટ્રેડિંગ કંપનીના પ્લાન્ટમાં આગ લાગવાનું એલાર્મ મળ્યું હતું. તે બાદ તરત મ્યુનિસિપલ ફાયર એન્ડ રેસ્ક્યૂ સ્ક્વોર્ડે સ્પોટ પર પહોંચીને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતું.

આગ એટલી ભીષણ હતી કે તેના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.
આગ એટલી ભીષણ હતી કે તેના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.

ફાયરની સાથે જ પાવર સપ્લાય, પબ્લિક સિક્યોરિટી, ઇમર્જન્સી મેડિકલ ટીમને ઘટના સ્થળે બોલાવી હતી. ઘાયલોને સ્થલ પર જ પ્રાથમિક ઉપચાર આપી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સ્થાનીય પબ્લિક સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે શકમંદોને પોલીસ જાપતામાં લઇ લીધા છે. રાજ્યના મોટા ઓફિસરોને પણ રેસ્ક્યૂ પર નજર રાખવા માટે બોલાવવામાં આવી ગયા છે. મૃતકના પરિવારનું મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.