નાપાક હરકત:પાકિસ્તાનમાં ફ્રેન્ચ મહિલા પર તેના બાળકોની સામે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું, કોર્ટે મોતની સજા ફટકારી

10 મહિનો પહેલા
આરોપીઓએ મહિલાને ગાડીની બહાર ઢસેડીને તેના બાળકોની સામે દુષ્કર્મ આચર્યું હતું. જેના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું.
  • પાકિસ્તાનના બે આરોપીઓએ ગાડીનો કાચ તોડીને ફ્રેન્ચ મહિલાને જબરદસ્તી બહાર ખેંચી હતી
  • ત્યારપછી ફ્રેન્ચ મહિલાના બાળકોની સામે આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું
  • આરોપીઓ પૈસા, કીમતી વસ્તુઓ અને બેંન્કના કાર્ડ લઈને ફરાર થયા હતા
  • કોર્ટે આરોપીઓને મોતની સજા ફટકારી હતી
  • પાકિસ્તાનમાં આ ઘટનાને પગલે મહિલા સુરક્ષા અંતર્ગત અનેક પ્રદર્શનો પણ થયા હતા

પાકિસ્તાનમાં 2 દુષ્કર્મના આરોપીઓને મોતની સજા ફટકારવામાં આવી હતી. તેઓએ એક ફ્રેન્ચ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ફ્રેન્ચ મહિલા કારમાં બેઠી હતી, તેવામાં આબિદ માલ્હી અને શફકત હુસૈન નામના બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. તેમણે મહિલાના બાળકોની સામે જ તેના પર દુષ્કર્મ આચર્યું અને ત્યારપછી મહિલાની કીમતી વસ્તુઓ લઇને ફરાર થઈ ગયા હતા. લાહોરની કોર્ટે દુષ્કર્મના બન્ને આરોપીઓને મોતની સજા સંભળાવી છે.

આ બન્ને આરોપીઓ ઉપર સામૂહિક દુષ્કર્મ, અપહરણ અને લૂંટની ધારાઓ લગાવવામાં આવી હતી. ગત વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ આ મહિલા પંજાબના પૂર્વી પ્રાંતની આસપાસ આવેલા વિસ્તારમાં હતી. તેવામાં તેની ગાડીનું પેટ્રોલ પૂરુ થઈ જતા તે રસ્તા પર સ્થાનિકોની મદદ માંગી રહી હતી. પેટ્રોલ ખતમ થઈ જતા મહિલાએ તેના ઘરવાળાઓને પણ ફોન કર્યો હતો, ત્યારે તેમણે સલાહ આપી હતી કે તે મોટર-વે ઇમરજન્સી નંબરનો ઉપયોગ કરીને મદદ માંગે.

લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગાડીનો કાચ તોડીને મહિલાને બહાર ઢસેડી હતી
ફ્રેન્ચની મહિલા મદદની રાહ જોતા-જોતા છેવટે ગાડીનો દરવાજો અને કાચ બંધ કરીને બેસી ગઈ હતી. ત્યારે હુમલાખોરોએ મહિલાની ગાડી પાસે આવીને હથિયારો વડે એક બાજુના કાચને તોડી નાખ્યો અને તેણીને જબરદસ્તી ગાડીની બહાર ઢસડીને લાવ્યા હતા. ફ્રેન્ચ મહિલાએ મદદની ભીખ માંગી હતી અને બચવા માટે તડફડીયા પણ માર્યા હતાં, તેમ છતાં હુમલાખોરોએ ગન પોઈંન્ટ પર તેણીના બાળકો સામે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. ગનપોઈંન્ટ પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીઓ મહિલા પાસે રહેલા તમામ પૈસા, જ્વેલરી અને બેંન્કના કાર્ડ્સ ચોરીને ફરાર થયા હતા.

પોલીસ ચીફનું વિવાદાસ્પદ નિવેદન
આ દુષ્કર્મના કેસના પરિણામે લાહોર પોલીસ ચીફ ઉમર શેખે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આટલી મોડી રાતે મહિલાએ કોઈપણ પુરુષના સાથ વગર બહાર આવવું જોઈએ નહીં, ફ્રેન્ચ મહિલા કેમ મોડી રાતે બહાર નીકળી હતી? વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના સમાજમાં તો પહેલાથી એક નીયમ છે કે રાતના સમયે કોઈપણ મહિલા તેના પતિ-પિતા કે ભાઈના સાથ વગર યાત્રા કરવા નિકળતી નથી.

શેખે કહ્યું હતું કે ફ્રેન્ચ મહિલાને કદાજ એવું લાગ્યું હશે કે પાકિસ્તાનનો સમાજ પણ તેટલો સુરક્ષિત હશે જેટલો તેમના દેશનો સમાજ છે. જોકે ચીફના આવા નિવેદનોના પગલે ઘણો હોબાળો મચી જવા પામ્યો હતો અને ગણતરીના સમયની અંદર મીડિયામાં પણ આ મુદ્દો ઊગ્ર બની જવા પામ્યો હતો. પાકિસ્તનના PM ઈમરાન ખાને પણ નિવેદન આપ્યું હતું કે, આવા દુષ્કર્મીઓને તો જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ.

ઘટનાને પગલે પાકિસ્તાનમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા
પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં દુષ્કર્મના બીજા જ દીવસે ઓરોપીઓના ફોન ટ્રેક કરીને તેમની ધરપકડ કરાઈ હતી. ફ્રેન્ચ મહિલાએ પણ આ બન્ને આરોપીઓની ઓળખાણ કરી હતી અને ત્યારપછી તેમના DNA સેમ્પલ દ્વારા પણ દુષ્કર્મ આચરનારાઓની પુષ્ટી કરવામાં આવી હતી. ત્યારપછી ન્યાયાધીશની સમક્ષ પણ અલીએ પોતાનો ગુનો કબુલ્યો હતો. પાકિસ્તાનમાં આ ઘટનાને પગલે ઘણા લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

લોકોએ આ પ્રદર્શનમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ગંભારતાથી લેવા માટે અને તેના યોગ્ય અમલ કરાવવામાટે કાયદાકીય દ્રષ્ટીએ પગલા લેવા અપીલ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં લોકોએ મહિલાઓ પર દુષ્કર્મનો આરોપ ઢોળી દેવાની પ્રથા ઉપર પણ તંજ કસ્યો હતો. આ પ્રકારના ઊગ્ર પ્રદર્શનોના પગલે પાકિસ્તાનમાં ગત ડિસેમ્બરમાં દુષ્કર્મને લઈને એક નવો કાયદો પણ બનાવવામાં આવ્યો હતો.