ટ્વિટરના CEO પરાગ અગ્રવાલને હટાવાયા:એલન મસ્કે કહ્યું-હું ઈચ્છું છું કે લોકો ટ્વિટર પર હવે ફિલ્મો જોઈ શકે અને વીડિયો ગેમ પણ રમી શકે

સાન ફ્રાન્સિસ્કોએક મહિનો પહેલા
  • ટ્વિટરમાંથી 5600 કર્મચારીની છટણી કરવાની તૈયારી

વિશ્વની સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે ગુરુવારે ટ્વિટર ખરીદી લીધું હતું. થોડા કલાકો બાદ જ CEO પરાગ અગ્રવાલને હટાવવામાં આવ્યા હતા. તેમની સાથે બે વધુ અધિકારી - મુખ્ય નાણાકીય અધિકારી (CFO) નેડ સેહગલ અને કાનૂની બાબતો અને પોલિસી ચીફ વિજ્યા ગડ્ડેને પણ બરતરફ કરવામાં આવ્યા હતા.

મસ્કે આરોપ લગાવ્યા છે કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટની સંખ્યા વિશે તેને અને ટ્વિટર રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરાગ અગ્રવાલ અને નેડ સેહગલે કંપનીનું સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટર છોડી દીધું છે. એલન મસ્કે કહ્યું-હું ઈચ્છું છું કે લોકો ટ્વિટર પર હવે ફિલ્મો જોવે અને વીડિયો ગેમ પણ રમી શકે.

મસ્કે ટ્વિટર સાથેની ડીલનું કારણ જણાવ્યું
જ્યારે, મસ્કે ટ્વિટર સાથે ડીલ માટે ઘણાં કારણો આપ્યા છે. મસ્કે સંકેત આપ્યો હતો કે ભવિષ્યમાં ટ્વિટરની જાહેરાત પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવશે. મસ્કે કહ્યું, "હું ઈચ્છું છું કે ટ્વિટર શ્રેષ્ઠ જાહેરાત પ્લેટફોર્મ બને, જ્યાં તમામ ઉંમરના યુઝર્સ મૂવી જોઈ શકે અથવા વીડિયો ગેમ્સ રમી શકે."

મસ્ક કહે છે, તેણે ટ્વિટર સાથે વધુ પૈસા કમાવવા માટે નહીં, પરંતુ માનવતાને મદદ કરવા માટે ડીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે મસ્કને આદેશ આપ્યો હતો કે ટ્વિટરને વર્તમાન શરતો પર 28 ઓક્ટોબર સુધીમાં ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે કહેવામાં આવ્યું છે.

મસ્કે કહ્યું, ટ્વિટરમાં સારી ચર્ચા થવી જોઈએ
મસ્કે ટ્વીટમાં કહ્યું હતું કે અમે આ પ્લેટફોર્મ સાથે ડીલ પણ કરી છે, જેથી આવનારી પેઢીને સામાન્ય ડિજિટલ સ્પેસ મળી શકે. અહીં ઘણા વૈચારિક લોકો કોઈપણ પ્રકારની હિંસા વિના સારી ચર્ચા કરી શકે છે. મસ્કને ડર છે કે આગળ જતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લેફ્ટ અને રાઈટ વિંગ સમર્થકો વચ્ચે વિભાજિત થશે, એનાથી નફરત ફેલાશે.

એલન મસ્કે ટ્વિટર સાથે ડીલ કરવાનાં ઘણાં કારણો જાહેર કર્યા છે. મસ્કે કહ્યું હતું કે આ ડીલ માનવતાની મદદ માટે કરવામાં આવી છે.
એલન મસ્કે ટ્વિટર સાથે ડીલ કરવાનાં ઘણાં કારણો જાહેર કર્યા છે. મસ્કે કહ્યું હતું કે આ ડીલ માનવતાની મદદ માટે કરવામાં આવી છે.

મસ્ક ટ્વીટર ઓફિસ પહોંચ્યા હતા
27 ઓક્ટોબરના રોજ, એલન મસ્ક સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટર પહોંચ્યા અને કર્મચારીઓ સાથે વાત કરી. તેની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ઓનલાઈન શેર કરાયેલા ફોટામાં મસ્ક ટ્વિટર કર્મચારીઓ સાથે કોફી પર ચર્ચા કરતા જોવા મળે છે.

ટ્વિટર પર તસવીર શેર કરતાં એક કર્મચારીએ લખ્યું, 'ઓફિસમાં આપનું સ્વાગત છે. પેર્ચ ખાતે કોફી પર તમારી સાથે સરસ વાતચીત થઈ.'

આ તસવીર @NoemiKhachian નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે. તેની સાથે લખ્યું છે - વેલકમ એલન મસ્ક.
આ તસવીર @NoemiKhachian નામના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે. તેની સાથે લખ્યું છે - વેલકમ એલન મસ્ક.

એલન મસ્કે ટ્વિટર હેન્ડલનો બાયો બદલ્યો
મસ્કે પોતાના ટ્વિટર હેન્ડલનો બાયો પણ બદલ્યો છે. તેણે બાયોમાં 'Chief twit' લખ્યું. મસ્ક સિંક સાથે ટ્વિટર હેડક્વાર્ટરમાં પ્રવેશ્યા હતા. વીડિયો શેર કરતાં તેણે લખ્યું કે. 'Entering Twitter HQ – let that sink in!

5,600 કર્મચારીની છટણી કરવાની યોજના
ધ વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ, મસ્કે તેની ટ્વિટર ખરીદીમાં સંભવિત રોકાણકારોને કંપનીના 7,500 કર્મચારીમાંથી લગભગ 75% એટલે કે લગભગ 5,600 કર્મચારીની છટણી કરવાની યોજના બનાવી રહ્યા છે. ગુરુવારે પ્રકાશિત વોશિંગ્ટન પોસ્ટના આ અહેવાલમાં ઈન્ટરવ્યુ અને દસ્તાવેજોને ટાંકીને આ માહિતી આપવામાં આવી હતી.

જોકે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, છટણીનો રિપોર્ટ સામે આવ્યા બાદ ટ્વિટરના જનરલ કાઉન્સેલ સીન એડગેટે કર્મચારીઓને ઈમેલ કરીને કહ્યું હતું કે કંપની છટણી અંગે કોઈ યોજના બનાવી રહી નથી.

છેલ્લા 4 દિવસની 2 મોટી ઘટના

1) બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, મસ્કે સોમવારે વીડિયો-કોન્ફરન્સ કોલ પર બેન્કર્સ સાથે મીટિંગ કરી હતી, જેમાં તેમણે ટ્વિટર ડીલ ક્લોઝ કરવાનું વચન આપ્યું હતું.

2) મોર્ગન સ્ટેનલી અને બેન્ક ઓફ અમેરિકા સહિત અન્ય બેન્કો, જે 13 બિલિયન ડોલરનું દેવું ધિરાણ કરે છે એ ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરવાની પ્રોસેસમાં છે. આ મસ્કને રોકડ મોકલવાની છેલ્લી પ્રોસેસ છે. ગુરુવાર સુધી મસ્કને આ રોકડ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...