અફઘાનિસ્તાન ફરી ધણધણ્યું:કાબુલમાં લશ્કરની હોસ્પિટલ નજીક આતંકવાદીએ બે વિસ્ફોટ કર્યાં ;19 લોકોના મોત, 43 ઈજાગ્રસ્ત થયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે મિલિટ્રી હોસ્પિટ પાસે 2 જોરદાર વિસ્ફોટ થયો છે. તેમા 19 લોકોના મોત થયા છે અને 43 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળ પર રહેલા લોકોએ જણાવ્યું હતું હતું કે કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટ્રી હોસ્પિટલ પાસે ગોળીઓનો અવાજ સાંભળવામાં મળ્યો હતો. તે અફઘાનિસ્તાનનની સૌથી મોટી મિલિટ્રી હોસ્પિટલ છે.

ઈસ્લામિ અમીરાતના ડેપ્યુટી પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું કે કાબુલના 10માં જિલ્લામાં 400 પથારીવાળી હોસ્પિટલના એન્ટ્રી ગેટ પર બે વિસ્ફોટ થયા હતા. તેમણે કહ્યું કે ઘટના સ્થળ પર સુરક્ષાદળોને મોકલવામાં આવ્યા છે. અલ જઝીરના અહેવાલ પ્રમાણે વિસ્ફોટ કારમાં થયો છે.

કોઈ સંગઠનને હુમલાની જવાબદારી લીધી નથી
આ વિસ્ફોટની જવાબદારી હજુસુધી કોઈ આતંકવાદી સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ISIL સાથે સંકળાયેલા અનેક હથિયારધારી લોકો હોસ્પિટલમાં ઘુસી ગયા હતા, ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ સાથે તેમની અથડામણ થઈ હતી.

કૂંદુજમાં જુમાની નમાજ સમયે પણ વિસ્ફોટ થયેલો, જેમાં 100 માર્યા ગયા હતા
કેટલાક દિવસે અગાઉથી જ અફઘાનિસ્તાનના કુંદૂજમાં જુમેની નમાજ સમયે જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમા 100 લોકોના મોત થયા હતા અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્ફોટ હજારા શિયા મસ્જિદને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો. કુંદુજમાં સંસ્કૃતિ અને માહિતી બાબતના નિર્દેશક મતિઉલ્લાહ રોહાનીએ જણાવ્યું હતું કે આ આત્મઘાતી હુમલો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બન્યા બાદ દેશમાં સૌથી મોટો હુમલો હતો.

અન્ય સમાચારો પણ છે...