વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિ એલન મસ્કે કેટલાક દિવસ અગાઉ 44 અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદવાને લગતી એક ડીલ કરી હતી.હવે આ ડીલને આખરી સ્વરૂપ આપતા પહેલા મસ્કે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી જાણકારી આપી છે કે આ ડીલને થોડા સમય માટે હોલ્ડ પર રાખવામાં આવી છે. તેમનું કહેવું છે કે ટ્વિટર પર સ્પામ અથવા ફેક અકાઉન્ડ ખરેખર 5 ટકાથી ઓછા છે, આ અંગેની ચોક્સાઈભરી ગણતરીની વિગતો હજુ સુધી સામે આવી નથી.
તાજેતરમાં જ ટ્વિટરે તેની ફાઈલિંગમાં જણાવ્યું હતું કે વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેમના મોનેટાઈઝેશન ડેઈલી એક્ટિવ યુઝર્સ (mDAU)માં સ્પામ અકાઉન્ટની સંખ્યા 5 ટકાથી ઓછી છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે આ ફક્ત એક અંદાજ છે અને સ્પામ અકાઉન્ટની સંખ્યા વધારે પણ હોઈ શકે છે. ડીલ હોલ્ડની માહિતી સામે આવ્યા બાદ ટ્વિટરના શેરની કિંમતમાં પ્રિમાર્કેટમાં 20 ટકાથી વધારે કડાકો બોલાઈ ગયો હતો.
સ્પામ અકાઉ અંદાજ કરતા વધારે હોઈ શકે છે
ટ્વિટરે કહ્યું કે અમારા અકાઉન્ટના સેમ્પલને લગતી આંતરિક સમીક્ષા કરવામાં આવી છે. તેમા એવો અંદાજ દર્શાવવામાં આવ્યો છે કે વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સ્પામ અકાઉની સંખ્યા mDAUના 5%થી ઓછા છે. સ્પામ અકાઉન્ટને લગતો અમારો અંદ આ સંજોગોમાં અકાઉન્ટની વાસ્તવિક સંખ્યાને સચોટ સ્વરૂપમાં દેખાડવામાં આવેલ નથી. તેની સંખ્યા અમારા અંદાજથી વધારે હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 22.9 કરોડ યુઝર્સ છે.
આ ડીલને લગતી મહત્વની માહિતી
એલન મસ્કએ 14 એપ્રિલના રોજ 43 અબજ ડોલરમાં ટ્વિટરની ખરીદીની ઓફર કરી હતી. મસ્કે કહ્યું હતું કે ટ્વિટરમાં રોકાણની શરૂઆત કરી તેના એક દિવસ અગાઉની કિંમતથી 54 ટકા પ્રિમિયમ પર 54.20 ડોલર પ્રતિ શેર હિસાબથી 100 ટકા ભાગીદારીની ખરીદી રજૂ કરી રહ્યો છું. આ ઓફર મારી સૌથી સારી અને અંતિમ ઓફર છે તથા જો તેને સ્વીકારવામાં ન આવે તો મને એક શેરધારક સ્વરૂપમાં મારી સ્થિતિ પર પુનઃવિચારણાની જરૂર રહેશે.
બોટ્સ ડીલ માટે અડચણરૂપ બન્યા
મસ્કે ગત મહિને જ આ ડીલ માટે 7 અબજ ડોલર સિક્યોર કર્યા છે, જેથી 44 અબજ ડોલરની આ ડીલને પૂરી કરી શકાય. એલન ડીલના સમયથી જ આ પ્લેટફોર્મ પરના ફેક એકાઉન્ટ અને બોટ એકાઉન્ટ્સને રિમૂવ કરવાની વાત કરી રહ્યા છે. તેમણે ડીલના સમયે કહ્યું હતું કે જો એ ડીલ થાય છે તો તેમની પ્રાથમિકતા પ્લેટફોર્મથી બોટ એકાઉન્ટ્સને રિમૂવ કરવાની હશે.
ટ્વિટરને ઘણાં રિસ્ક
આ મહિનાની શરૂઆતમાં કંપનીએ એના ફાઈલિંગમાં જણાવ્યું હતું કે ડીલ ક્લોઝ થવા સુધી તેમને ઘણા પ્રકારનાં રિસ્ક છે. ખાસ કરીને જાહેરાત સાથે સંકળાયેલાં. શું એડવટાઈઝર્સ ટ્વિટર પર સ્પેન્ડ કરવાનું ચાલુ રાખશે અને ફ્યુચર પ્લાન્સ તથા સ્ટ્રેટેજીને લઈને પણ ઘણી અનિશ્ચિતતાઓ છે.
કંપનીના શેરનો ભાવ પ્રી-માર્કેટમાં તૂટ્યો
ડીલને હોલ્ડ પર મૂકવાની માહિતી આવતાં જ ટ્વિટરના શેરમાં ભારે ઘટાડાનું અનુમાન છે. પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં જ કંપનીનો શેર લગભગ 20 ટકા ઘટ્યા છે. થોડા દિવસો પહેલાં જ એક ફર્મે ટ્વિટર અને મસ્કની ડીલને લઈને આ પ્રકારનું અનુમાન કર્યું હતું.
શોર્ટ સેલર હિડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે એલન મસ્ક આ ડીલથી પાછળ ખસી જાય છે તો ટ્વિટરની નવી ડીલની કિંમત ઘટી જશે. જોકે ડીલ કેન્સલ થવા પર મસ્કે એક મોટી રકમ ચૂકવવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.