ટ્રમ્પને જવાબ:ટ્વિટરના CEO ડોર્સીએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દરમિયાનગીરી કરવાના આરોપને નકાર્યો, કહ્યું-ફેક્ટ ચેક કરવાનું અમારા પર છોડી દો

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્વિટરના CEO જેક ડોર્સીએ કહ્યું કે તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક્ટ ચેકિંગ જારી રાખશે. 26 મેના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ પર ફ્રી સ્પીચ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ટ્વિટરના CEO જેક ડોર્સીએ કહ્યું કે તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક્ટ ચેકિંગ જારી રાખશે. 26 મેના રોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ પર ફ્રી સ્પીચ અટકાવવાનો આરોપ લગાવ્યો હતો (ફાઈલ ફોટો)
  • જેક ડોર્સીએ કહ્યું- અમે વિશ્વભરની ચૂંટણીઓ અંગે ખોટી અને વિવાદિત માહિતી અંગે જાણ કરતા રહેશું
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે ટ્વિટર ફ્રી સ્પીચને અટકાવવા માંગે છે, હું એવું થવા દઈશ નહીં

ટ્વિટરના CEO જેક ડોર્સીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ચૂંટણીમાં દરમિયાનગીરીના આરોપને નકારી દીધા છે. ડોર્સીએ બુધવારે ટ્વિટમાં કહ્યું કે ફેક્ટ ચેક માટે એક કંપની તરીકે છેવટે કોઈને કોઈ જવાબદાર હશે, જે હું છું. કૃપા કરી અમારા કર્મચારીઓ પર આ કામ છોડી દો. અમે વિશ્વભરની ચૂંટણીઓ અંગે ખોટી અને વિવાદિત માહિતી અંગે જાણકારી આપતા રહેશું. જો અમારાથી કોઈ ભૂલ થાય છે તો તે પણ સ્વીકારશું.

મંગળવારે ટ્રમ્પે તેના નિવેદનને ખોટુ ગણાવી ટ્વિટર પર નારાજગી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ટ્વિટર ફ્રી સ્પિચને સંપૂર્ણપણે અટકાવવું જોઈએ. રાષ્ટ્રપતિ તરીકે હું એવું હું થવા દઈશ નહીં.

અમારા માટે આ અત્યંત મહત્વનું છે કે અમે વધારે નિષ્પક્ષ રહીએઃ ડોર્સી
ડોર્સીએ ગુરુવારે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે અમારો ઈરાજો વિવાદાસ્પદ નિવેદનોની કડીને જોડવા અને એવી  માહિતી દેખાડવાની છે. આમ કરવાથી લોકો જાતે જ નિવેદનોને લઈ ન્યાય કરી શકશે. અમારા માટે આ અત્યંત મહત્વનું છે કે અમે વધારે નિષ્પક્ષ કરીએ. આ સંજોગોમાં લોકો જાતે જ સમજી જશે કે અમારે શા માટે ફેક્ટ અંગે તપાસ કરવાની છે.

ટ્રમ્પે 2 ટ્વિટ પર ફેક્ટ ચેકનું લેવલ શાં માટે લાગ્યું?
ટ્વિટર નિયમો પ્રમાણે તેના પ્લેટફોર્મ પર ચુટણીના સમયે અને તારીખ અંગે ભ્રામક જાણકારી આપવામાં આવતી નથી

અન્ય સમાચારો પણ છે...