ભાસ્કર વિશેષ:તૂર્કમેનિસ્તાન: મહિલાઓએ નોકરી પહેલાં મેકઅપ બોન્ડ ભરવો પડશે, કોલેજ-ઓફિસમાં પોલીસ તહેનાત

અશ્ગાબાત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓના સલૂન થયાં બંધ, બ્યૂટી સર્વિસ પર પણ પ્રતિબંધો

મધ્ય એશિયામાં સોવિયત સંઘનો હિસ્સો રહેલું તૂર્કમેનિસ્તાન હવે કટ્ટરપંથ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અહીંયા મહિલાઓના પોષાક અને કોસ્મેટિક્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. આ માટે ત્યાંની સરકારે દરેક સલૂનની બ્યૂટી સર્વિસ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહિલાઓના કોઇપણ સંસ્થામાં પ્રવેશ પહેલા તેમના પોષાકને ધ્યાનપૂર્વક જોવાઇ રહ્યો છે કે તેઓએ ‘બાલાક’ (એક જ પ્રકારનું સિલ્કી પેન્ટ જેવું દેખાતું સૂટ) પહેર્યું છે કે નહીં. એ બાદ જ તેઓને પ્રવેશ અપાય છે.

પ્રતિબંધનું કડક પાલન થાય તે માટે પોલીસ પણ તહેનાત કરાઇ છે. મહિલાઓને નોકરી આપતા પહેલા તેઓ કોસ્મેટિકનો ઉપયોગ નહીં કરી શકે. વાળમાં કલર નહીં કરી શકે. મેનિક્યોર કરવા પર તેમજ ટાઇટ કપડાં પહેરવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. બોટોક્સ જેવા ઇન્જેક્શન પણ નહીં લઇ શકે. આ પ્રકારના શપથ પત્ર ભરાવવામાં આવી રહ્યા છે. દરેક મહિલાઓ માટે ત્યાંના પરંપરાગત પોષાક ‘બાલાક’ને અનિવાર્ય કરવામાં આવ્યો છે. નિયમોનું પાલન નહીં કરાય તો કંપનીમાંથી મહિલાઓની છટ્ટણી કરાશે.

તૂર્કમેનિસ્તાનની મહિલાઓ આ પ્રતિબંધોનો વિરોધ કરવા માટે સક્ષમ ના હોવાથી ફરજીયાતપણે તેનું પાલન કરવા માટે મજબૂર છે. જો પ્રતિબંધોનું પાલન નહીં કરે તો તેઓને સમાજ પ્રત્યે ગેરજવાબદાર માનવામાં આવશે તેમજ નોકરી પણ નહીં આપવામાં આવે. તેઓને દેશદ્રોહીની શ્રેણીમાં પણ મૂકવામાં આવશે. સ્કૂલ તેમજ યુનિવર્સિટીમાં પણ હાજરી પહેલા ડ્રેસ કોડ ચેક કરવો અનિવાર્ય છે. જો એવું નહીં કરાય તો પૂછપરછ માટે પોલીસ સ્ટેશન મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...