જ્વાળામુખી વિસ્ફોટ અને સુનામીનો VIDEO:ટોંગામાં સમુદ્ર વચ્ચે જ્વાળામુખી વિસ્ફોટ પછી સુનામી, રાખ-પથ્થરનો વરસાદ; ન્યૂઝીલેન્ડ-ફિજીમાં એલર્ટ

12 દિવસ પહેલા

પોલિનેશિયન દેશ ટોંગા આયલેન્ડ પર શનિવારે સમુદ્રની અંદર જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે 20 કિમી દૂર સુધી તેની રાખ જોવા મળી હતી. ટોંગામાં રાખ અને પથ્થરના ટૂકડાનો વરસાદ પણ થયો હતો. જ્વાળામુખી વિસ્ફોટ પછી ફિજી અને ન્યૂઝીલેન્ડમાં સુનામી એલર્ટ અપાયું છે.

વિસ્ફોટના 20 મિનિટ પછી સુનામી આવ્યો
વિસ્ફોટ પછી ટોંગામાં સુનામી આવ્યો હતો. સેટેલાઈટમાં પણ તસવીર કેદ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ મુજબ જ્વાળામુખી વિસ્ફોટ શનિવાર સ્થાનિક અનુસાર સાંજે 5.10 વાગ્યે થયો હતો. તેના 20 મિનિટ પછી સુનામી આવ્યો હતો. સુનામી પછી સમુદ્રના મોજા રસ્તા પર અને ઈમારતોને અથડાવવા લાગ્યા હતા.

169 દ્વીપોનો સમુહ છે ટોંગા
ટોંગા 169 દ્વિપોનો સમુહ છે. તેની વસ્તી એક લાખથી વધારે છે.

અન્ય સમાચારો પણ છે...