• Gujarati News
  • International
  • Trump's Relations With China Deteriorated Further As He Left; Trump Administration's Statement On The Last Day Of Office, China Is Genociding Uighur Muslims

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:ટ્રમ્પે જતાં જતાં ચીન સાથેના સંબંધ વધુ બગાડ્યા; કાર્યકાળના છેલ્લા દિવસે ટ્રમ્પ સરકારનું નિવેદન, ચીન ઉઈગર મુસ્લિમોનો નરસંહાર કરી રહ્યું છે

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે ટ્રમ્પ સરકારે જતાં જતાં અમેરિકા-ચીન સંબંધોને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. બુધવારે છેલ્લા સમયે વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે ચીન શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો અને અન્ય લઘુમતી ધાર્મિક સમુદાયનો નરસંહાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પુરાવાઓના આધારે કહું છું કે ચીન ઉઈગર સમુદાયને ખતમ કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ નિવેદન બાદ ચીને વાંધો દર્શાવ્યો હતો. બેઈજિંગે કહ્યું કે સનસનાટી ફેલાવતો આરોપ ફક્ત એક કાગળનો ટુકડો છે. નિષ્ણાતો માને છે કે પહેલાંથી કડવાશભર્યા અમેરિકા- ચીનના સંબંધો આ નિવેદનથી વધુ બગડશે. આ કારણે બાઈડેનને ચીન સાથે દ્વિપક્ષીય સંબંધોને નવેસરથી બનાવવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. બાઈડેને ચૂંટણીમાં વાયદો કર્યો હતો કે તે ચીન સાથે સંબંધોને નવેસરથી વ્યાખ્યાયિત કરશે.

ચીને પૂર્વ અમેરિકી વિદેશમંત્રી સહિત ટ્રમ્પ નજીકના 28 લોકો પર બેન મૂક્યું
ચીને અમેરિકાના પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળમાં મહત્ત્વપૂર્ણ પદો પર રહેલા 28 અધિકારીઓ પર બેન મૂક્યું છે. તેમાં પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને પૂર્વ સુરક્ષા સલાહકાર જોન અાર. બોલ્ટનનું નામ સામેલ છે. ચીને આ પ્રતિબંધ બંને દેશોના સંબંધોને બગાડવાનો આરોપ મૂકતા લગાવ્યા છે. આ પ્રતિબંધો બાદ આ બધા હવે ચીનની સરહદમાં પ્રવેશી નહીં શકે.

ઉઈગર મહિલાઓ મુદ્દે ટિ્વટ અંગે ચીનના દૂતાવાસનું એકાઉન્ટ સસ્પેન્ડ
બુધવારે ટિ્વટરે ઉઈગર મહિલાઓ મુદ્દે એક ટિ્વટને લીધે અમેરિકામાં સ્થિતિ ચીનના દૂતાવાસનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું. ચીનના દૂતાવાસે શિનજિયાંગ પ્રાંત સ્થિત યાતના શિબિરોમાં રખાયેલી ઉઈગર મહિલાઓ માટે દાવો કર્યો હતો કે ‘તે હવે સ્વચ્છંદ છે અને તે બાળકો પેદા કરવાનું મશીન રહી નથી.’ આ પોસ્ટ પછી સોશિયલ મીડિયામાં ચીન અને ટિ્વટરની ટીકા થવા લાગી.ે કંપનીએ પણ આ એકાઉન્ટને સસ્પેન્ડ કર્યુ.

ટ્રમ્પના વિરોધનું પ્રતીક તેમના ચહેરાવાળું બલૂન લંડન મ્યુઝિયમમાં ધરોહર બનશે
લંડન | અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળા એક બલૂનને લંડનના મ્યુઝિયમમાં રખાશે. તેનો પહેલી વાર જૂન 2019માં તે સમયે ઉપયોગ થયો હતો જ્યારે તે બ્રિટનના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. તેમની વિરુદ્ધ થયેલા દેખાવોમાં તેનો ઉપયોગ થયો હતો. બલૂનમાં ટ્રમ્પનો ચહેરો એક રડતા બાળક જેવો બનાવાયો હતો.

ટ્રમ્પે તેમનું ખાનગી વિમાન ઢાંકી દીધું હતું, એ વિચારી કે તે 2025 સુધી રાષ્ટ્રપતિ રહેશે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ખાનગી વિમાન બોઇંગ 737ને કવર ચઢાવી ઢાંકી દીધું હતું. ઘણા દિવસોથી તેનું મેન્ટેનન્સ પણ નહોતું કરાવ્યું એ વિચારીને કે હવે તેની જરૂર 2025માં પડશે. તે માની રહ્યા હતા કે તે ફરી રાષ્ટ્રપતિ બનશે. ટ્રમ્પનું 730 કરોડ રૂપિયાનું બોઈંગ 737 ન્યુયોર્ક એરપોર્ટ પર ઊભું છે અને 2019થી તેણે ન તો ઉડાન ભરી છે અને ન તો મેન્ટેનન્સ થયું છે. ટ્રમ્પે જતાં જતા પરિવારના સભ્યો માટે 6 મહિના સુધી સિક્રેટ સર્વિસની સુરક્ષા પણ વધારી દીધી હતી.

બ્લેક ગર્લ મેજિક : શપથગ્રહણમાં ચર્ચાનું કેન્દ્ર રહેલી કવિતા વાંચનાર કોણ હતી?
બાઈડેનના શપથગ્રહણમાં કવિતા વાંચનાર પીળા ડ્રેસવાળી બ્લેક ગર્લ અમાન્ડા ગોરમેન ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. 22 વર્ષીય અમાન્ડા રાષ્ટ્રપતિના શપથમાં ‘ધ હિલ વી ક્લાઇમ્બ’ કવિતા સંભળાવી સૌથી નાની વયની કવિયત્રી બની ગઈ છે. અમાન્ડા હાર્વર્ડ યુનિ.થી સોશિયોલોજીમાં ગ્રેજ્યુએટ છે. બે પુસ્તક લખી ચૂકી છે. અમાન્ડા 2036માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પણ લડવા માગે છે. ગોરમેન જ્યારે 16 વર્ષની હતી ત્યારે તે લોસ એન્જેલસની પ્રથમ યંગ પોએટ તરીકે પસંદગી પામી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ તેને વ્હાઈટ હાઉસ પણ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...