તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ટ્રમ્પની ભડાશ - મેલેનિયા સુંદર છે, છતાં કોઈ મોટા મેગેઝિનના કવર પેજ પર તસવીર ના છપાઈ, મિશેલની આઠ વર્ષમાં 12 મેગેઝિનમાં છપાઈ હતી

વૉશિંગ્ટન2 મહિનો પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાની તસવીર - Divya Bhaskar
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાની તસવીર
 • મેલેનિયા ટ્રમ્પને મીડિયા કવરેજ નહીં મળતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા
 • ટ્રમ્પે ફ્લોરિડામાં ગોલ્ફ રમીને ક્રિસમસ મનાવી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને નજરઅંદાજ કરવા બદલ મીડિયા પર જોરદાર ભડાશ કાઢી છે. ટ્રમ્પે કહ્યું કે, મેલેનિયા ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસની સૌથી સુંદર ફર્સ્ટ લેડી છે. આમ છતાં, છેલ્લાં ચાર વર્ષમાં એક પણ મોટા મેગેઝિનના કવર પેજ પર તેને સ્થાન નથી મળ્યું, જ્યારે બરાક ઓબામાના કાર્યકાળમાં તેમની પત્ની મિશેલ ઓબામાની તસવીર આઠ વર્ષમાં 12 મોટાં મેગેઝિનના કવર પર છપાઈ હતી.

ટ્રમ્પે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, આ અમેરિકન મીડિયાનો ભેદભાવ છે. મારા કાર્યકાળમાં કોઈ પણ મેગેઝિને કવર પેજ પર મેલેનિયાની તસવીર પ્રકાશિત નથી કરી અને ના તો કોઈ વાત કરવાની તક આપી છે. પરંતુ હવે મારો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે, ત્યારે મીડિયા મેલેનિયાને મહાન ગણાવી રહ્યું છે.

ટ્રમ્પ સમર્થકોએ મીડિયોને વિરોધ કર્યો
ટ્રમ્પના આ આરોપને લઈને કેટલાક મેગેઝિને દાવો કર્યો છે કે, ટ્રમ્પના આરોપ પાયાવિહાણા છે. જોકે ટ્રમ્પ સમર્થકોએ મીડિયાનો વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેલેનિયા ખરેખર સુંદર સ્ત્રી છે, પરંતુ મીડિયાએ જાણીજોઈને તેમને કવરેજ ના આપ્યું. મીડિયા તો ટ્રમ્પ વિશે ફેક ન્યૂઝ ફેલાવવામાં માહેર છે. આવા મીડિયાનો બોયકોટ જ કરવો જોઈએ. અહેવાલોના પ્રમાણે, ટ્રમ્પ સાથે લગ્ન કરતા પહેલાં મેલેનિયા મોડલ હતાં. લગ્ન પછી મેલેનિયાને ક્રિશ્ચિયન ડાયર વેડિંગ ડ્રેસમાં વૉગના કવરપેજ પર સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત 56 વર્ષીય મિશેલ ઓબામા વ્હાઈટ હાઉસમાં પોતાના કાર્યકાળનાં આઠ વર્ષ દરમિયાન 12 વખત કવર પેજ પર ચમક્યાં. જ્યારે 50 વર્ષીય મેલેનિયાને પતિના ચાર વર્ષના કાર્યકાળમાં એક પણ વાર કવર પેજ પર જગ્યા ના મળી.

ટ્રમ્પ રજાઓ ગાળવા પામ બીચ પર ગયા
કોરોના મહામારી વચ્ચે ટ્રમ્પે ફ્લોરિડામાં ગોલ્ફ રમીને ક્રિસમસ ઊજવી હતી. આ દરમિયાન ટ્રમ્પના નજીકના સાથીદાર અને દક્ષિણ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ પણ હાજર હતા. ટ્રમ્પ પરિવાર સાથે રજાઓ ગાળવા ટ્રમ્પ પામ બીચ પર આવેલા તેમના માર-એ-લેગો ક્લબમાં રોકાયા છે.

ટ્રમ્પે કોરોના વેક્સિનને ક્રિસમસનો ચમત્કાર ગણાવ્યો
ક્રિસમસ નિમિત્તે દેશને સંબોધિત કરતા ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયાએ કોરોના વેક્સિનને ક્રિસમસનો ચમત્કાર ગણાવ્યો હતો. તેમણે એક વીડિયો જારી કરીને લોકોને ક્રિસમસની શુભકામના આપી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમે તમામ વિજ્ઞાનીઓ, સંશોધકો, કર્મચારીઓ અને સર્વિસ મેમ્બરોના આભારી છીએ, જે મુશ્કેલ કામને શક્ય બનાવવામાં વ્યસ્ત છે. આ વેક્સિન હકીકતમાં ક્રિસમસનો પણ ચમત્કાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો